SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: પપૂ. આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજી વિરચિત સન્મતિ પ્રકરણ પ્રથમ કાર્ડ જગતના તમામ પદાર્થો સામાન્યધર્મ અને વિશેષધર્મોથી ભરેલા છે તેથી તે ધર્મોને જાણવા-જોવાની આત્માની દૃષ્ટિ પણ બે પ્રકારની છે. જેમ કે એક વૃક્ષ છે, તે વૃક્ષપણે સામાન્ય છે અને મલ-થડ-શાખા-પ્રશાખા-ફૂલ અને ફળરૂપે વિશેષ છે. આ બે પ્રકારના ભાવોને જોનારી દ્રષ્ટિ પણ બે પ્રકારની છે અર્થાત્ શેય દ્વિવિધ હોવાથી તે શેયને જાણનારી જ્ઞાયક એવી દૃષ્ટિ પણ દ્વિવિધ છે. સામાન્ય ધર્મને જોનારી-જાણનારી જે દૃષ્ટિ તે દ્રવ્યાર્થિકનય છે અને વિશેષધર્મને જોનારી-જાણનારી જે દ્રષ્ટિ તે પર્યાયાર્થિક નય છે. આ બન્ને નયોનું તથા તેના ઉત્તરભેદોનું વર્ણન આ ગ્રન્થમાં કરવામાં આવ્યું છે તેથી સ્યાદ્વાદને અર્થાત્ અનેકાન્તવાદને ઘણી જ યુક્તિ-પ્રયુક્તિથી આ ગ્રન્થમાં સમજાવવામાં આવ્યો છે કારણ કે અનાદિકાળથી જગતના પદાર્થોનું સ્વરૂપ સ્વાભાવિકપણે જ અનેકાન્તમય છે જ. અને આ કારણે જે કોઈ પણ એક બાજા ઢળી ગયેલી વૃષ્ટિવાળા ઈતર દર્શનોની કેટલીક માન્યતાઓનું નિરસન પણ આ ગ્રન્થમાં તર્કપૂર્વક કરવામાં આવ્યું છે તથા જૈનદર્શનમાં પણ કોઈ એક નયના ભારને લીધે ચાલી આવતી કેટલાક આચાર્ય મહારાજશ્રીઓની એકાગર્ભિત વિચારસરણીઓની પણ આ ગ્રન્થમાં સમીક્ષા કરવામાં આવી છે. વિદ્વાન પુરુષોના પ્રવેશ માટે કોઈ પણ ગ્રન્થના પ્રારંભમાં મંગલાચરણ, વિષય, સંબંધ અને પ્રયોજન આ ચાર પદાર્થો ગ્રન્થકર્તા મહાત્મા પુરુષો લખતા જ હોય છે. શિષ્ટપુરુષોની આ પ્રણાલિકા જ છે તેથી પહેલી ગાથામાં મંગલાચરણ અને સંબંધ તથા બીજી ગાથામાં વિષય અને પ્રયોજન ગ્રન્થકર્તાશ્રી સમજાવે છે. सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं ॥१॥ (सिद्धं सिद्धार्थानां स्थानमनुपमसुखमुपगतानाम् । कुसमयविशासनं, शासनं जिनानां भवजिनानाम् ॥१.') Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy