________________
(૩૨) કડીની રચના કરી છે. તે દ્વારા તેઓશ્રીએ સ્પષ્ટ કર્યું છે કે દ્રવ્યાનુયોગનો આસરો લીધા વિના ચરણકરણાનુયોગનો સાર પામી શકાતો નથી.
આથી, સ્વીકારેલા ચારિત્રના પરમાર્થને પામવા માટે પ્રત્યેક પ્રજ્ઞાવંત શ્રમણ-શ્રમણીએ દ્રવ્યાનુયોગનું નિરૂપણ કરતાં ગ્રંથનું તલસ્પર્શી અધ્યયન કરવું જોઈએ.
દ્રવ્યાનુયોગનું અધ્યયન કરવા માટે ઉપકારક બને તેવા ગ્રંથોમાં શિરમોરસ્થાને રહેલાં ગ્રંથોને યાદ કરતાં જ સન્મતિતર્ક ગ્રંથનું નામ પ્રજ્ઞાપટ ઉપર ઉપસી આવ્યા વિના રહેતું નથી.
આ મહાન ગ્રંથની રચના કરી છે પૂજ્યપાદ આચાર્ય શ્રી સિદ્ધસેનદિવાકરજી મહારાજાએ.
જૈન સિદ્ધાંતો જે આગમગ્રંથોમાં સંગ્રહાયેલા છે તેના હાર્દ અને પરમાર્થ સુધી પહોંચવા માટે આ મહાન ગ્રંથનું અધ્યયન અમાપ ઉપકારક બને તેવું છે.
માટે જ તો આ અને આવા મહાન ગ્રંથનું અધ્યયન કરવાનું આધાર્મિક ભિક્ષા વિના શક્ય જ ન હોય તો તેવા અવસરે તેનો ઉપયોગ કરીને પણ તેનું અધ્યયન કરવાનું ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજી મહારાજે દ્રવ્યગુણપર્યાયના રાસમાં જણાવ્યું છે.
દ્રવ્યાનુયોગનું નિરૂપણ કરતો આ મહાન ગ્રંથ ત્રણ કાંડ અને ૧૬૬ ગાથા જેટલો વિસ્તાર ધરાવે છે. મુખ્યતાએ જેમાં એકાંતવાદનું ખંડન કરવાપૂર્વક અનેકાંતવાદનું પૂર્ણદ્રઢતાથી
સ્થાપન કરાયું છે. આ ગ્રંથની પ્રથમ ગાથામાં જૈન શાસનની પારમાર્થિકસ્તવનારૂપ મંગલાચરણ કર્યા બાદ બીજી જ ગાથામાં જણાવ્યું કે, “જે રીતે પદાર્થનિરૂપણ કરવાથી મંદબુદ્ધિવાળા જીવો આગમનો પરમાર્થ સમજવા સમર્થ થાય તે રીતે હું નિરૂપણ કરીશ.” આ કહીને તેઓશ્રીએ જણાવ્યું કે, આગમના પરમાર્થને પામવા કટિબદ્ધ બનેલા સાધકો માટે અનેકાંતવાદ સમજવો અનિવાર્ય છે. આ ગ્રંથ ભણવાથી બુદ્ધિ અનેકાંતવાદથી પરિકર્મિત થશે અને એ દ્વારા આગમના પરમાર્થને સહેલાઈથી પામી શકાશે.
આ ગ્રંથમાં ગ્રંથકારશ્રીજીએ નયવાદ, પ્રમાણ, સપ્તભંગીનું સ્વરૂપ વગેરેના વર્ણનની સાથોસાથ એકાંતવાદ ઉપર આધારિત તે કાળના પ્રચલિત એવા અનેક મિથ્યાવાદોનું ખંડન કરીને અનેકાંત આધારિત સમ્યગ્વાદનું પ્રસ્થાપન કર્યું છે. એ જ રીતે જૈન પરંપરામાં પણ જે જે વિષયમાં જે જે માન્યતાઓ પ્રચલિત હતી તે માન્યતાઓ તર્કશુદ્ધ ન જણાતાં તેનો પ્રતિપક્ષ સ્વીકારીને તેઓશ્રીએ શાસ્ત્રસાપેક્ષપણે તર્કશુદ્ધ માન્યતાઓને પ્રસ્થાપિત કરી છે.
આ ગ્રંથના પ્રથમ કાંડમાં સમગ્ર જયોના આધાર તરીકે દ્રવ્યાસ્તિકાય અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org