________________
સન્મતિપ્રકરણ કાષ્ઠ-૩ – ગાથા-પ૬-૫૭
૩૬૧ નિર્વાણ એટલે મોક્ષ પણ છે જ. મોક્ષમાં આ જીવ અશરીરી, સ્વભાવસુખમગ્ન, વિભાવિકપરિણતિથી સર્વથા રહિત, કર્મોનો અકર્તા-અભોક્તા-જન્મ મરણરહિતપણે વર્તે છે ઉર્ધ્વગતિ જવાનો જીવનો સહજ સ્વભાવ હોવાથી લોકના અંતે જઈને રહે છે. અલોકમાં ધર્માસ્તિકાયાદિની સહાયતા ન હોવાથી અલોકમાં જતો નથી. આમ દ્િ મોક્ષ માનવો તે સમ્યત્વનું આ પાંચમું સ્થાન છે.
જો નિર્વાણ (મોક્ષ) જગતમાં છે. તો તેના ઉપાયો પણ અવશ્ય છે. જ્ઞાન-દર્શનચારિત્ર કે જેને શાસ્ત્રોમાં રત્નત્રયી કહેવાય છે. તેની સમ્યગ્દકારે આરાધના અને સાધના કરવાથી અને આત્માના તે મૂલભૂત વાસ્તવિક ગુણો હોવાથી તે ગુણોની સાધના કર્મોનો ક્ષય કરાવી શકે છે. કર્મ અને ધર્મ આ બન્ને તત્ત્વો સામસામી દિશાવાળાં છે. ધર્મની વૃદ્ધિ થતાં જ કર્મોનો નાશ થાય છે. માટે રત્નત્રયીની સાધના રૂપ ધર્મ જ નિર્વાણનો ઉપાય છે. આમ થાત્ મોક્ષોપાય: માનવું આ સમ્યકત્વનું છઠું સ્થાન છે. આ પ્રમાણે “માત્મા નાસ્તિ' ઇત્યાદિ ૬ સ્થાનો તથા “માત્મા તિ' ઇત્યાદિ છ સ્થાનો આમ બન્ને પ્રકારનાં છ છ સ્થાનો જો એકાન્તવાદથી સ્વીકારાય તો તે સ્થાનો મિથ્યાત્વનાં છે અને “હાત્મા મસ્તિ” ઇત્યાદિ સાપેક્ષતાપૂર્વકનાં જે ૬ સ્થાનો છે. તે સમ્યકત્વનાં છે. તે પ૪-૫૫ |
કોઈ પણ વ્યક્તિની સાથે ધર્મચર્ચા કરીએ અથવા ધર્મસંબંધી સામાન્ય વાદ કરીએ અથવા રાજયસભામાં વાદમાં ઉતરીએ પણ જો અને કાનદષ્ટિ ન રાખીએ અને એકાન્તદૃષ્ટિવાળા બનીએ તો નિયમા હાર જ ખાઈએ; કદાપિ વિજય ન થાય પણ પરાભવ જ થાય, તે બાબત સમજાવીને અનેકાન્તદૃષ્ટિ જ સાચી છે. યથાર્થ છે અને વિજય અપાવનાર છે. એ સમજાવે છે -
साहम्मउ व्व अत्थं, साहेज्ज परो विहम्मओ वा वि । अण्णोण्णं पडिकुट्ठा, दोण्णवि एए असव्वाया ॥ ५६ ॥ दव्वट्ठियवत्तव्वं, सामण्णं पज्जवस्स य विसेसो । एए समोवणीआ, विभज्जवायं विसेसंति ॥ ५७ ॥ साधर्म्यत इवार्थं साधयेत्परो वैधर्म्यतो वाऽपि । अन्योन्यं प्रतिकुष्टौ, द्वावपि एतावसद्वादौ ।। ५६ ॥ द्रव्यार्थिकवक्तव्यं, सामान्यं पर्यायस्य च विशेषः । एतौ समुपनीतौ विभज्यवादं विशेषयतः ॥ ५७ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org