________________
૨૧૮
કાર્ડ-૩ – ગાથા-૩-૪
સન્મતિપ્રકરણ વિશેષાત્મક પણ છે. ધૃવાત્મક પણ છે અને ઉત્પાદ-વ્યયાત્મક પણ છે. દ્રવ્યાત્મક પણ છે અને પર્યાયાત્મક પણ છે. તેથી દ્રવ્યથી પર્યાયો, અને પર્યાયોથી દ્રવ્ય કથંચિ અભિન્ન પણ છે જ. આ પ્રમાણે સામાન્યથી વિશેષ અને વિશેષથી સામાન્ય કથંચિત્ અભિન્ન અવશ્ય છે જ. આ સિદ્ધ કર્યું. એકાન્ત એકને જ માનનાર વાદી કાં તો દ્રવ્યનો અપલાપક થાય છે. કાં તો પર્યાયનો અપલાપક થાય છે. સામાન્યવાદી પર્યાયોનો અપલાપક બને છે અને વિશેષવાદી દ્રવ્યનો અપલાપક બને છે. તેને જ દ્રવ્યમાંથી પર્યાયોની અને પર્યાયોમાંથી દ્રવ્યની નિવૃત્તિ . કરી આમ કહેવાય છે. દ્રવ્યમાંથી પર્યાયો કાઢી નાખ્યા, અને પર્યાયોમાંથી દ્રવ્ય કાઢી નાખ્યું. આમ કહેવાય છે. આ રીતે આ એકાન્તવાત પ્રત્યક્ષ વિરૂદ્ધ હોવાથી બરાબર નથી. રા.
સામાન્ય અને વિશેષ સ્વરૂપ અનેકાત્મક વચન જ આત પુરૂષનું હોય છે. તેનાથી ઈતર વચન, ઈતર પુરૂષનું (અનાનું) હોય છે તે સમજાવે છે -
पच्चुप्पन्नं भावं, विगयभविस्सेहिं जं समण्णेइ ।
યં પડુવા, વ્યંતરપિસિનં ૨ ૫ રૂ ૫ दव्वं जहा परिणयं, तहेव अत्थित्ति तम्मि समयम्मि । विगयभविस्सेहिं उ, पज्जएहिं भयणा विभयणा वा ।। ४ ॥
સંસ્કૃત છાયા प्रत्युत्पन्नं भावं, विगतभविष्यद्भ्यां यत् समन्वेति । एतत्प्रतीत्यवचनं, द्रव्यान्तरनिश्रितं यच्च ॥ ३ ॥ द्रव्यं यथा परिणतं, तथैवास्तीति तस्मिन्समये । विगतभविष्यैस्तु पर्यायैर्भजना विभजना वा ॥ ४ ॥
ગાથાર્થ - જે વચનવ્યવહાર વર્તમાનકાળના વસ્તુસ્વરૂપને, ભૂત તથા ભાવિ પર્યાયોની સાથે સમન્વય કરે છે. તે વચનવ્યવહાર પ્રતીત્યવચન કહેવાય છે તથા જે વચનવ્યવહાર એક દ્રવ્યનો અન્યદ્રવ્યોની સાથે સમન્વય કરાવનાર હોય છે. તે વચનવ્યવહાર પણ પ્રતીત્યવચન કહેવાય છે. / ૩ //
જે દ્રવ્ય, જે (વર્તમાનકાલીન) સમયમાં જેવું પરિણામ પામ્યું છે તે દ્રવ્ય તે (વર્તમાનકાલીન) સમયમાં તેવું અવશ્ય છે જ. પરંતુ તે દ્રવ્યના જ અતીત અને અનાગત પર્યાયોની સાથે તે દ્રવ્યનો અભેદ પણ છે. અને ભેદ પણ છે. | ૪ |
વિવેચન - પ્રતીત્ય વચન કોને કહેવાય? તે સમજાવે છે. પ્રતીતિપૂર્વક (પૂરેપૂરી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org