SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૨ - ગાથા-૧૨ ૧૪૩ વિવેચન - સર્વે પણ વસ્તુઓનું સાકારપણે-વિશેષપણે જે ગ્રહણ છે તે વ્યક્તબોધ છે. સ્પષ્ટબોધ છે. અને તે જ સર્વે વસ્તુઓનું નિરાકારપણે - સામાન્યપણે જે ગ્રહણ છે તે અવ્યક્તબોધ અર્થાત્ અસ્પષ્ટબોધ છે. જ્ઞાન અને દર્શન શબ્દોના આ અર્થો પ્રસિદ્ધ છે. હવે ક્ષીણ આવરણવાળા એટલે કે સર્વથા નિરાવરણ બનેલા એવા શુદ્ધ-બુદ્ધ-નિરંજન એવા આ કેવલી પરમાત્મામાં વ્યક્તબોધ અને અવ્યક્તબોધ આવો ભેદ શી રીતે સંભવે ? કારણ કે આવો ભેદ તો જ્યાં આવરણીયકર્મનો ઉદય હોય ત્યાં જ હોઈ શકે. આ ભેદ આવરણકૃત હોવાથી છદ્મસ્થમાં ઘટી શકે. પરંતુ કેવલી પરમાત્મામાં ન હોઈ શકે. માટે ક્રમવાદ માનો કે સહવાદ માનો પરંતુ ક્ષીણાવરણવાળા કેવલી પરમાત્મામાં વ્યક્તબોધ અને અવ્યક્તબોધ એવા બે ભેદ અર્થાત્ જ્ઞાન-દર્શનનો ભેદ સંભવતો જ નથી. સામાન્યાત્મક અને વિશેષાત્મક એવા ઉભયાત્મકશેયને જાણનારો અને જોનારો એવો એકસ્વભાવાત્મક કેવલીનો બોધ હોય છે. ટીકા - જ્ઞાનસ્ય હિ વ્યńતા પં, વનસ્ય પુનરવ્યસ્તતા, ન ચ ક્ષીળાવરને અતિ व्यक्तताऽव्यक्तते युज्येते । ततः सामान्यविशेषज्ञेयसंस्पृशी उभयैकस्वभाव एवायं केवलिप्रत्ययः ।। ૧ ।। अदिट्टं अण्णायं च, केवली एव भासइ सया वि । एगसमयम्मि हन्दि वयणवियप्पो न संभवइ ।। १२ ।। अदृष्टमज्ञातञ्च केवल्येव भाषते सदाऽपि । एकसमये हन्दि, वचनविकल्पो न सम्भवति ॥ १२ ॥ ગાથાર્થ - કેવલી પરમાત્મા સદાકાલ અદૃષ્ટને અને અજ્ઞાતને જ બોલનારા ઠરશે. આ કારણે જ કેવલી ભગવાન સમસ્ત વસ્તુને એક સમયમાં જ પરિપૂર્ણપણે જોઈને અને જાણીને જ બોલે છે. આવો શાસ્ત્રોક્ત વચનવિકલ્પ (બોલવાનો વ્યવહાર) ઘટશે નહીં. ॥ ૧૨ ॥ વિવેચન - કેવલી પરમાત્મા સર્વથા નિરાવરણ હોવાથી ત્રણે કાળના ત્રણે લોકના સર્વદ્રવ્યોના સર્વપર્યાયોને જાણનારા અને જોનારા છે એવું ત્રિકાલાબાધિત શાસ્રવચન છે. પરંતુ ક્રમવાદ માનવામાં કે સહવાદ માનવામાં ઉપરોક્ત શાસ્ત્રવચન સંભવતું જ નથી કારણ કે ક્રમવાદ પ્રમાણે પ્રથમ સમયે સાકારોપયોગ હોવાથી જાણે છે પણ દર્શનોપયોગ ન હોવાથી જોતા નથી એટલે તેનો અર્થ એ થાય છે કે તેઓ અદૃષ્ટને જાણે છે અને બીજા સમયે દર્શનોપયોગ છે. પણ જ્ઞાનોપયોગ નથી, એટલે જે કંઈ દેખે છે. તે સઘળું જ્ઞાત નથી આવો અર્થ થાય છે. અર્થાત્ બીજા સમયે અજ્ઞાતને (નહીં જાણેલાને) દેખે છે. આ પ્રમાણે શેષ સર્વસમયોમાં જાણવું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy