________________
૧૫૯
સન્મતિપ્રકરણ
કાર્ડ-૨ – ગાથા-૧૯ પુગલસમૂહમાં) દર્શન (સામાન્યબોધ) નથી. તેથી જ મન:પર્યવજ્ઞાનને નિયમાં જ્ઞાન જ કહેલું છે. તે ૧૯ ||
| વિવેચન - ઉપરની ગાથાઓમાં જ્ઞાન અને દર્શનની ઘણી લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી, તે ચર્ચાથી એક અર્થ એ ફલિત થાય છે કે જે કેવલજ્ઞાન છે. તે જ કેવલદર્શન છે. જ્ઞાન અને દર્શન ભિન્ન ભિન્ન ઉપયોગ નથી. એક જ ઉપયોગનાં બે નામો છે. તો મન:પર્યવજ્ઞાન સ્વરૂપ જે જ્ઞાનશક્તિ છે તેને જ મન:પર્યવ-દર્શન જૈનશાસ્ત્રોમાં કેમ કહ્યું નથી? આવી શંકા અહીં થાય છે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનાત્મક જે જ્ઞાનશક્તિ છે તે ઇન્દ્રિયજન્યબોધ હોવાથી તેનાં ચક્ષુદર્શન-અચક્ષુદર્શન નામ શાસ્ત્રોમાં છે. અવધિજ્ઞાનમાં અવધિદર્શન નામ શાસ્ત્રમાં છે. કેવલજ્ઞાનમાં કેવલદર્શન નામ શાસ્ત્રમાં છે તેથી મન:પર્યવજ્ઞાનમાં જ આ શંકા ઉઠે છે. કે મન:પર્યવજ્ઞાનની શક્તિને જેમ મન:પર્યવજ્ઞાન કહેવાય છે. તેમ તે જ જ્ઞાનશક્તિને મન:પર્યવદર્શન પણ કહેવું જોઈએ. અથવા મન:પર્યવમાં જેમ કેવલ જ્ઞાનશબ્દ જ વાપર્યો છે. તેમ કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં પણ એક જ શક્તિ હોવાથી જ્ઞાનશબ્દનો જ પ્રયોગ કેમ કર્યો નથી ? અને દર્શન-જ્ઞાન બે શબ્દપ્રયોગો શા માટે છે ?
આ શંકાનો ઉત્તર આપતાં ગ્રન્થકારશ્રી કહે છે કે જે જ્ઞાન છે તે જ દર્શન છે, અને જે દર્શન છે તે જ જ્ઞાન છે. એક જ શક્તિનાં જોવા અને જાણવાની ક્રિયાત્મદે બે નામ છે. આવી વ્યાખ્યા જે સમજાવવામાં આવી છે. તે કેવલીને આશ્રયી જાણવી. કારણ કે તે નિરાવરણ હોવાથી સર્વ ભાવોને જાણે છે અને સાક્ષાત્ જુએ છે. સર્વજ્ઞ છે એટલે સર્વને (સામાન્ય અને વિશેષને એમ બન્નેને) તેઓ જાણે છે, એકલા વિશેષમાત્રને જ જાણે છે. એમ નહીં, તથા સર્વદર્શી છે એટલે સર્વને (સામાન્ય અને વિશેષને એમ બન્નેને) તેઓ દેખે છે. એકલા સામાન્યમાત્રને જ દેખે છે એમ નહીં. આ રીતે જ્ઞાન અને દર્શન બન્ને નામો એક જ શક્તિનાં છે પણ તે માત્ર કેવલજ્ઞાની પરમાત્મામાં જ જાણવું. છગ્રસ્થમાં નહીં કારણ કે છઘસ્થ જીવ સાવરણ છે. આવરણવાળા જીવોમાં તો સામાન્ય ધર્મોનો જે બોધ છે તે દર્શન છે અને વિશેષધર્મોનો જે બોધ છે તે જ્ઞાન છે. આમ દર્શન અને જ્ઞાન ભિન્ન ભિન્ન છે અને તેનો ઉપયોગ પણ અન્તર્મુહૂર્ત અન્તર્મુહૂર્ત ભિન્ન ભિન્ન છે. તથા પ્રથમ નિયમો દર્શનોપયોગ જ હોય છે. તેનો વિશેષ ઉહાપોહ તથા ચિંતન મનન કરતાં કરતાં પછી જ જ્ઞાનોપયોગ પ્રવર્તે છે. આવા જીવોને ચિંતન-મનન-ઉહાપોહ કરવું જ પડે છે. તે કરવાથી જ વિશેષબોધ થાય છે અન્યથા વિશેષબોધ થતો જ નથી. સામાન્યબોધ જ રહે છે.
કેવલી ભગવાનમાં તેવું નથી. ત્યાં ચિંતન-મનન નથી, ચિંતન-મનન કરવાથી કેવલીને વિશેષબોધ થાય એવું નથી. તેથી કેવલીમાં તો જે દર્શન છે. તે જ જ્ઞાન કહેવાય છે. પરંતુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org