SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાડ-૧ - ગાથા-૧ આપતા નથી. આ રીતે સ્વસ્વામિત્વ ભાવે તો તેરમા ગુણઠાણે બીરાજમાન તીર્થકર ભગવંતો જ ધર્મદેશના આપે છે. તેથી અન્ય સર્વને ત્યજીને અહીં “ભવજિનો” = સદેહે વિચરતા રાગાદિ રૂપ ભવને જિતનારા તેરમા ગુણઠાણાવાળા સર્વજ્ઞ વીતરાગ અરિહંત તીર્થકર પરમાત્મા જ કહ્યા છે અને તે પરમાત્માની વાણીની સ્તુતિ કરવામાં આવી છે. અર્થાત્ તે સ્વરૂપે મંગળાચરણ કરવામાં આવ્યું છે. આ વાણીને જ “શાસન” કહેવાય છે. શાસન એટલે દ્વાદશાંગીરૂપ ભગવાનની આજ્ઞા, ભગવાનનું ફરમાન, ભગવાનની વાણી, ભગવાનનું કથન, વીતરાગવચન, વીતરાગ તીર્થંકર પ્રભુની વાણી. આ શાસન એટલે કે ભગવાનની વાણી. તે કેવી છે? તે સમજાવવા માટે મૂલગાથામાં વાણીનાં એટલે કે શાસનનાં ત્રણ વિશેષણો મુક્યાં છે. નિVI સાસUાં રાગવૈષને જીતીને જિન બનેલા અને ભવને જિતનારા તથા ભવમાં વિચરતા એવા જિનેશ્વર ભગવંતોનું શાસન કેવું છે? (વીતરાગ પરમાત્માની વાણી કેવી છે, તેના ત્રણ વિશેષણો છે. (૨) સિદ્ધ, (૨) સિદ્ધOાઇi (સાસUi), (૩) સમવિલાસમાં આ ત્રણે પદો શાસનનાં વિશેષણો છે. અને (૬) ગોવમસુદ્દે હાઇ કવાયા, (૨) મવનિVITUાં આ બન્ને નિVIIM નાં વિશેષણો છે. ટીકામાં કહ્યું છે કે “સિદ્ધ-પ્રતિષ્ઠિત નિશ્ચિતપ્રાથમિતિ યાવત્ મહિનૈવ, નાતઃ પ્રરત્ પ્રતિષ્ટાધ્યમ્ ' સિદ્ધ થયેલું, પ્રતિષ્ટિત થયેલું, નિશ્ચિત છે પ્રમાણતા જેમાં એવું આ શાસન છે પોતાના મહિમાથી જ પ્રમાણતાવાળું છે. પરંતુ આ પ્રકરણ રચવાથી પ્રમાણતા સિદ્ધ કરવી પડે તેવું નથી. ૨. સિદ્ધ = જેમાં કોઈ પણ જાતનો દોષ નથી, તે રીતે નિર્દોષપણે સિદ્ધ થયેલું, પિંકાયેલું, પ્રસિદ્ધ થયેલું એવું આ શાસન છે. કારણ કે જે કોઈ વક્તા એક નય માને, એક જ નયની ભારપૂર્વક દેશના આપે, એક જ નય તરફ વધારે વળાંકવાળા બને, તેની જ દેશના દોષવાળી હોય છે. તેનું જ શાસન બીજા નયની અવગણનાના કારણે દોષવાળું બને છે. જિનેશ્વર પરમાત્માનું શાસન (વાણી) બન્ને નયોની સમતોલપણે દેશના ફરમાવતું હોવાથી આવા દોષો વિનાનું છે. તે તેના અભ્યાસી વિદ્વાન પુરુષોમાં પ્રસિદ્ધ છે. સિદ્ધ છે. જે વિદ્વાન પુરુષો તેના અભ્યાસમાં ઊંડા ઉતર્યા છે. અને ઊંડા ઉતરે છે તેઓને જ તે શાસનની નિર્દોષતા સિદ્ધ થયેલી સમજાય છે આમ વધારે વધારે સ્પષ્ટ સમજાય છે. ટીકામાં કહ્યું છે કે “સિદ્ધાર્થીના' રૂત્યને હેતુસંકૂવ વિદિતાવાર્થે, સિદ્ધ:प्रमाणान्तरसंवादतो निश्चिताः येऽर्था नष्टमुष्ट्यादयः, तेषां शासनं- प्रतिपादकं यतो द्वादशाडगं प्रवचनमतो जिनानां कार्यत्वेन संबंधि । तेनायं प्रयोगार्थः सूचितः । प्रयोगश्च प्रमाणान्तरसंवादियथोक्त नष्टमुष्टयादिसूक्ष्मान्तरितदूरार्थप्रतिपादकत्वान्यथाऽनुपपत्तेर्जिनप्रणीतं शासनम् । Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy