________________
૨૩૦ કાષ્ઠ-૩ – ગાથા-૭
સન્મતિપ્રકરણ ભાવિમાં તે જ જીવ કારાવાસ અથવા ફાંસીની સજાને પામે છે. આ વાત જગપ્રસિદ્ધ અને અનુભવસિદ્ધ છે. તેથી ચોરી કરવાવાળી અથવા ખુન કરવાવાળી પૂર્વકાલીન જે અવસ્થા છે. તે કારાવાસ કે ફાંસીની સજાવાળી ભાવિની અવસ્થાની સર્જક અવસ્થા છે એટલે કે દોષ સેવનારી જે અવસ્થા છે તે કારણ અવસ્થા છે. અને કારાવાસાદિ જે કાર્ય (ફળ) અવસ્થા છે તે ફળવાળી એટલે કાર્ય અવસ્થા છે. આ રીતે કારણપણે અને કાર્યપણે વર્તતી બન્ને અવસ્થા કારણપણે અને કાર્યપણે કથંચિ અવશ્ય ભિન્ન છે. છતાં સર્વથા ભિન્ન નથી. કારણ કે બન્ને અવસ્થામાં પુરૂષ તેનો તે જ છે. તેથી આ બન્ને કથંચિ અભેદ અવસ્થા પણ અવશ્ય છે જ.
આ જ વાત ગ્રંથકારશ્રી ક્રોધ કરતા એક પુરૂષનું ઉદાહરણ આપીને ભેદભેદ સમજાવે છે કે ક્રોધ કરતો પુરૂષ ક્રોધ કરવા દ્વારા અવિવેકભર્યું વર્તન અને અનુચિત વાણીના ઉચ્ચારણ વડે ચીકણાં કર્મો બાંધે છે. તેનાથી નરકગતિ અથવા તિર્યંચગતિનું આયુષ્ય બાંધે છે. મૃત્યુ પામીને ત્યાં જાય છે. અને ઘણો કાલ વેદવી પડે એવી દુઃખી અવસ્થા પામે છે. આ ઉદાહરણમાં ક્રોધવાળી જે અવસ્થા છે તે ભાવિની દુઃખી અવસ્થાની સર્જક અવસ્થા છે અને ભાવિની નરક-તિર્યંચની દુઃખદાયી જે અવસ્થા છે તે પૂર્વકાલમાં કરેલા ક્રોધના ફળરૂપ, ઉદયકાલસ્વરૂપ અર્થાત્ કાર્યસ્વરૂપ અવસ્થા છે. તેને સુમાણ અવસ્થા કહેવાય છે.
સર્જક અવસ્થા એ કારણભૂત અવસ્થા છે. અને સૃજ્યમાણ અવસ્થા એ કાર્યભૂત અવસ્થા છે. કારણથી કાર્ય કથંચિ ભિન્ન છે. જેમ માટીના પિંડમાંથી ઘટ બનાવાય છે. ત્યાં મૃતિંડાવસ્થા એ કારણ છે અને ઘટાવસ્થા એ કાર્ય છે. ઘટમાં જેમ જલાધારપણું છે તેવું જલાધારપણું મૃર્લિંડમાં નથી. ઘડામાં પાણી ભરાય છે પણ માટીના પિંડમાં પાણી ભરાતું નથી. તેથી તે બન્ને અવસ્થા એક નથી. કંઈક જુદી છે. આ રીતે કારણ-કાર્યભાવ કંઈક ભેદવાલો હોય છે. તેવી જ રીતે ક્રોધવાળી અવસ્થા અને તેનાથી ફલીભૂત નરકાદિ અવસ્થા કંઈક ભિન્ન છે. તેથી જ મૂલગાથામાં કહે છે કે ક્રોધને ઉત્પન્ન કરતો પુરૂષ જીવની ભાવિની દુઃખમય અવસ્થાનો કારક છે. તેથી કારકરૂપ અવસ્થા અને કાર્યરૂપ અવસ્થા અવશ્ય કંઈક ભિન્ન છે.
આમ હોવા છતાં પણ સર્જકાવસ્થાવાળો (ક્રોધભાવે પરિણામ પામેલો) જે જીવ છે. તે જ જીવ ભાવિમાં આવનારી (નરક-તિર્યંચના ભવરૂપ) સૃજ્યમાનાવસ્થા પામે છે. બન્ને પણ અવસ્થામાં કર્તા-ભોક્તા રૂપે એકનું એક જ જીવદ્રવ્ય છે. તેથી કથંચિત્ અભેદ પણ અવશ્ય છે જ. જેમ કે મૃપિંડ અને ઘટ એમ બન્ને અવસ્થામાં માટી તેની તે જ છે.
મૃતિંડ એ કારણ અને ઘટ એ કાર્ય આમ અવસ્થા ભેદે ભિન્ન હોવા છતાં પણ મૃતિંડમાં અને ઘટમાં એમ બન્નેમાં મૃત્તિકા (માટી) દ્રવ્ય તેનું તે જ છે. આ રીતે પર્યાયભેદે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org