________________
કાર્ડ-૧ – ગાથા-૩૪
સન્મતિપ્રકરણ (व्यञ्जनपर्यायस्य तु पुरुषः पुरुष इति नित्यमविकल्पः । વાસ્નાદિવિવાં પુન: પતિ, તીર્થપર્યાયઃ ૧ રૂ૪ ૫)
ગાથાર્થ - કોઈ દૃષ્ટા એક પુરુષને “આ પુરુષ છે. આ પુરુષ છે” આમ હંમેશાં અવિકલ્પભાવે (અભેદભાવ) જુએ છે. તે વ્યંજનપર્યાયનું સ્વરૂપ છે. તથા વળી તે દૃષ્ટા તેના બાલ્યાદિ પર્યાયને જયારે જુએ છે ત્યારે તે બાલ્યાદિપર્યાય, પુરુષાત્મક વ્યંજનપર્યાયના પેટાપર્યાય રૂ૫ અર્થપર્યાય છે. | ૩૪ .
વિવેચન - પુરુષમાં રહેલો પુરુષપણાનો પર્યાય એકલો સવિકલ્પક (ભેદ્ય) કે એકલો નિર્વિકલ્પક (અભેદ્ય) નથી. પણ સવિકલ્પક નિર્વિકલ્પક બન્ને છે. અપેક્ષા વિશેષે ઉભયાત્મક ' છે. આ વાત ગ્રંથકારશ્રી વારંવાર સમજાવવા સતત પ્રયત્ન કરે છે. અને આ રીતે જગતના સઘળા ય પદાર્થો એકલા ભેદને અવલંબિત કે એકલા અભેદને અવલંબિત નથી. પરંતુ ભેદભેદ એમ ઉભયને અવલંબિત છે. વસ્તુનું સ્વરૂપ જ ઉભયાત્મક છે. અને તે પણ સહજ છે. પારિણામિક ભાવવાળું છે. તેથી તેને સમજવા - સમજાવવા અનેકાન્ત દૃષ્ટિ - સ્યાદ્વાદ શૈલી જ જરૂરી છે તે સમજાવે છે -
વિવક્ષિત પુરુષ તરફ “આ પુરુષ છે આ પુરુષ છે” એમ પુરુષપણાની બુદ્ધિથી જ્યારે તેના તરફ દૃષ્ટિપાત કરીએ છીએ ત્યારે જન્મથી મરણ સુધી તે પુરુષ જ રહેતો હોવાથી સ્ત્રી - નપુંસક કે પશુ-પક્ષી ન બનતો હોવાથી) પુરુષપણે નિર્વિકલ્પક જ જણાય છે. અને તે જરૂર સાચું જ છે. કારણ કે જન્મ-મરણ વચ્ચે પુરુષપણું સદાકાલ એકસરખું તેનામાં વર્તે છે. આ રીતે પુરુષને પુરુષપણે નિત્ય અને અવિકલ્પક સમજવો તે વ્યંજનપર્યાયની અપેક્ષાવિશેષ છે. પરંતુ તે જ પુરુષવિશેષમાં આ પુરુષ છે આ પુરુષ છે આમ પુરુષપણાની પ્રતીતિ ચાલુ રહેવા છતાં પણ તે જ કાલે તેમાં બાલ્ય-યૌવન-વૃદ્ધત્યાદિ તથા સ્તiધયત્વાદિ જે જે ઉત્તરભેદો રૂપ અનેક વિકલ્પો (ભેદો) પણ અવશ્ય નજરે દેખાય છે. અને હકીકતથી તે ઉત્તરભેદો પણ તેમાં સાચા છે જ, તે બધા ઉત્તરભેદો રૂપ વિકલ્પો “પુરુષ” નામના વ્યંજનપર્યાયના “અર્થપર્યાયો” છે. વ્યંજનપર્યાય તે ઘણા-ઘણા અર્થપર્યાયોથી ભરપૂર ભરેલો છે અને અર્થપર્યાય તે વ્યંજનપર્યાયનું જ એક આંશિક સ્વરૂપ છે.
જ્યારે પુરુષપણે એકાકાર એવી બુદ્ધિ રાખીએ ત્યારે તે વ્યંજન પર્યાય છે અને તેમાં જણાતા ભેદો તરફ જ્યારે દષ્ટિપાત કરીએ ત્યારે તે ભેદો જ દેખાય છે તે સઘળા વ્યંજનપર્યાયના ઉત્તરભેદ રૂપ અર્થપર્યાયો છે. આ રીતે પુરુષમાં રહેલો પુરુષપણાનો પર્યાય પુરુષરૂપે નિર્વિકલ્પક છે અને બાલ્યાદિ ભાવે સવિકલ્પક છે. એવી જ રીતે માટીમાં રહેલો માટીપણાનો પર્યાય માટી રૂપે નિર્વિકલ્પક છે. સ્વાસ-કોશ-કુશૂલ-ઘટ આદિ રૂપે સવિકલ્પક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org