________________
કાડ-૧ - ગાથા-૨૭
૫૫
સન્મતિપ્રકરણ યથાસ્થાને જોડાણથી અવયવીસ્વરૂપ કાર્ય થાય છે. અવયવી નામનું કાર્ય, અવયવો નામના કારણમાં નથી જ, અસત્ જ છે. પરંતુ યથાસ્થાને અવયવો જોડાવાથી તેમાં અવયવી સ્વરૂપ કાર્ય બને છે. પહેલેથી કારણમાં કાર્ય નથી. પરંતુ પુરુષાર્થવિશેષથી કારણોને યોગ્ય રીતે ગોઠવવાથી તેમાં કાર્ય થાય છે. જેમ કે તજુઓ તે પટ નથી જ, અર્થાત્ તખ્તઓમાં પટ અસત જ છે. (જો પટ સત હોત તો કરવાની જરૂરત જ ન હોત, અને તન્દુઓ માત્રથી શીતત્રાણાદિ પટકાર્ય થઈ જવું જોઈતું હતું પરંતુ તેમ થતું નથી માટે તખ્તઓમાં પટ નથી જ, અસત જ છે.) એટલે જ યથાસ્થાને ગોઠવવાથી તે કાર્ય થાય છે. આ રીતે આ દર્શનકારો અસત્કાર્યવાદી છે
સાંખ્ય આદિ બીજા કેટલાક દર્શનકારો કારણમાં કાર્ય સત્ છે અને પ્રગટ થાય છે. એમ માને છે. જો માટીમાં ઘટ ન હોય અર્થાત અસત હોય અને પ્રગટ થતો હોય તો પત્થરમાંથી કે તસ્તુઓમાંથી પણ ઘટ બનવો જોઈએ. પરંતુ આમ બનતું નથી. માટે સમજાય છે કે માટીમાં જ ઘટ રહેલો છે. તો જ લોકો તેને તેમાંથી જ પ્રગટ કરવા પ્રયત્ન કરે છે. માટે કારણમાં કાર્ય સત્ છે અને જે સત્ હોય છે તે જ પ્રગટ થાય છે. તખ્તઓ પોતે જ પટ રૂપે પરિણામ પામે છે દૂધ જ દહીં રૂપે પરિણામ પામે છે જે અસત્ હોય છે તે ક્યારે ય પણ ઉત્પન્ન થતું નથી જેમ કે આકાશપુષ્પ, વલ્ગાપુત્ર, શશશૃંગ. તેથી જે કાર્ય થાય છે તે કારણમાં સત્ જ છે આવી દલીલો કરીને તે સત્કાર્યવાદને સિદ્ધ કરે છે. આ રીતે જ દૂધનું દહીં થાય વિગેરે પરિણામકૃત કાર્યમાં પણ સમજવું.
આ બન્ને વાદોને ધ્યાનમાં રાખીને સૂત્રકાર કહે છે કે- સમૂસો નો ઉલ્યો નહૈિં, વા પરિમિકો નો લ્યો નëિ = અવયવોના સમૂહથી બનનારો જે પદાર્થ જ્યાં (જે કારણોમાં) છે અને પરિણામરૂપે (રૂપાન્તર માત્ર થવા રૂપે) જે પદાર્થ જ્યાં (જે કારણોમાં) છે. આવા પ્રકારની એકાતે અસત્ કાર્યની જ અથવા એકાન્ત સત્ કાર્યની જ ઉત્પત્તિ થાય છે. આમ જે જે દર્શનકારો માને છે. તે તે એકાન્તવાદ હોવાથી નિયમાં મિથ્યાત્વ છે. આ રીતે અસત્કાર્યવાદના અને સત્કાર્યવાદના એકાન્તવાદનું મિથ્યાત્વ સમજાવ્યું.
હવે પાછલી અડધી ગાથામાં કારણ અને કાર્ય એકાન્ત અભિન્ન અને એકાન્ત ભિન્ન છે એવું માનનારાના એકાત્ત અભેદવાદને અને એકાન્ત ભેદભાવને પણ મિથ્યાત્વ જ કહેવાય છે. આમ ગ્રન્થકારશ્રી સમજાવે છે.
તે તં ” નિયUા મિછત્ત અહીં તે એટલે કે તે તે અવયવો એ જ તે = તે કાર્ય T = નથી. અર્થાત્ તવાત્મક જે અવયવો સ્વરૂપ કારણ છે તે જ પટાત્મક કાર્ય બને છે એમ અભેદ નથી પણ અવયવોથી એકાતે ભિન્ન એવું અવયવી નામનું કાર્ય અવયવોમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org