________________
૩૨૩
સન્મતિપ્રકરણ
કાર્ડ-૩ – ગાથા-૪૦ છે. ઉત્પત્તિ દેખાતી નથી - જેમ કે ઘટને ફોડવાથી ઘટનાશ જ થાય છે. પટને ફાડવાથી અખંડપટનો નાશ જ થાય છે આમ વિભાગથી તો પૂર્વકૃતકાર્યનો નાશ થયેલો જણાય છે. પણ તેમાં કોઈ અપૂર્વકાર્યની ઉત્પત્તિ થતી હોય એમ જણાતું નથી. આવી શંકા કરનારા ચૂલદૃષ્ટિવાળા જીવને ગ્રંથકારશ્રી સમજાવે છે કે -
વધુ ઘણા-ઘણા અંશો (અવયવો) યથાયોગ્ય રીતે જ્યારે સાથે મળી જાય છે. પોત પોતાની જગ્યાએ ગોઠવાઈ જાય છે. ત્યારે તે એકશબ્દથી વાચ્ય બને છે. જેમ બુંદીના ઘણા અવયવો યથાસ્થાને ગોઠવાયા ત્યારે તે અનેક અવયવોના સમૂહથી બનેલાને આ એક “મોદક” (લાડુ) છે. આમ “મોદક” (લાડુ) આવા એક શબ્દથી કથન કરવામાં આવે છે. તેથી તમને “સંયોગજન્ય ઉત્પત્તિમાં દેખાય છે. પરંતુ તેવી જ રીતે બહુ અંશોના (અવયવના) બનેલા તે તે કાર્યમાંથી જ્યારે જ્યારે એક એક અંશનો વિભાગ થાય છે. ત્યારે તેવા તેવા પ્રકારના વિભાગથી પણ બહુ અંશોના બહુ ઉત્પાદ થયા, આમ પણ અવશ્ય કહેવાય જ છે. જેમ તત્તઓના સંયોગથી પટાત્મક કાર્યની ઉત્પત્તિ થાય છે. તેમ અખંડપટ ફાડવાથી ખંડપટની ઉત્પત્તિ પણ જરૂર થાય જ છે. જેમ કપાલયના સંયોગથી ઘટની ઉત્પત્તિ થાય છે. તેમ ઘટ ફુટવાથી “અનેક ઠીકરાંની” ઉત્પત્તિ પણ અવશ્ય થાય જ છે. બુંદીના દાણાને જોડવાથી જેમ લાડુ બને છે તેમ લાડુને ભાંગવાથી તે લાડુના ઘણા ઘણા ટુકડાની ઉત્પત્તિ પણ જરૂર બને જ છે.
બહુ તંતુઓનો સંયોગ થવાથી બનેલા કાર્યને “આ પટ છે” આમ એકશબ્દથી જેમ બોલાવાય છે. તેમ તે પટ ફાડવાથી બનેલા ટુકડાઓને નાના-મોટા ખંડપટ (ટુકડા) તરીકે અનેક જાતના અનેક શબ્દપ્રયોગો પણ થાય જ છે. માટે જેટલા ટુકડા થાય તેટલા ખંડની ઉત્પત્તિ થાય છે તેથી આ બહુ અવયવોની ઉત્પત્તિ થઈ છે એમ જાણવું. કાચનું વાસણ જ્યારે ફુટે છે ત્યારે કાચના અનેક ટુકડાઓની ઉત્પત્તિ સાક્ષાત્ નજરે દેખાય છે. માટે વિભાગથી ઉત્પાદ નથી થતો એમ નહીં પરંતુ વિભાગથી પણ બહુ અવયવોના બહુ ઉત્પાદ થાય છે.
ટીકાનો પાઠ - દુgિવીનાં સતિ સંયો એચ ચાવઃ દ્રવ્યોત્પાતો भवति - अन्यथैकाभिधानप्रत्ययव्यवहारायोगात्, न हि बहुषु "एको घट: उत्पन्नः" इत्यादि व्यवहारो युक्तः - "ननु" इत्यक्षमायाम् एकस्य कार्यद्रव्यस्य विनाशेऽपि युज्यते एव बहूनां समानजातीयानां तत्कार्यद्रव्यविनाशात्मकानां प्रभूततया विभक्तात्मनामुत्पाद इति । तथाहि - घटविनाशाद् बहूनि कपालान्युत्पन्नानीत्यनेकाभिधानप्रत्ययव्यवहारो युक्तः । अन्यथा तदसम्भवात् । ततः प्रत्येकं त्र्यात्मकास्त्रिकालाश्चोत्पादादयो व्यवस्थिता इत्यनन्तपर्यायात्मकमेकं द्रव्यम् ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org