________________
૩૬૦
કાણ્ડ-૩ – ગાથા-૫૪-૫૫
સન્મતિપ્રકરણ
પાપનો યોગ અને તજ્જન્ય સુખદુઃખ પણ ઘટે. તથા સંસારમાં દેખાતી ચિત્ર વિચિત્રતા પણ સંભવે. તેથી આત્મા જેવું સૂક્ષ્મ, અર્દશ્ય, અરૂપી અસંખ્યપ્રદેશી, લોકાકાશપ્રમાણ, શરીરપ્રમાણોની અવગાહના વાળું, સ્વાભાવિકપણે અનંતગુણોનું સ્વામી, પરદ્રવ્યના યોગે વૈભાવિકપણે પરિણામ પામનારૂં પરિણામી એવું સ્વતંત્ર દ્રવ્ય છે આમ માનવું તે સાચુ સ્વરૂપ હોવાથી સમ્યક્ત્વનું પ્રથમ સ્થાન છે.
આત્મા સ્વીકાર્યા પછી તે આત્મા દ્રવ્યરૂપે અનાદિકાળથી છે અને દ્રવ્યરૂપે અનંતકાળ રહેશે. પ્રત્યેકસમયે કર્મ આદિ અન્ય દ્રવ્યોના યોગે આ આત્મા પરિવર્તનશીલ પરિણામી હોવા છતાં પણ મૂલભૂત દ્રવ્યપણે ધ્રુવ છે. નિત્ય છે. આમ સ્વાવ નિત્ય છે. આમ માનવું તે સમ્યક્ત્વનું બીજું સ્થાન છે. આમ માનવાથી ઈશ્વરે આ જગત બનાવ્યું નથી. પણ જીવ પોતે જ પોતાના શુભાશુભ કર્મોનો કર્તા છે. અને કર્મોના ઉદયથી તે તે પર્યાયોને પામનાર છે. આ વાત સિદ્ધ થાય છે.
આ જીવ જ શુભાશુભ અધ્યવસાય પ્રમાણે કાર્પણ વર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરીને શુભાશુભ કર્મસ્વરૂપે બાંધનાર છે. અર્થાત્ કર્મોનો કર્તા છે. આમ સિદ્ધ થાય છે, આ જીવ જ પોતાની સુખી-દુઃખી એવી ભાવિની અવસ્થા સરજનાર છે. પણ ઈશ્વર સુખદુઃખ આપે છે. એમ નથી. તેમજ અન્ય પણ કોઈ કર્તા નથી. જીવ જ કર્મોનો કર્તા છે. જીવમાં જ શુભાશુભ પરિણામ આવતા હોવાથી તેવા તેવા પરિણામના આધારે આ જીવ જ કર્મ બાંધે છે. આમ સ્વાત્ ાં માનવો આ સમ્યક્ત્વનું ત્રીજું સ્થાન છે.
=
જે ચોરી કરે છે તે જ કારાવાસના ફળને પામે છે. જે ખૂન કરે છે તે જ ખુની તરીકે ગુન્હેગાર થઈને દંડ પામે છે. તેમ પ્રત્યક્ષ દેખાય છે. માટે જે જીવ કર્મોનો કર્તા છે તે જ જીવ કર્મોનો ભોક્તા છે. કર્તા-ભોક્તા એક દ્રવ્ય જ હોઈ શકે છે. પ્રકૃતિતત્ત્વ કર્મો કરે અને આત્મતત્ત્વ કર્મ ભોગવે છે. આવું નથી. તથા આત્મા કર્મો કરે અને પ્રકૃતિતત્ત્વ કર્મ ભોગવે આ વાત પણ બરાબર નથી. તથા આ આત્મા શુદ્ધ-બુદ્ધ-નિરંજન છે અને પ્રકૃતિ જ સંસારનું બધું નાટક ચલાવે છે. આમ પણ નથી. આત્મા મૂળભૂત સ્ફટિક જેવો નિર્મળ હોવા છતાં પણ પૂર્વ બદ્ધ મોહોદયથી વિકારી પણ છે વૈભાવિક પરિણામવાળો પણ છે અને તે પ્રમાણે નવા-નવા કર્મોનો કર્તા અને ભોક્તા પણ છે આ પ્રમાણે સ્વાર્ મોત્તા માનવો આ સમ્યક્ત્વનું ચોથું સ્થાન છે.
હવે જો આ જીવ કર્મો કરી શકે છે તો તે જ જીવ કર્મો તોડી પણ શકે છે. જે જીવમાં જ્ઞાનાદિ ગુણોનો ઉઘાડ તરતમ ભાવે હાલ દેખાય છે. તો ક્યાંઈક તેનો અંત પણ હોઈ જ શકે છે. અર્થાત્ સર્વથા ઉઘાડ પણ થાય જ છે. જે જે ગુણો હીનાધિકપણે પ્રગટ થતા હોય છે. તેનો અંત પણ ક્યાંઈક હોય જ છે. તેથી આત્મા સર્વજ્ઞ-સર્વદર્શી થઈ શકે છે અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org