SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ 'સન્મતિપ્રકરણ કાર્ડ-૧ – ગાથા-૩૦ ૬૩ આ પુરૂષ છે આ પુરૂષ છે” આમ એક જ શબ્દથી વાચ્ય બને છે. આ સદશપરિણામ પ્રવાહરૂપ પર્યાય વ્યંજનોચ્ચારણને યોગ્ય છે. તેથી તેને વ્યંજન પર્યાય કહેવાય છે. તેના પેટાભેદરૂપ બાલ7-યૌવનત્વ-વૃદ્ધત્વ એ પણ પાંચ પચ્ચીસ વર્ષો સુધીનો દીર્ઘકાલવત પર્યાય હોવાથી બાલાદિ ભાવે સદેશપર્યાય પ્રવાહ સ્વરૂપ બનવાથી શબ્દોથી વાચ્ય છે તે માટે તે પણ વ્યંજનપર્યાય કહેવાય છે. તેવી જ રીતે બાળકપર્યાય પણ તેના પેટાભેટ સ્વરૂપ તત્કાલજન્યત્વ, સ્તiધયત્વ, પાદચારિત્વ, વક્નકલાયુક્તત્વ ઇત્યાદિ બીજા પેટાપર્યાયોવાળો પર્યાય છે. તે પેટાપર્યાયો પણ બે માસ, છ માસ, બાર માસની વયવાળો બાળક. આદિ પર્યાયો દીર્ઘકાળવાળા હોવાથી અને સ્તનધયાદિ ભાવે સદેશપર્યાયપ્રવાહ ચાર-છ માસ ચાલતો હોવાથી શબ્દવાચ્ય બને છે. તેથી તે પણ વ્યંજનપર્યાય કહેવાય છે. આમ કરતાં કરતાં તે પદાર્થમાં એક-એક સમયવતી એવો જે પર્યાય થાય છે. તે પર્યાય માત્ર એકસમયવતી જ હોવાથી, બીજા જ સમયે તેની અવિદ્યમાનતા હોવાથી, સદેશપર્યાયપ્રવાહ ન ચાલવાથી તેવા સૂમ પર્યાયો પદાર્થમાં છે ખરા, પણ શબ્દોથી બોલી શકાતા નથી. તે માટે તે પર્યાયો અર્થપર્યાય કહેવાય છે. અર્થનિયત (એટલે કે પદાર્થમાં નક્કી રહેલા) આ પર્યાયો છે. પદાર્થમાં રહેલું એક સમયવર્તી પર્યાયાત્મક આ સ્વરૂપ શબ્દોથી અવાચ્ય છે. તેથી તેવા પર્યાયોને અર્થપર્યાય કહેવાય છે. આ રીતે વિચારણા કરતાં સમજાશે કે “પુરૂષમાં રહેલો પુરૂષપણાનો આ વ્યંજનપર્યાય આશરે ૮૦-૧૦૦ વર્ષ સુધી ચાલતો હોવાથી પુરૂષપણાની એમાં કોઈ ક્ષતિ આવતી ન હોવાથી અભેદ્ય છે અભિન્ન છે. અર્થાત્ પુરૂષ સ્વરૂપે તેનો તે જ છે. છતાં બાલ-યૌવન-વૃદ્ધ સ્વરૂપે તે પુરૂષત્વનો પર્યાય ભેદ્ય પણ છે. ભિન્ન પણ છે. અર્થાત્ પુરૂષપણું પણ બાલાદિભાવે બદલાય છે. કારણ કે બાલ્યાવસ્થાપણે વર્તતો પુરૂષ, પુરૂષ હોવા છતાં યુવાવસ્થાયુક્ત પુરૂષપણાનાં કાર્યો તે કરી શકતો નથી. તેમ જ યુવાવસ્થાપણે વર્તતો પુરૂષ, પુરૂષ હોવા છતાં વૃદ્ધાવસ્થાયુક્ત પુરૂષપણાનાં કાર્યો તે કરી શકતો નથી માટે આ વ્યંજનપર્યાય ભેદ્ય પણ છે. આ રીતે આ વ્યંજન પર્યાય ભેદ્ય અને અભેદ્ય એમ ભજનાવાળો છે. પુરૂષપણે અભેદ્ય અને બાલ્યાદિ ભાવે ભેદ્ય છે. પરંતુ એક એક સમયવર્તી પુરૂષપણાનો જે પર્યાય છે કે જે પ્રતિસમયે કંઈકને કંઈક બદલાય છે. તે શબ્દોથી અવાચ્ય છે તથા એક જ સમયવતી હોવાથી તેના ઉત્તરભેદ થતા નથી. માટે તે અર્થપર્યાય કહેવાય છે અને અભેદ્ય કહેવાય છે. આ જ વાત આ ગાથાના ઉત્તરાર્ધમાં સમજાવેલી છે. અર્થપર્યાય એક સમયવતી હોવાથી કાલની અપેક્ષાએ તેના ઉત્તરભેદ ન હોવાથી અભિન્ન છે અને વ્યંજનપર્યાય દીર્ઘકાલવર્તી હોવાથી તેના ઉત્તરભેદોનો સંભવ હોવાથી ઉત્તરભેદ રૂપે ભેદ્ય અને મૂલભેદરૂપે અભેદ્ય એમ બન્ને ભાવો હોવાથી ભજનાવાળો છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy