________________
૩૦૧
સન્મતિપ્રકરણ
કાડ-૩ – ગાથા-૩૪ ગાથાર્થ વિનાશની પણ આ જ વિધિ છે. પરંતુ સમુદાયજનિત વિનાશમાં તે વિનાશ બે ભેદવાળો જાણવો. એક સમુદાયવિભાગ માત્રથી થયેલો અને બીજો અર્થાન્તરભાવગમન સ્વરૂપ. // ૩૪ છે.
વિવેચન - આ ગાથામાં વિનાશના ભેદ સમજાવે છે જો કે ગાથા-૩ર અને ૩૩ ના વિવેચન પ્રસંગે જ ઉત્પાદના પ્રકાર સમજાવતી વેળાએ જ સાથે સાથે વિનાશના ભેદ પણ અમે તે વિવેચનમાં જ સમજાવી દીધેલ છે. કારણ કે વિનાશના ભેદ પણ ઉત્પાદના ભેદની જેમજ છે. કારણ કે કોઈ પણ નવા નવા પર્યાય રૂપે ત્યારે જ ઉત્પાદ થાય છે. જ્યારે તે જુના જુના પર્યાય રૂપે તેનો નાશ થાય છે. તો જ, તેથી નાશના પ્રકાર ઉત્પાદની જેમ જ છે. આ જ વાત ગ્રંથકારશ્રી જણાવે છે કે “વિમસ્ત વિ પણ વિદી” = વિનાશની પણ આ જ વિધિ છે. અર્થાત્ ઉત્પાદ અને વિનાશના ભેદો સમાન છે. જે કંઈ વિશેષતા છે તે જણાવે છે.
જે જે સમુદાયજનિત વિનાશ છે તેના બે વિકલ્પો (ભેદો) છે એક સમુદાયવિભાગ માત્ર અને બીજો અર્થાન્તરગમન છે. પૂર્વે ઉત્પાદના મુખ્ય ભેદ છે, અને ઉત્તરભેદ સાથે ૩ ભેદ આવ્યા હતા. તે આ પ્રમાણે -
ઉત્પાદનો ભેદ
વિશ્રા શ્રસા સમુદાયજન્ય સમુદાયજન્ય
ઐત્વિક
પ્રયત્નજન્ય
પેટાભેદ સાથે પાડેલા આ ૩ ભેદોમાંથી વિનાશના ભેદમાં પ્રથમ ભેદ અને દ્વિતીય ભેદ આમ સમુદાયજન્ય જે બે ભેદ છે. તે બન્નેના બે બે ભેદ થાય છે. એટલે આ ચાર ભેદ થયા અને ત્રીજા નંબરના એકત્વિક વિનાશનો એક જ ભેદ રહે છે. જેથી પેટાદો સાથે વિનાશના કુલ પાંચભેદ થાય છે.
વિનાશના ભેદ
પ્રયત્નજન્ય
વેશ્રસા
સમુદાયકૃત
સમુદાયકૃત
એકત્વિક
વિભાગજાત
અર્થાન્તરગમન વિભાગજાત
અર્થાન્તરગમન
અર્થાન્તરગમન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org