________________
સન્મતિપ્રકરણ
કાણ્ડ-૩ – ગાથા-૭
૨૨૯
ઘટપણે અભેદ અને પ્રતિસમયના બદલાતા અર્થપર્યાયની અપેક્ષાએ ભેદ અવશ્ય છે જ. સામાન્ય-વિશેષની અને ભેદાભેદની આ ચર્ચા અતિશય સુંદર અને સૂક્ષ્મબુદ્ધિજનક છે એટલે સ્યાદ્વાદ સમજવાના અર્થી જીવોએ જરા પણ કંટાળ્યા વિના નિરંતર આવા વિષયોનું વાંચન કરવું. અને સ્થિરચિત્તે ઘણું મનન કરવું. તથા ઊંડો અભ્યાસ કરવો.
ટીકામાં કહ્યું છે કે - વર્તમાનેષ પરિળામે સ્વવરૂપતા સલવાભવતામ્, अधोमध्योर्ध्वादिरूपेण च भेदाभेदात्मकता च भजनागतिमासादयति द्रव्यम् । यत एकगुण· कृष्णत्वादयोऽनन्तप्रकारास्तत्र गुणविशेषास्तषां च मध्ये केनचिद् गुणविशेषेण युक्तं तत् । तथाहि - कृष्णं द्रव्यं तद्द्रव्यान्तेण तुल्यं अधिकं ऊनं वा भवेत् ? प्रकारान्तराभावात्, प्रथमपक्षे सर्वथा तुल्यत्वे तदेकत्वापत्तिः उत्तरपक्षयोः सङ्ख्येयादिभागगुणवृद्धिहानियां षट्स्थानकप्रतिपत्तिरवश्यंभाविनी ।
આ પ્રમાણે સર્વ દ્રવ્યોમાં જાણવું. ॥ ૬ ॥
ગાથા ૫-૬ માં કુંડલ-ઘટ વિગેરેનાં ઉદાહરણ આપીને પુદ્ગલમાં ભેદાભેદ સમજાવ્યો. એ જ પ્રમાણે આ ગાથામાં પુરૂષનું ઉદાહરણ આપીને જીવમાં ભેદાભેદ (આત્માની અંદર અનેકાન્તતા) સમજાવે છે.
कोवं उप्पायंतो पुरिसो, जीवस्स कारओ होइ ।
तत्तो विभयव्वो, परम्मि सयमेव भइयव्वो ।। ७ ।।
कोपमुत्पादयन् पुरुषो, जीवस्य कारको भवति । तस्माद् विभक्तव्यः, परस्मिन् स्वयमेव भक्तव्यः ॥ ७ ॥
ગાથાર્થ - ક્રોધને ઉત્પન્ન કરતો એવો પુરૂષ આ જીવની (ભાવિ) અવસ્થાનો કારક છે. તેથી વિશેષે ભેદ યોગ્ય છે. પરભવમાં સ્વયં પોતે જ રહે છે. માટે અભેદ પણ છે. આમ ભજનાગતિ જાણવી. || ૭ ||
અથવા કટુવચન બોલતો એવો પુરૂષ પરમાં (કષાયાધીન એવા કોઈકમાં) ક્રોધને ઉત્પન્ન કરતો છતો તે જીવના ક્રોધનો કારક છે અને (કષાય વિજેતા એવા) પરમાં ક્રોધ ન ઉત્પન્ન કરતો છતો અકારક પણ છે. તેથી ભજનાગતિવાળું દ્રવ્ય છે (આવો બીજો અર્થ પણ ટીકામાં છે). | ૭ |
વિવેચન - કોઈ પણ સંસારી આત્મા વર્તમાનકાલમાં શુભ અથવા અશુભ એવી જે કંઈ મન-વચન અને કાયાની કરણી કરે છે તેનાથી જ તેની ભાવિ સારી-નરસી પરિસ્થિતિ સર્જાય છે. જેમ કે કોઈએ ચોરી કરી, અથવા ખુન કર્યુ આવા દોષ સેવનને લીધે કાલાન્તરે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org