SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ કાડ-૨ – ગાથા-૧૯ સન્મતિપ્રકરણ અસંખ્યખંડુક કે વિપુલમતિપણું કહ્યું છે તે વધુમાં વધુ આટલું જ અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન પ્રગટે છે. એમ તે પ્રગટવાની સીમા છે. પણ અવધિજ્ઞાન આટલું જ છે મનઃ પર્યવજ્ઞાન આટલું જ છે એમ ન સમજવું. કારણ કે જો એમ જ હોય તો અસંખ્યાત ખંડુકની સીમા શા માટે ? જો અસંખ્યાત ખંડુકમાં રૂપી દ્રવ્ય હોત તો જોઈ શકત તેમ અનંતખંડુકમાં કે અલોકમાં ક્યાંય પણ રૂપીદ્રવ્ય હોય તો જોઈ શકત આમ કેમ ન કહ્યું? એટલે આ બધી જે કંઈ સીમાઓ કહી છે તે અવધિજ્ઞાનની કે મન:પર્યવજ્ઞાનની નથી, તેના ક્ષયોપશમભાવની (પ્રગટ થવા પણાની) સીમા છે. તેથી બાકી રહેલા જ્ઞાનને આ આવરણો ઢાંકે જ છે. તથા વળી આ ચારે જ્ઞાનો ક્ષયોપશમભાવનાં છે અને ક્ષયોપશમ ભાવ સદા ઉદયની સાથે જ હોય છે. તેથી ચઉનાણી મહાત્માને પણ આ પાંચ જ્ઞાનાવરણીયકર્મનો ઉદય અવશ્ય હોય છે. વળી મતિ-શ્રુત અને અવધિ આ ત્રણ જ્ઞાનવાળા મહાત્મા પુરૂષો સામાન્યથી ૪ થી ૧૨ ગુણસ્થાનક સુધીમાં વર્તતા હોય છે. અને મન:પર્યવજ્ઞાનવાળા ૬ થી ૧૨માં વર્તતા હોય છે. ત્યાં આ પાંચ પ્રકૃતિઓનો ધુવોદય કહેલ છે. આ રીતે જે જે ઉત્કૃષ્ટ શ્રુતધર છે અવધિજ્ઞાની છે કે મન:પર્યવજ્ઞાની છે તે તે મહાત્માઓ ધર્મદેશના આદિ દ્વારા સભાને કેવલીની તુલ્ય સંતોષ આપનારા હોવાથી ઉપચારે કેવલી કહેવાય છે. આવા પ્રકારના છઘસ્થ અવસ્થામાં વર્તતા ઔપચારિક કેવલીને આશ્રયીને આ સઘળા આગમપાઠોમાં “જ્યારે જાણે ત્યારે ન જુએ” વિગેરે કહેવાયેલું છે. તેઓ છવસ્થ હોવાથી તેઓમાં ક્રમસર ઉપયોગ અને ઉપયોગભેદ પણ ઘટી શકે છે. માટે કુશલ પુરૂષોએ અર્થની સંગતિને અનુસાર તે તે સૂત્રોનો વિભાગ (વિશિષ્ટ અર્થ) કરવો જોઈએ. શાસ્ત્રમાં પણ આવું એક વાક્ય આવે છે કે “વ્યસ્થાનો વિશેષ પ્રતિપત્તિ ” કોઈ પણ સૂત્રનું વિશેષ વ્યાખ્યાન (વિવેચન-વિવક્ષા) કરવાથી જ વધારે વધારે બોધ થાય છે. તે ૧૮ . જો જ્ઞાન અને દર્શન આ બન્ને એક જ શક્તિનાં બે નામો જ હોય તો મન:પર્યવજ્ઞાનમાં દર્શનશબ્દનો પ્રયોગ કેમ નથી? એટલે કે શાસ્ત્રોમાં મન:પર્યવદર્શન કેમ કહેવાતું નથી ? તે હવે જણાવે છે. जेण मणोविसयगयाणं, दंसणं णत्थि दव्वजायाण । तो मणपज्जवणाणं, णियमा णाणं तु णिद्दिट्टुं ॥ १९ ॥ येन मनोविषयगतानां, दर्शनं नास्ति द्रव्यजातानाम् । ततो मनःपर्यवज्ञानं, नियमाद् ज्ञानं तु निर्दिष्टम् ॥ १९ ॥ ગાથાર્થ - જે કારણથી મનના વિષયમાં આવેલાં દ્રવ્યસમૂહમાં (મનોવર્ગણાના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy