SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ કાડ-૩ – ગાથા-૨૧ સન્મતિપ્રકરણ એવા રસ-રૂપ-ગંધ આદિ ગુણો અને પર્યાયો, તથા તેની તરતમતા રૂપ સંબંધિનું વૈવિધ્યપણું (એટલે કે વિશેષપણું) એમ બન્ને પણ જણાઈ જશે. સારી રીતે સિદ્ધ થઈ જશે. તેથી ગુણપર્યાયો ભિન્ન માનવાની હે આચાર્યશ્રી ! જરૂર નથી. ટીકામાં કહ્યું છે કે - સવિશ્વસામાન્યવશાત્ ઃ સમ્બન્ધિત્વામચિમ્ અનુમતિ તવ, ननु सम्बन्धविशेषद्वारेण तथैव सम्बन्धिविशेषोऽपि किं नाभ्युपगम्यते ॥ २० ॥ એકાન્તઅભેદવાદીની આ દલીલ સામે સિદ્ધાન્તકારશ્રી ઉત્તર આપે છે કે - जुज्जइ संबंधवसा संबंधिविसेसणं ण पुण एयं । णयणाइ विसेसगओ, रूवाइ विसेसपरिणामो ॥ २१ ॥ युज्यते सम्बन्धवशात् सम्बन्धिविशेषणं न पुनरेतत् । नयनादिविशेषगतः रूपादिविशेषपरिणामः ॥ २१ ॥ ગાથાર્થ સંબંધના વશથી સંબંધિપણું હજુ ઘટી શકે, પરંતુ પાદિગુણોની વિશેષતાનો પરિણામ નયનાદિ ઇન્દ્રિયોના સંબંધવિશેષથી કરાયેલો છે આ વાત (સંબંધમાત્રથી) ઘટતી નથી. ૨૧ | વિવેચન - પુરૂષમાં લાકડીના સંબંધથી લાકડીવાળાપણું, પુસ્તકના સંબંધથી પુસ્તકવાળાપણું, દૂધના સંબંધથી દૂધવાળાપણું, પુત્રના સંબંધથી પિતાપણું, પિતાના સંબંધથી પુત્રપણું, દાદાના સંબંધથી પૌત્રપણું આ બધા વ્યવહારો જે થાય છે. તેમાં પુરૂષ એ ઉપાદાન કારણ છે. અને લાકડી પુસ્તક-દૂધ-પુત્ર-પિતા અને દાદા આદિ પદાર્થો નિમિત્તકારણ છે. જો કે આ ઉદાહરણોમાં પણ તે તે નિમિત્તકારણોને લીધે પુરૂષનામનું ઉપાદાનકારણ પણ લાકડીવાળાપણે, પુસ્તકવાળાપણે, દૂધવાળાપણે, પિતાપણે, પુત્રપણે અને પૌત્રપણે પરિણામ પામે જ છે. તો જ તેવા તેવા વ્યવહારો થાય છે. ઉપાદાન કારણ અપરિણામી દ્રવ્ય હોય અને નિમિત્તમાત્રના સંબંધથી જ આ વ્યવહારો થતા હોય તેમ બનતું નથી. તે તે ઉદાહરણોમાં પણ ઉપાદાનકારણભૂત એવો તે પુરૂષ લાકડી-પુસ્તક આદિના સંબંધકાળે તેવા તેવા ભાવે પરિણામ પામે જ છે કારણ કે જ્યારે પુરૂષના હાથમાં લાકડી હોય છે ત્યારે “હું લાકડીવાળો છું” આવો ભાવ તેના હૈયામાં પ્રગટે છે અને તે લાકડીના યોગે વિશિષ્ટ બળ પણ તેમાં પ્રગટે છે. એટલે પરિણામી દ્રવ્ય છે છતાં ચૂલવ્યવહારી જીવો વડે ઉપાદાનકારણભૂત પુરૂષમાં આ રૂપાન્તર (પરિણામોત્તર) જલ્દી જલ્દી દૃષ્ટિગોચર થતું નથી. એટલે થોડીવાર માની લઈએ કે લાકડી-પુસ્તક-દુધ-પુત્ર-પિતા અને દાદા આદિ નિમિત્તકારણોના સંબંધમાત્રથી તેવા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy