SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ કાષ્ઠ-૨ – ગાથા-૧૯ સન્મતિપ્રકરણ છપ્રસ્થમાં પૂર્વકાલવર્તી જે સામાન્યબોધ છે તે દર્શન છે અને પશ્ચાત્કાલવર્તી જે વિશેષબોધ છે તે જ્ઞાન છે. આમ છઘસ્થમાં ક્રમવર્તી ઉપયોગભેદ હોય છે. મતિ-શ્રત અને અવધિજ્ઞાનવાળા આત્માઓ પોત પોતાના વિષયને પ્રથમ સામાન્યપણે જ જાણે છે. અને પછી વિશેષપણે જાણે છે તેથી તે ત્રણમાં પ્રથમ દર્શન અને પછી જ્ઞાન થાય છે એમ કહેલ છે. પરંતુ મન:પર્યવજ્ઞાનની બાબતમાં કંઈક જુદુ જ છે. તે એ છે કે મન:પર્યવજ્ઞાનનો વિષય અઢીદ્વીપવર્તી સંજ્ઞી પંચેન્દ્રિય જીવો વડે મન રૂપે પરિણમાવાયેલ મનોવર્ગણાના સ્કંધો છે. તે સ્કંધોને આ જ્ઞાન પહેલેથી જ સ્વાભાવિક રીતે જ વિશેષપણે જ જાણે છે. સામાન્યપણે જાણવું તે આ જ્ઞાનનો સ્વભાવ જ નથી. આ કારણે સામાન્યપણે જાણવા પણું ન હોવાથી મન:પર્યવજ્ઞાનમાં મન:પર્યવદર્શન કહ્યું નથી. જ્યારે જ્યારે છદ્મસ્થને આશ્રયી જ્ઞાન અને દર્શનની વ્યાખ્યા કરાય છે. ત્યારે ત્યારે સામાન્યબોધ તે દર્શન અને વિશેષબોધ તે જ્ઞાન આમ વ્યાખ્યા કરવી અને પૂર્વકાલંમાં દર્શન તથા પશ્ચાત્કાલમાં જ્ઞાન આવું ક્રમવર્તિપણું લેવું. ફક્ત કેવલીમાં આમ ન લેવું. નિરાવરણ હોવાથી સૂર્યના પ્રકાશની જેમ પહેલેથી જ સર્વવસ્તુઓને સામાન્ય અને વિશેષ એમ બન્ને રૂપે જાણે છે અને જુએ છે. તેથી જે જ્ઞાન છે તે જ દર્શન છે આવો અર્થ કેવલીમાં કરવો. મન:પર્યવજ્ઞાનવાળો આત્મા છઘ0 જ છે. એટલે પ્રથમ દર્શન અને પછી જ્ઞાન થવું જોઈએ પરંતુ મન:પર્યવજ્ઞાનનો એવો સ્વભાવ જ છે કે પ્રથમથી જ સ્વગ્રાહ્ય વિષયને વિશેષપણે જ જાણે, સામાન્યપણે નહીં, તેથી ત્યાં દર્શન કહ્યું નથી. જ્ઞાન જ કહ્યું છે. ટીકામાં કહ્યું છે કે - યતો મન:પર્યાયજ્ઞાનવિષયમતીનાં પરમનોવ્યવિશેષા વિરોષरूपतया बाह्यस्य चिन्त्यमानस्य घटादेर्लिङ्गिनो गमकतोपपत्तेः दर्शनं सामान्यरूपं नास्ति द्रव्यरूपाणां चिन्त्यमानालम्बनपरमनोद्रव्यगतानां चिन्त्याविशेषाणां विशेषरूपतया बाह्यार्थगमकत्वात् तद्ग्राहि मनःपर्यायज्ञानं विशेषाकारत्वाद् ज्ञानमेव, ग्राह्यदर्शनाभावाद् ग्राहकेऽपि तदभावः, ततो मनःपर्यायाख्यो बोधो नियमाद् ज्ञानमेवागमे निर्दिष्टो न तु दर्शनम् । केवलं तु सामान्यविशेषोपयोगैकरूपत्वात् केवलं ज्ञानं केवलं दर्शनं चेत्यागमे निर्दिष्टम् । અહીં એક પ્રશ્ન એવો થાય કે સામાન્ય ધર્મો જાણ્યા વિના પ્રથમથી જ વિશેષધર્મોનો બોધ કેમ થાય ? તેનો ઉત્તર આટલો જ માત્ર છે કે “આ જ્ઞાનનો આવો સ્વભાવ છે” જ્યાં સ્વભાવ ઉત્તર આવે છે ત્યારે પુછવાનું કંઈ રહેતું જ નથી. જેમકે ગામડીયા અભણ માણસને ગામડીયો કંઈક ભણેલો એટલે કે વિશિષ્ટ ભણતરની અપેક્ષાએ અભણ માણસ, પોતાની સામાન્ય ભાષામાં જે સમજાવી શકે છે તે વિશેષ ભણેલો વિદ્વાન-વકીલ કે બેરિસ્ટર તે અભણ પુરૂષને સમજાવી શકતો નથી. કારણ કે તેઓની ભાષા પ્રથમથી જ ઉંચી (વિશેષ) જ હોય છે. જેને સામાન્ય માણસ સમજાવી શકે છે તેને વિશેષજ્ઞ સમજાવી શકતો નથી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy