________________
કાણ્ડ-૨ – ગાથા-૨૦
સન્મતિપ્રકરણ
પ્રશ્ન - પરંતુ જૈનદર્શનના શાસ્ત્રીય વ્યવહારો પણ કોઈ પણ જાતના પ્રયોજન વિના આવા પ્રકારના કેમ પ્રસિદ્ધ થયા ? જૈન શાસ્ત્રકાર ભગવંતો પણ આ તો જાણે જ છે કે કેવલજ્ઞાની પરમાત્મા એક જ સમયમાં સામાન્ય-વિશેષ એમ સર્વભાવોને જાણે-દેખે છે તો શાસ્ત્રકારોએ પણ આવો ભેદવ્યવહાર કેમ કર્યો ?
૧૬૨
ઉત્તર - કેવલજ્ઞાનનું કામ જગતના સર્વદ્રવ્યોના ત્રૈકાલિક સામાન્ય અને વિશેષ એમ સર્વ પર્યાયોને જાણવાનું છે અને કેવલદર્શનનું કામ આ જ ત્રૈકાલિક સામાન્ય અને વિશેષ સર્વપર્યાયોને સાક્ષાત્કાર કરવાનું અર્થાત્ દેખવાનું છે. જેમ આપણે ચક્ષુરિન્દ્રિય દ્વારા ભગવાનની મૂર્તિને સાક્ષાત્ દેખીએ પણ છીએ અને જેટલો શાસ્રાનુભવ હોય તેટલો બોધ તે મૂર્તિમાં કરીએ પણ છીએ, તેની જેમ ‘જાણવું તે જ્ઞાન અને દેખવું તે દર્શન', કેવલી પરમાત્મા કેવલી હોવાથી ચક્ષુની સાહાય્ય વિના આત્મસાક્ષીએ જ આખા જગતને જુએ છે અને જાણે છે. આમ કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં કાલભેદ ભલે નથી. વિષયભેદ (ગ્રાહ્યભેદ) ભલે નથી. તો પણ “ક્રિયાભેદ” છે આત્માની એક જ ચેતનાશક્તિ જાણવાની અને જોવાની એમ બે ક્રિયા કરે છે. ભલે આત્મશક્તિ રૂપ ચેતના એક જ હોય છે. તો પણ તે ચેતનાશક્તિ જોવામાં પ્રવર્તે છે તેથી તેને દર્શન કહેવાય છે. અને આ જ ચેતનાશક્તિ જાણવામાં પ્રવર્તે છે તેથી તેને જ્ઞાન કહેવાય છે. આમ એક જ શક્તિ એક જ કાલે બે પ્રકારની (જાણવાની અને જોવાની) ક્રિયા કરે છે. તેથી તે એક શક્તિનો ક્રિયાભેદે ભેદ છે. તેથી જ જૈનશાસ્ત્રોમાં જ્ઞાનદર્શન આવા જુદા શબ્દ ભેદો છે. તથા કેવલજ્ઞાન અને કેવલદર્શન જુદાં જુદાં ગણાવ્યાં છે.
વિષયની ગ્રાહક એવી ચેતનાશક્તિ જુદી-જુદી નથી, એક જ ચેતનાશક્તિમાં બન્ને પ્રકારના (સામાન્ય અને વિશેષ) ધર્મો જણાતા અને દેખાતા હોવાથી ગ્રાહ્યભેદ પણ નથી, એક જ સમયમાં બધા જ ભાવો જણાતા હોવાથી કાલભેદ પણ નથી. આમ ગ્રાહકભેદ, ગ્રાહ્યભેદ અને કાલભેદ નથી. પરંતુ જોવાની અને જાણવાની એમ બે પ્રકારની ક્રિયા હોવાથી ક્રિયાભેદે બે જુદાં જુદાં નામોનો શાસ્ત્રીય વ્યવહાર પ્રસિદ્ધ છે. કેવલજ્ઞાન તથા કેવલદર્શનમાં ઉપરોક્ત વાત જાણવી. ચક્ષુ-અચક્ષુ અને અવધિદર્શનમાં ક્ષાયોપશમિક ભાવ હોવાથી ગ્રાહ્યભેદ પણ છે. કાલભેદ પણ છે. ક્રિયાભેદ પણ છે. તેથી જ ચેતનાશક્તિ બે ભાગમાં વહેંચાઈ જતાં ગ્રાહકભેદ પણ થાય છે. ॥ ૨૦ II
છદ્મસ્થ જીવોમાં મતિ-શ્રુત-અવધિજ્ઞાનમાં સામાન્યને જાણે તે દર્શન અને વિશેષને જાણે તે જ્ઞાન, આમ ગ્રાહ્યના ભેદની અપેક્ષાએ જેમ દર્શન અને જ્ઞાન જુદાં જુદાં કહ્યાં છે. તેવી જ રીતે કેવલીમાં પણ સામાન્યને જાણે તે દર્શન અને વિશેષને જાણે તે જ્ઞાન આવો અર્થ કરીને બીજા કેટલાક એકદેશીય આચાર્યો ગ્રાહ્યના ભેદથી કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org