________________
કાણ્ડ-૧ – ગાથા-૪૨
સન્મતિપ્રકરણ
ચક્ષુ વિગેરે પાંચ ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરનારો આ જીવ જે દ્રવ્ય જે કાલે જે સ્વરૂપે પરિણામ પામ્યું હોય છે તે કાલે તે પુરુષ તે દ્રવ્યને તે વર્તમાન સ્વરૂપને જ દેખે છે. અને તેથી તે દ્રવ્યને તેવું જ છે એમ માનવા પ્રેરાઈ જાય છે. આવા પ્રકારના વર્તમાન કાલીન સ્વરૂપને જ જોનારો તે જીવ ક્યારેક ભૂત-ભાવિના પર્યાયોની અવગણના પણ કરે છે. અને તે સર્વ પર્યાયોમાં રહેલા વૈકાલિક સામાન્ય વતત્ત્વની પણ ક્યારેક અવગણના કરે છે. આ (એકાન્ત) ૠજુસૂત્ર નય કહેવાય છે. આવી દૃષ્ટિ બૌદ્ધદર્શનની અને તેના અનુયાયિઓની છે. એટલે જ તે ક્ષણિકવાદી કહેવાય છે. જેમકે કૃષિંડમાંથી બનેલા ઘટને ચક્ષુથી ઘટરૂપે દેખતો તે પુરૂષ તે પદાર્થને “આ ઘટ જ છે” અયં ઘટ વ્ આમ એકાન્તવાદપૂર્વક સ્વીકારી લે છે. અને હકીકતથી જોઈએ તો તે ઘટ જરૂર છે. પરંતુ ઘટ જ છે એમ નથી. તેની અંદર માટી દ્રવ્ય નામનું ધ્રુવતત્ત્વ પણ છે જ. એક માટીનો ઘટ હોય અને બીજો એવો જ સોનાનો ઘટ હોય તો બન્નેની કિંમતમાં ફરક છે. તથા માટીનો ઘટ ભાંગે તુટે ત્યારે ઘડાના ઠીકરાંને લોકો ફેંકી દે છે. પરંતુ સોનાના ઘટના ભાંગેલા ટુકડાઓને કોઈ ફેંકી દેતું નથી. તેનો અર્થ એ છે કે ઘટકાલે પણ માટીના ઘટમાં મૃદ્રવ્ય અને સુવર્ણના ઘટમાં સુવર્ણદ્રવ્ય અંદર અવશ્ય છે જ.
८०
તથા ફુટેલા ઘટનાં રસ્તામાં પડેલાં કપાલને (ઠીકરાંને) ચક્ષુથી જોઈએ તો તે દ્રવ્ય વર્તમાનકાલે કપાલરૂપે (ઠીકરાં રૂપે) જ દેખાય છે. અને કપાલ (ઠીકરાં) છે પણ ખરાં, છતાં તે કપાલને જોઈને “અહીં કોઈનો પણ ઘટ ફુટ્યો હોય તેમ લાગે છે” આવી જે પ્રતીતિ થાય છે. તેથી તે કપાલકાલે પણ તેમાં ઘટપર્યાય તિરોભાવે જરૂર રહેલો છે. કેવલ એકલો વર્તમાન કાલવી કપાલપર્યાય જ છે, આમ નથી. સારાંશ કે કોઈ પણ વિવક્ષિત એક પર્યાયને પામેલું તે દ્રવ્ય ભૂત-ભાવિના પોતાના અનંત-અનંત પર્યાયો વિનાનું નથી. તે અતીત-અનાગત પર્યાયોથી સર્વથા વિખુટું પડેલું માત્ર વર્તમાનપર્યાય વાળું જ નથી. પરંતુ તે અતીત-અનાગત પર્યાયોની સાથે સંકળાયેલું પણ છે. એટલે કે વર્તમાન પર્યાય આવિર્ભાવે અને અતીત-અનાગત પર્યાય તિરોભાવે એમ ત્રૈકાલિક પર્યાયયુક્ત એવું તે દ્રવ્ય છે. અને ત્રણે કાલે પરિવર્તન પામતા તે તે અનંત-અનંત પર્યાયોમાં મૂલભૂત દ્રવ્યાત્મક સામાન્ય ધ્રુવતત્ત્વ પણ અવશ્ય તેમાં રહેલું જ છે. કેવલ એક વર્તમાન સમય પુરતું જ દ્રવ્ય છે, પૂર્વાપર સમયમાં નવું નવું દ્રવ્ય હોય છે, આમ પણ નથી. તેથી સર્વે પણ પદાર્થો દ્રવ્ય - પર્યાય એમ ઉભયાત્મક છે અને ઉત્પાદ-વ્યય-ધ્રુવ એમ ત્રિપદીમય છે. આ જ વાત ગ્રંથકારશ્રી પોતે જ હવે પછીની ગાથાઓમાં “પુરુષ’” નું ઉદાહરણ આપીને વધારે વિસ્તારથી સમજાવે છે. II૪ ૨ વૈકાલિક પર્યાયયુક્ત દ્રવ્ય છે. દ્રવ્ય અને પર્યાય એમ ઉભયાત્મક પદાર્થ છે તે ઉપર પુરૂષનું ઉદાહરણ -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org