________________
(૩૩) પર્યાયાસ્તિકનયને મૂલાય તરીકે ઓળખાવ્યા છે, એ ઉપરાંત બંને મૂલનયોનો પોતપોતાનો વિષય, અને આ નયના જ વિસ્તારરૂપે સંગ્રહ વગેરે અનેક નયોનું વર્ણન કરાયું છે. વધુમાં સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે, બેમાંથી એક પણ નયની એકાંત માન્યતા સ્વીકારવાથી સંસાર, સુખ-દુઃખ, કર્મબંધ-મોક્ષ વગેરે કોઈપણ રીતે ઘટી શકશે નહિ. આગળ વધીને સપ્તભંગીનું સ્વરૂપ, જીવ અને પુદ્ગલદ્રવ્યનો પરસ્પર એકાકીભાવ, જૈનશાસનની ઔત્સર્ગિક અને અપવાદિક દેશનાનું સ્વરૂપ વગેરે વિષયો વર્ણવ્યા છે. એ વાત પણ સચોટ રીતે સ્પષ્ટ કરવામાં આવી છે કે દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિક નય આ બંનેય મૂલાયો છે અને આ બે મૂલયોમાંથી જ સંખ્યાબદ્ધ બીજા નયી નીકળે છે. આ બધા ગયો જો પરસ્પર સાપેક્ષ હોય તો જ તે પ્રમાણના અંશરૂપ હોઈ સમ્યરૂપ બની શકે છે. અન્યથા નિરપેક્ષ બનેલા તે નયો પ્રમાણના અંશરૂપ ન બનવાને કારણે મિથ્થારૂપ બને છે.
બીજા કાંડમાં ભવસ્થ કેવલજ્ઞાની ભગવંતોનો કે સિદ્ધ ભગવંતોના જ્ઞાનનો ઉપયોગ અને દર્શનનો ઉપયોગ ભિન્ન છે કે અભિન્ન છે ? સમકાળે થાય છે કે ક્રમિક થાય છે? આ પદાર્થનું વર્ણન કરતાં પ્રચલિત ક્રમવાદ અને સહવાદની માન્યતાનું ખંડન કરી બંને ઉપયોગો અભિન્નરૂપે જ છે અને તેથી જ તે સમકાળે હોય છે તે વાતનું વિસ્તૃત વર્ણન કરી અનેક તર્કોના આધારે સ્થાપન કરવામાં આવ્યું છે.
ત્રીજા કાંડમાં પ્રતીત્યવચનનું સ્વરૂપ, ગુણ અને પર્યાયની અભિન્નતા, એકાંત ભેદવાદી અને અભેદવાદીમતનું ખંડન, અનેકાંતવાદની વ્યાપકતા, દરેક પદાર્થોને અનેકાંત દૃષ્ટિથી કઈ રીતે જોવા તેનું ઉદાહરણપૂર્વક વર્ણન, ઉત્પાદ અને વિનાશનું સ્વરૂપ, હેતુવાદ અને શ્રદ્ધાવાદ સ્વરૂપે આગમવચનોનું વિભાજન, કાળ વગેરે પાંચ કારણોમાં સમ્યકરૂપતા અને મિથ્યારૂપતા, સ્યાસ્પદથી નિરપેક્ષ એવા અસ્તિત્વ વગેરે છ પદો અને નાસ્તિત્વ વગેરે છ પદોનું મિથ્યાપણું, શાસ્ત્રની પ્રરૂપણાના અધિકારી માટે આવશ્યક ગુણો, ચરણકરણાનુયોગનો સાર પામવા દ્રવ્યાનુયોગની અનિવાર્યતા વગેરે પદાર્થોનું નિરૂપણ કર્યા બાદ અંતે સર્વ દર્શનોના સમૂહરૂપ શ્રી જિનશાસનની કલ્યાણની કામના કરીને અંતિમ મંગલ કરીને ત્રીજા કાંડના સમાપન સાથે ગ્રંથનું પણ સમાપન કર્યું છે.
આ ગ્રંથના મૂળભૂત શ્લોકોમાં ધરબાયેલા હાર્દને ટીકાકાર મહર્ષિએ સવિસ્તર પ્રગટ કર્યું છે. ટીકાકાર છે તર્કપંચાનન પૂજ્ય આચાર્ય શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજા. તેઓશ્રીએ આ મહાન ગ્રંથ ઉપર ૨૫૦૦૦ શ્લોકપ્રમાણ વિસ્તારવાળી ટીકા બનાવી છે. જેમાં તેઓશ્રીએ પોતાના સમય સુધીમાં ચાલતા પ્રત્યેક દર્શનવાદોનું પૂર્વપક્ષરૂપે સ્થાપન કરીને તેમાં રહેલી એકાંતિકતાનું સર્વગ્રાહી તર્કના સહારે ખંડન કરવાપૂર્વક અનેકાન્તવાદની સુદ્રઢ રીતે સ્થાપના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org