________________
૨૧૬ કાડ-૩ – ગાથા-૨
સન્મતિપ્રકરણ ટીકાકારશ્રી જણાવે છે કે “મતિ દ્રવ્યમ્' આમ બોલવામાં “ગતિ' = સત્તા નામના સામાન્યમાં દ્રવ્ય એવા વિશેષનો, અને “ઘટઃ તિ'' ત્યાં ઘટ નામના વિશેષમાં મતિ રૂપ સામાન્યનો વચનવ્યવહાર થાય છે. માટી નામના દ્રવ્ય વિના ઘટવિશેષ હોતો નથી, અને ઘટાદિ કોઈ પણ વિશેષ વિના સામાન્ય એવું મૃદ્રવ્ય હોતું નથી. તેથી સર્વે પદાર્થો સામાન્યાત્મક અને વિશેષાત્મક છે. અર્થાત્ દ્રવ્ય-પર્યાયાત્મક છે. વિશેષમાવે सामान्यस्याप्यन्यथाभावप्रसक्तेः, तथा तदभावे (सामान्याभावे) तस्याप्यभावप्रसङ्गात् (વિશેષસ્થામાવપ્રફ) | ૨ |
જો એકાન્ત વિશેષો વિનાનું સામાન્ય અને સામાન્ય વિનાનું વિશેષ માનવામાં આવે તો શું દોષ આવે? તે જણાવે છે ?
एगंतणिव्विसेसं, एगंतविसेसियं च वयमाणो । दव्वस्स पज्जवे, पज्जवा हि दवियं णियत्तेइ ॥ २ ॥ एकान्तनिर्विशेषं, एकान्तविशेषितं च वदन् । द्रव्यस्य पर्यायान्, पर्यायेभ्यो हि द्रव्यं निवर्तते ॥ २ ॥
ગાથાર્થ - એકાને નિર્વિશેષ (વિશેષ વિનાના) એવા સામાન્યને, તથા એકાન્ત વિશેષને જ, (સામાન્ય વિનાના વિશેષને જ) કહેતો એવો વક્તા દ્રવ્યમાંથી દ્રવ્યના પર્યાયોને, અને પર્યાયોમાંથી દ્રવ્યને દૂર કરે છે. (એકાન્ત અલગ કરે છે.) II ૨ /
વિવેચન - પહેલી ગાથામાં સમજાવ્યું તેમ સામાન્ય એ વિશેષોથી અને વિશેષ એ સામાન્યથી ભરેલું જ છે. અર્થાત્ કથંચિદ અભિન્ન છે. છતાં જે જે દર્શનકારો એકાન્ત નિર્વિશેષ માને છે. એટલે કે વિશેષ વિનાનું કેવલ એકલું સામાન્ય માત્ર જ છે આમ જેઓ માને છે અને કહે છે તેઓએ વસ્તુને જોઈને માત્ર સામાન્યવિષયક જ્ઞાન કરવું જોઈએ, માત્ર સામાન્ય વિષયક વાણીનું ઉચ્ચારણ કરવું જોઈએ, વિશેષોને તો વિચારમાંથી વાણીમાંથી અને વ્યવહારમાંથી કાઢી નાખવા જોઈએ, જેમ કે પાંચ તોલા સોનામાંથી બનાવાતા કડુકુંડલ-કેયુર અને હાર ઇત્યાદિ વિશેષોને જોઈને આ સોનું જ છે આ સોનું જ છે આ સોનું જ છે. આવો જ વિચાર-વાણી અને વ્યવહાર કરવો જોઈએ, કડા-કુંડલ આદિના વિચારો મનમાં લાવવા જોઈએ નહીં, કડા-કુંડલ આદિ વિશેષોનો વચનોચ્ચાર પણ કરવો જોઈએ નહીં, તે તે વિશેષોને આશ્રયી ભાવવધારો આપવો-લેવો જોઈએ નહીં, કડુ જે હાથે પહેરાય છે. કુંડલ જે કાને પહેરાય છે કેયુર (કંદોરો) જે કેડ ઉપર પહેરાય છે અને હાર જે ગળે પહેરાય છે. તેને બદલે ગમે તે અલંકાર ગમે તે સ્થાને પહેરાવા જોઈએ. કારણ કે તેમાં આવા વિશેષો તમારા મતે છે જ નહીં. પરંતુ આ સંસારમાં ક્યાંય આવું બનતું નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org