SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ સન્મતિપ્રકરણ કાડ-૧ - ગાથા-૧૮ ભણાવવાનો રહેશે - આ રીતે સંસાર, જન્મ-મરણ આદિ અવસ્થા, એકભવમાંથી તે જ જીવનું બીજા ભવમાં જવું સંસારમાં અનેક ભવો કરવા. ઈત્યાદિ સંસારવ્યવસ્થા ઘટશે નહીં આ એક દોષ સમજાવ્યો. // ૧૭ || सुहदुक्खसम्पओगो, ण जुजए णिच्चवायपक्खम्मि । एगंतुच्छेयम्मि य, सुहदुक्खवियप्पणमजुत्तं ॥ १८ ॥ (सुखदुःखसम्प्रयोगः, न युज्यते नित्यवादपक्षे । પાન્તો છેટે ૨ સુરવદુઃવિત્પનીયુવતમ્ II ૨૮ ) ગાથાર્થ – એકાન્ત નિત્યવાદના પક્ષમાં સુખ અને દુખનો યોગ ઘટતો નથી, વળી એકાન્ત ઉચ્છેદવાદના પક્ષમાં પણ સુખ અને દુઃખના વિકલ્પો અયુક્ત છે એટલે કે સંભવતા નથી || ૧૮ || વિવેચન - સુખ-દુઃખના યોગનો અભાવ=એકાન્ત નિત્યપક્ષમાં એટલે કે કેવળ એકલો દ્રવ્યાર્થિકનય માનવાથી અને એવી જ રીતે એકાત્ત ઉચ્છેદવાદમાં એટલે કે કેવળ એકલો પર્યાયાર્થિક નય માનવાથી એકનો એક જીવ એકકાલે સુખી અને બીજા કાલે દુઃખી, અથવા એકકાલે દુઃખી એ જ બીજા કાલે સુખી જે સાક્ષાત દેખાય છે તે ઘટશે નહીં. કારણ કે દ્રવ્યાર્થિકનય નિત્યવાદના પક્ષવાળો છે. જે દ્રવ્ય જેવું છે. તે દ્રવ્ય સદાકાળ તેવું જ રહે છે એમ માને છે. તેથી જે સુખી તે સદા સુખી અને જે દુઃખી તે સદા દુઃખી જ રહેશે. તેથી સુખી જીવ કાળાન્તરે દુઃખી થતો અને દુઃખીજીવ કાળાન્તરે સુખી થતો જે દેખાય છે તે સુખ અને દુઃખનો સંયોગ નિત્યવાદના પક્ષવાળા દ્રવ્યાર્થિકનયને એકલાને માનવાથી ઘટશે નહીં. એવી જ રીતે પર્યાયાર્થિકનય એકાન્ત ઉચ્છેદવાદને જ માનનાર છે. તેથી જે જીવ સુખી હોય કે દુઃખી હોય પણ તેને ક્ષણમાત્ર જ રહેવાનું છે. આ નયની દ્રષ્ટિએ કોઈ પણ જીવ બે કે બેથી અધિક ક્ષણ રહેતો જ નથી. તેથી જે સુખી છે તે કાળાન્તરે દુઃખી અને જે દુઃખી છે તે કાળાન્તરે સુખી થાય આ વાતની સંભાવના જ નથી. ક્ષણવ્રયસ્થાયિત્વ જ જો જીવનું નથી તો કોઈ પણ જીવમાં કાલક્રમે આવતા સુખ-દુઃખની કલ્પના જ કેમ સંભવી શકે ? આ રીતે વિચારતાં પ્રથમનો નય માત્ર નિત્યવાદી ધ્રુવવાદી જ હોવાથી અને બીજો નય ઉચ્છેદવાદી–ઉત્પાદવ્યયવાદી જ હોવાથી સંસારમાં ઘરે ઘરે પ્રત્યક્ષ અનુભવાતું અને શાસ્ત્રોમાં અનેક સતી સ્ત્રીઓ અને સપુરૂષોની કથાઓમાં કહેલું સુખી અને દુઃખીપણું કેમ ઘટે ? આ બધી અનુભવસિદ્ધ અને શાસ્ત્રસિદ્ધ વાતો અયુક્ત જ ઠરશે. / ૧૮ . Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy