________________
સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૨૦
૨૬૩ છે. એટલે કે વિવક્ષિત એવો તે પુરૂષ તો સામાન્ય પુરૂષમાત્ર જ છે. પણ તે પુરૂષ કંઈ જન્મમાત્રથી પિતા પુત્ર કે પૌત્ર ઇત્યાદિ ધર્મોપેતપણે જન્મ્યો નથી. આ સંબંધો તો સંબંધના વિશથી જ માત્ર આરોપાય છે. અને આ વાત તમને પણ સ્વીકાર્ય છે. તથા જેમ એક જ પુરૂષ સામાન્યપણે પુરૂષમાત્ર જ હોવા છતાં પણ લાકડીના સંબંધથી લાકડીવાળો કહેવાય છે. પુસ્તકના સંબંધથી પુસ્તકવાળો કહેવાય છે અને દુધના સંબંધથી દુધવાળો કહેવાય છે. તેવી જ રીતે કેરી આદિ પુદ્ગલ દ્રવ્યો પણ રસનેન્દ્રિયના સંબંધથી રસવાળાં, અને ચક્ષુરિન્દ્રિયના સંબંધથી રૂપવાળાં, અને ધ્રાણેન્દ્રિયના સંબંધથી ગંધવાળાં કહેવાય છે. આમ જ માનો તો ચાલે તેમ છે. ગુણો અને પર્યાયો શા માટે માનવા? વિશેષો નથી જ. તેથી નક્કી થાય છે કે વાસ્તવિક તો સામાન્ય માત્ર જ છે.
પુરૂષ તે વાસ્તવિક પુરૂષાદ્વૈત જ છે. છતાં પુત્ર-પિતા-દાદા આદિના સંબંધથી પિતાપુત્ર-પૌત્ર કહેવાય છે. લાકડી-પુસ્તક અને દુધના સંબંધથી લાકડીવાળો-પુસ્તકવાળો અને દુધવાળો જેમ કહેવાય છે તેવી જ રીતે આમ્રફલાદિ દ્રવ્યો પણ દ્રવ્યાàતમાત્ર જ છે. (તેમાં રસ-રૂ૫ ગંધ આદિ ગુણો અને પર્યાયો નથી જ.) છતાં તે તે ઇન્દ્રિયોના સંબંધથી રસ-રૂપ અને ગંધાદિ ગુણોનો અને પર્યાયોનો વિશેષ વ્યવહાર થાય છે. આમ માનીએ તો ચાલે તેમ છે. તો શા માટે દ્રવ્યમાં રહેલા અને દ્રવ્યથી કથંચિત્ ભિન્ન એવા ગુણ-પર્યાયો છે. આમ માનવું જોઈએ ? અભેદ જ છે આમ કેમ ન મનાય ?
તથા વળી આમ્રફલાદિ દ્રવ્યો દ્રવ્યાàત માત્ર જ છે. તેમાં ગુણ-પર્યાય જેવું ભિન્ન તત્ત્વ કોઈ છે જ નહીં. ફક્ત તે તે ઇન્દ્રિયોના સંબંધના વશથી જ રસ-રૂપ-ગંધ આદિ ગુણોવાળાપણું (સંબંધિપણું) તેમાં જણાય છે. આમ માનીએ તો કોઈ દોષ જણાતો નથી. જો આ વાત એકવાર સિદ્ધ થયેલી માનીએ અને સાચી છે. આમ માનીએ તો તેની જેમ જ આ વાત વધારે આગળ પણ સિદ્ધ થાય છે કે જેમ સંબંધ માત્રથી સંબંધિપણું સિદ્ધ થયું તેની જેમ સંબંધની વિવિધતાને લીધે સંબંધિની વિવિધતા પણ આમ જ સિદ્ધ થશે. એમ માની લેવું જોઈએ. એટલે કે જુદા જુદા આમ્રફળનો કાલભેદે રસનેન્દ્રિય સાથે સંબંધવિશેષ ભિન્ન ભિન્ન થયો તેથી તેમાં રસની પણ ભિન્ન-ભિન્નતા જણાઈ. પ્રથમકાલે આમ્રફળનો રસનેન્દ્રિય સાથે જે સંબંધ છે. તે આમ્રફળની અંદરની આમ્લતાને જણાવનારો હતો અને ઉત્તરકાલે થયેલો તે જ રસનેન્દ્રિયની સાથે બીજા આમ્રફળની સાથેનો સંબંધ કાલભદવાળો હોવાથી વિશેષ સંબંધને લીધે મધુરતાને જણાવનારો બન્યો. તથા એકફળની સાથેનો સંબંધ જે પ્રથમકાલે થયો તે અલ્પમધુરતાને જણાવનારો બન્યો અને બીજા ફળની સાથેનો સંબંધ જે બીજાકાલે થયો તે કાલભેદના કારણે દ્વિગુણમધુરતાને જણાવનારો બન્યો. આમ જ માની લઈએ તો ચાલે તેમ છે. આ રીતે ઇન્દ્રિયોની સાથેના સંબંધોની જ વિવિધતાથી વિશેષતાથી) સંબંધી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org