________________
સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૨
૨૧૭ અનુભવમાં પણ આવું આવતું નથી. તે માટે એકાન્તનિર્વિશેષની આ માન્યતા પ્રત્યક્ષાદિ પ્રમાણોથી વિરૂદ્ધ હોવાથી સર્વથા ખોટી છે. આ માન્યતા સ્વીકારતાં દ્રવ્યમાંથી પર્યાયો (વિશેષો) સર્વથા અલગ (દૂર) થઈ જાય છે. વિશેષો તેમાં છે જ નહીં માત્ર સામાન્ય જ છે. આવો અર્થ થાય છે. જે ઉચિત નથી.
એવી જ રીતે આખું વૃક્ષ એક વૃક્ષ તરીકે જ દેખાવું-મનાવું અને બોલાવું જોઈએ. તેમાં શાખા-પ્રશાખા-ફલ-ફળ આદિના જે ભેદો (વિશેષો) દેખાય છે. તે ભેદો (વિશેષા) વિચારમાં વાણીમાં અને ખાવા-સુંઘવા આદિના વ્યવહારોમાં જે દેખાય છે. અનુભવાય છે તે દૂર કરીને આખા વૃક્ષનો સામાન્ય વૃક્ષમાત્ર તરીકે જ વિચાર-વાણી વ્યવહાર થવો જોઈએ. પણ આમ થતું નથી. દુનીયામાં પણ આવું અનુભવાતું નથી. માટે આ એકાન્ત નિર્વિશેષની માન્યતા બરાબર નથી. આખા શરીરનો શરીર તરીકે જ વચનોચ્ચાર અને વ્યવહાર થવો જોઈએ. હાથપગ-મુખ-પેટ આમ વિશેષ-વિશેષ અવયવ રૂપે જે વ્યવહાર થાય છે તે થવો જોઈએ નહીં. પણ થાય છે. તેથી એકાન્ત નિર્વિશેષ એવા સામાન્યની માન્યતા યુક્તિસંગત નથી. તેવી જ રીતે એકાન્ત વિશેષને જ માનવું અને સામાન્યને ન માનવું અર્થાત્ સામાન્ય વિનાનું કેવલ એકલું વિશેષ માત્ર જ છે. આમ માનવું તે પણ ઉચિત નથી. કારણ કે તેમ માનવાથી પર્યાયોમાંથી (વિશેષોમાંથી) દ્રવ્ય (નામનું સામાન્ય) દૂર થઈ જાય છે. ધ્રુવતત્ત્વ જ ઉડી જાય છે. કડુ-કંકણ-કેયુર-હાર ઇત્યાદિ વિશેષો જ માત્ર હોય અને તેમાં સુવર્ણ નામનું છુવાશ દ્રવ્ય ન હોય આવું કેમ બને ? સુવર્ણદ્રવ્ય તો સર્વેમાં અનુભવાય જ છે. તથા શાખા-પ્રશાખાફૂલ-ફળ ઇત્યાદિ વિશેષો જ માત્ર હોય અને સામાન્ય વૃક્ષ ન હોય, આમ કેમ બને? હાથપગ-માથુ-પેટ ઇત્યાદિ અવયવવિશેષ જ હોય અને શરીર નામનો અવયવી સામાન્ય ન હોય આવું કેમ બને? દોરા વિના મણકાની માળા કેમ બને? તેમજ મણકા વિના કેવળ એકલા દોરાની માળા પણ કેમ બને? જીવદ્રવ્ય નામના સામાન્ય વિના બાલ્યાદિ અવસ્થાસ્વરૂપ વિશેષો અને બાલ્યાદિ અવસ્થારૂપ વિશેષો વિના સામાન્ય એવા જીવદ્રવ્યનું હોવાપણું કેમ ઘટે ? તેથી એકલા વિશેષોને જ માનનારાએ અને સામાન્યને નહીં માનનારાએ ઉપરોક્ત સામાન્યદ્રવ્યના વિચારો, વચનો અને વ્યવહારો મનમાંથી કાઢી નાખવા જોઈએ. “આ પણ સોનું છે. આ પણ સોનું જ છે” ઇત્યાદિ સામાન્યદ્રવ્યનો વચનોચ્ચાર જે થાય છે તે વચન વ્યવહાર પણ દૂર કરી દેવો જોઈએ. તથા સામાન્ય દ્રવ્યમાત્રને માનીને થતી લેવડ-દેવડની પ્રવૃત્તિમય વ્યવહાર પણ ત્યજી દેવો જોઈએ. પણ આમ કંઈ બનતું નથી. તેથી આ માન્યતા પણ ખોટી જ છે.
આ સંસારમાં સર્વ પદાર્થોમાં ધ્રુવાંશે રહેલા દ્રવ્યસામાન્યનો અને ઉત્પાદ-વ્યય રૂપે બદલાતા પર્યાયવિશેષનો વ્યવહાર, વચનોચ્ચાર અને તે સંબંધી માનસિક વિચારો સર્વજન સાધારણમાં અબાધિતપણે અનુભવાય છે. માટે સકલપદાર્થો સામાન્યાત્મક પણ છે. અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org