________________
સન્મતિપ્રકરણ
કાષ્ઠ-૧ – ગાથા-૩૬ થી ૪૦ કાલ અને ભાવાદિ ભાવોની અપેક્ષાએ સત્ સ્વરૂપ, તિ સ્વરૂપ જેમ છે. તેમ પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ અને પરભાવને આશ્રયી નાસ્તિસ્વરૂપ પણ અવશ્ય છે જ. તેથી તે વિવક્ષિત ઘટમાં જેવું પર અપેક્ષાએ નાસ્તિપણું છે. તેવું જ 4 અપેક્ષાએ ગતિ પણું પણ અવશ્ય છે જ અને જેવું સ્વ અપેક્ષાએ અસ્તિપણું છે. તેવું જ તેમાં પર અપેક્ષાએ નાસ્તિપણે પણ છે જ. એટલે કે અપેક્ષાવિશેષે બન્ને સ્વરૂપો એક જ ઘટમાં અવશ્ય છે જ. અને તે ક્રમસર બોલવું હોય, સમજવું હોય, તો બોલી શકાય છે. અને સમજી શકાય છે, બીજાને પણ સમજાવી શકાય છે. એમ વારાફરતી એક એક રૂપને કહેવા સ્વરૂપે આ પ્રથમના બે ભાંગા થયા.
(૨) અત્યંત મૂર્દિ = અર્થાન્તરભૂત એટલે કે પોતાનાથી ભિન્ન એવા જે પરપદાર્થો છે. અને પરપદાર્થોના ધર્મો છે. તે સઘળું ય વિવક્ષિત દ્રવ્યની અપેક્ષાએ “પર” કહેવાય છે. અથવા અર્થાન્તરભૂત પણ કહેવાય છે. તે ધર્મોની અપેક્ષાએ વિવક્ષિત વસ્તુ નાસ્તિ રૂપ છે, અસત્ રૂપ છે, અવિદ્યમાન રૂપ છે. જેમ કે વિવક્ષિત એવો ઘટ, એ ઘડા રૂપે ભલે સત્ છે પણ ઘટથી ભિન્ન એવા પટરૂપે તે નાસ્તિ છે. ચૈત્ર નામનો પુરૂષ, તે મૈત્ર નામના માણસ રૂપે નથી. કોઈ પણ પુરૂષ, સ્ત્રીરૂપે નથી, કોઈ પણ સ્ત્રી પુરૂષરૂપે નથી. આમ જગતના સઘળા પણ પદાર્થો સ્વથી ભિન્ન પદાર્થરૂપ કે તેના ધર્મરૂપે નથી. આવા પ્રકારનું નાસ્તિપણું તે વિવક્ષિત પદાર્થમાં અવશ્ય છે જ. માટે પરસ્વરૂપે નાસ્તિપણું એ વિવક્ષિત પદાર્થનું સ્વરૂપ છે.
(3) आईहिं दोहिं समयं वयणविसेसाइयं दव्वं अवत्तव्वयं पडइ = आदिभ्यां द्वाभ्यां સમજં વનવિશેષાતતં દ્રવ્યનવચં પતિ = (ગાથાનાં પદોને આ રીતે જોડવાં) પ્રથમના બન્ને ભાંગાઓનો સાથે વિચાર કરતાં શબ્દોથી અગોચર ભાવવાળું દ્રવ્ય “અવક્તવ્ય” પણાને પણ અવશ્ય પામે જ છે. કોઈ પણ પદાર્થમાં પરદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાલ અને પરભાવની અપેક્ષાએ રહેલું નાપ્તિ પણું અને સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાલ અને સ્વભાવની અપેક્ષાએ રહેલું અતિ પણું એકી સાથે રહેલાં હોવા છતાં પણ તે બન્નેને જો એકીસાથે બોલવાં હોય, અથવા બીજાને સમજાવવાં હોય તો બન્ને વિરોધીભાવોને એકી સાથે કહે એવો કોઈ ઉભયભાવનો વાચક શબ્દ ન હોવાથી તે પદાર્થ યુદ્ ભાવની અપેક્ષાએ “અવક્તવ્ય” પણ અવશ્ય છે જ. તથા યુગપદ્ભાવની અપેક્ષાએ અવક્તવ્ય હોવા છતાં તે સર્વથા અવક્તવ્ય પણ નથી. કારણ કે “અવક્તવ્ય” શબ્દથી તો તે અવશ્ય વક્તવ્ય છે જ. તે માટે આગળ ચાદ્ લગાડીને ચાલ્વવ્ય કહેલ છે. આ ત્રીજો ભાંગો જાણવો.
આ ત્રણે ભાંગામાં એક એક વિષય હોવાથી એકસંયોગી ત્રણ ભાંગા કહેવાય છે. બાકીના ચાર ભાંગા એક-બીજાના વીલનથી થાય છે. પહેલો અને બીજો ભાંગો મેળવીએ તો ચોથો ભાંગો થાય છે. પહેલો અને ત્રીજો ભાંગો મેળવીએ તો પાંચમો ભાંગો થાય છે. બીજો અને ત્રીજો ભાંગો મેળવીએ તો છઠ્ઠો ભાંગો થાય છે. તથા પહેલો-બીજો અને ત્રીજો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org