________________
કાર્ડ-૧ – ગાથા-૧
સન્મતિપ્રકરણ ગાથાર્થ - અનુપમસુખવાળા સ્થાન પામેલા એવા તથા ભવને જિતનારા એવા (એટલે ૧૩માં ગુણસ્થાનકે વર્તતા અર્થાત્ શરીરધારી એવા) તીર્થંકર પરમાત્માઓનું શાસન (નિર્દોષતાથી) સિદ્ધ થયેલું છે. તથા સિદ્ધ (યથાર્થ) એવા અર્થોને કહેનારું (પ્રતિપાદન કરનારું) છે અને કુત્સિત (મિથ્યા) દર્શનોનું નિરસન કરનારૂં છે //1.
વિવેચન - જૈનદર્શનમાં ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રમાં જન્મેલા માનવીઓ માટે તે જ ક્ષેત્રમાં થયેલા અને થતા ૨૪-૨૪ તીર્થકર ભગવંતો જ સર્વોત્તમ, જગમૂજ્ય, અનંત ઉપકારી પુરૂષ વિશેષ છે. તથા તેઓ જ વિશેષ દર્શન, વંદન અને પૂજનને યોગ્ય છે તેથી મંગલાચરણરૂપે તે તીર્થકર ભગવંતોને અર્થાત્ અરિહંત ભગવંતોને નમસ્કાર કરવો જોઈએ અર્થાત્ તે ૨૪ તીર્થંકર પરમાત્માઓને જ નમસ્કાર કરવો ઉચિત છે. પરંતુ આ તીર્થકરભગવંતોની સર્વોત્તમતા અને વિશિષ્ટ પૂજ્યતા પણ તેઓના શુદ્ધ આત્મદ્રવ્યની નિર્મળતાને લીધે તથા તેઓની નિર્દોષ વાણીને લીધે છે તથા તેઓના મુખ દ્વારા નીકળેલી ઉચ્ચારણાત્મક વ્યંજનાક્ષરરૂપ પવિત્ર વાણી, અને તેઓની ગેરહાજરીમાં આગમોરૂપે લખાયેલી સંજ્ઞાક્ષર રૂપ વાણી આપણા ઉપર ઘણો ઘણો ઉપકાર કરે છે તથા તે વાણી જ ત્રણે કાળે જગતના જીવોનું કલ્યાણ કરે છે તથા તેઓની વાણી અબાધિત છે. માટે જ તેઓની પૂજનીયતા છે. તેથી તેઓની વાણી અર્થાત્ તેઓનું શાસન સવિશેષ પૂજનીય અને નમસ્કરણીય છે. આ કારણે ગ્રન્થકર્તાશ્રી તે મહાત્માઓની વાણીને (શાસનને) સ્મરણ કરવારૂપે મંગલાચરણ કરે છે.
ટીકામાં કહ્યું છે કે “મવન ' રૂરિ I મવતિ નાર-તિર્ય-રામપર્યાયત્વેર उत्पद्यन्ते प्राणिनोऽस्मिन्निति भवः-संसारः, तद्धेतुत्वाद् रागादयोऽत्र भवशब्देनोपचाराद् વિક્ષતા:, તે નિતવત્ત તિ નિનાદ / ચાર ગતિ તે ભવ, રાગાદિ તેના હેતુભૂત હોવાથી રાગાદિ પણ ભવ, તેને (તેવા ભવને) જીતનારા તે ભવજિન, તેઓનું આ શાસન.
તેરમા-ચૌદમાં ગુણઠાણે બીરાજમાન, સદેહે ભૂમિ ઉપર વિચરતા, રાગ-દ્વેષ અને મોહાદિ સકલ દોષોનો ક્ષય કરનારા એવા વીતરાગ - સર્વજ્ઞ બનેલા તીર્થકર અરિહંત પરમાત્માને “ભવજિન” કહેવાય છે. ભવમાં વિચરતા દેહધારી જે જિનેશ્વર પરમાત્મા છે એટલે કે રાગાદિ રૂપ ભવને જે જિતનારા છે તે ભવજિન. મોક્ષે ગયેલા અરિહંત પરમાત્મા અશરીરી હોવાથી વાણી ફરમાવે નહીં, અને બારમા ગુણઠાણા સુધીના જીવો (ભલે અરિહંત પરમાત્માના જીવ હોય તો પણ) સાધકદશાની અપેક્ષાએ રાગ-દ્વેષાદિને જીતનારા હોવા છતાં પણ છદ્મસ્થ હોવાથી ધર્મદેશના આપતા નથી તથા અરિહંત પરમાત્મા સિવાયના બીજા મુનિમહાત્માઓ તથા સૂરિવરો જો કે ધર્મદેશના આપે છે પરંતુ તેઓ અરિહંત પરમાત્માએ આપેલી દેશનાના અનુવાદ રૂપે દેશના આપે છે. મૌલિક ભાવે પોતાના વિચારોની ધર્મદેશના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org