________________
સન્મતિપ્રકરણ કાર્ડ-૨ – ગાથા-૨૦
૧૬૧ કારણ કે તેઓની ભાષા જ અથવા તેઓનું જ્ઞાન જ સ્વાભાવિક રીતે વિશેષ જ હોય છે. તેમ મન:પર્યવજ્ઞાનની શક્તિ પહેલેથી જ વિશેષને જ જાણવાની છે. માટે ત્યાં દર્શન કહ્યું નથી. ll૧૯ો.
જો કેવલજ્ઞાન અને કેવલદર્શન આમ એક જ શક્તિનાં બે નામો છે પણ દર્શન એ જ્ઞાનથી કોઈ જુદુ તત્ત્વ નથી. તો જૈનશાસ્ત્રોમાં જે પાંચ જ્ઞાન અને ચાર દર્શન કહ્યાં છે એમાં જ્ઞાન-દર્શન ભિન્ન ભિન્ન કેમ ગણાવે છે ? તેનો ઉત્તર ગ્રન્થકારશ્રી આપે છે -
चक्खुअचक्खुअवहिकेवलाण समयम्मि दंसणविअप्पा । परिपढिया केवलणाणदंसणा तेण ते अण्णा ॥ २० ॥ चक्षुरचक्षुरवधिकेवलानां समये दर्शनविकल्पाः । परिपठिताः केवलज्ञानदर्शने तेन ते अन्ये ॥ २० ॥
ગાથાર્થ - જૈન શાસ્ત્રોમાં ચક્ષુ, અચકું, અવધિ અને કેવલ એવા દર્શનના ચાર વિકલ્પો કહેલા છે. તેથી તે કેવલજ્ઞાન અને કેવલદર્શન એમ તે બન્ને કથંચિ ભિન્ન ભિન્ન પણ કહેલાં છે. #Roll
વિવેચન - છઘસ્થ આત્મામાં સાવરણતા હોવાથી પ્રથમ સામાન્ય જાણીને ઉહાપોહ કરતાં કરતાં તે છઘસ્થ આત્મા વિશેષ જાણે છે. તેથી ત્યાં દર્શન પ્રથમ થાય છે. પછી જ્ઞાન થાય છે. આમ કાલભેદથી દર્શન અને જ્ઞાનમાં ભેદ સંભવે છે. તથા પ્રથમ સામાન્યને જાણે છે તેને દર્શન કહેવાય છે. પછી વિશેષને જાણે છે તેને જ્ઞાન કહેવાય છે આમ ગ્રાહ્યના ભેદથી પણ દર્શન અને જ્ઞાનમાં ભેદ છે. આ રીતે છઘસ્થમાં તો કાલભેદથી અને ગ્રાહ્યભેદથી (વિષયના ભેદથી) દર્શન અને જ્ઞાનમાં ભેદ ઘટે છે. પરંતુ કેવલી પરમાત્મા તો એક જ સમયમાં સામાન્ય અને વિશેષ એમ સર્વભાવોને સાક્ષાત્ જાણતા હોવાથી સમયભેદ કે વિષયભેદ (ગ્રાહ્યભેદ) સંભવતો જ નથી. તો પછી કેવલજ્ઞાન અને કેવલદર્શનને ભિન્ન ભિન્ન કહેવાનું કારણ શું ?
તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે કેવલજ્ઞાન અને કેવલ દર્શનમાં સમયભેદ (કાલભેદ) ભલે નથી, તથા વિષયભેદ (ગ્રાહ્યભેદ) પણ ભલે નથી. તો પણ જૈનશાસ્ત્રોમાં સર્વ ઠેકાણે ચક્ષુદર્શન અચક્ષુદર્શન અવધિદર્શન અને કેવલદર્શન આમ ચાર પ્રકારનાં દર્શન કહેલાં છે. આવા પ્રકારના જૈનદર્શનના શાસ્ત્રીય જે વ્યવહારો છે તે જ દર્શનભેદની પ્રસિદ્ધિનું કારણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org