________________
સન્મતિપ્રકરણ
કાર્ડ-૧ – ગાથા-૧ હોવાથી કુત્સિતતાને પામે છે. એવી જ રીતે સાંખ્યદર્શન નિત્યતાને જ બતાવતું છતું પર્યાયનો અપલાપ કરતું હોવાથી કુત્સિતતાને પામે છે. આમ સર્વત્ર સમજવું. આ જૈનશાસન જ જગતના પદાર્થોનું જેવું સ્વરૂપ છે તેવું જ સ્વરૂપ સાપેક્ષ એવા બન્ને નયોથી બતાવતું હોવાથી ઉપરોક્ત દર્શનોના એકાન્તવાદનું નિરસન (ખંડન) કરે છે. ખોટાને ખોટા તરીકે સાબિત કરે છે. કોઈનો પણ પક્ષપાત કર્યા વિના સત્યને સત્ય તરીકે જાહેર કરનાર આ એક જ જૈનદર્શન છે.
- આ રીતે આ જૈનશાસન (૧) સિદ્ધ છે. (નિર્દોષપણે પ્રસિદ્ધ છે. એટલે કે ગુણોથી ભરેલાપણે પ્રસિદ્ધ છે.) (૨) યથાર્થ પદાર્થોનું પ્રતિપાદન કરનાર છે. અને (૩) એક એક નયને પકડીને મિથ્યા પ્રરૂપણા કરનારા કુત્સિત (નિંદનીય) દર્શનોનું નિરસન કરનાર છે. આવા શાસનને ગ્રંથના પારંભમાં હું યાદ કરું છું. સ્મૃતિગોચર કરૂં છું. ભાવથી વંદન-પ્રણામ કરું . જે શાસને તત્ત્વો સમજવા માટેની દિવ્યવૃષ્ટિ આપી છે. અલૌકિક ઉપકાર કર્યો છે. આંખમાં સાચા તત્ત્વોનું સાચું સ્વરૂપ સમજવા માટેનું સાપેક્ષ નયવાદ સ્વરૂપ અંજન આંજી વૃષ્ટિને નિર્મળ કરી છે. દ્રષ્ટિને દિવ્ય બનાવી છે. તેવા શાસનને એટલે કે ભવને જિતનારા એવા દેહધારી અરિહંત પરમાત્માના શાસનને (વાણીને) વારંવાર કોટિ કોટિ નમસ્કાર હોજો. આ મંગલાચરણ થયું.
ન = આ પદ મવનિVTV પદનું તથા સવાયા પદનું વિશેષ્યવાચી પદ છે. જિનેશ્વર તીર્થંકર પરમાત્માનું આ શાસન છે. હવે તે તીર્થંકર પરમાત્મા કેવા છે ? તે સમજાવવા માટે તેઓશ્રીના બે વિશેષણો લખે છે (૧) ૩ોવમસુદં ર ૩વાયા અને (૨) મનપITUાં. આ બન્ને વિશેષણોનો અર્થ આ પ્રમાણે છે.
૨. મોવમસુદં ર ૩વવUi = અનુપમ સુખ છે જેમાં એવા સ્થાનને (મુક્તિસ્થાનને) પામેલા = પામનારા એવા જિનેશ્વર તીર્થકર ભગવંતોનું આ શાસન છે. પાંચ ઇન્દ્રિયોના વિષયજન્ય જે સુખ છે તે ક્ષણિક સુખ છે પરાધીન સુખ છે. પદ્ગલિક પદાર્થોને પરવશ સુખ છે અને તે પૌગલિક પદાર્થો મેળવવા ધનોપાર્જન આદિ કરવામાં જ સમસ્ત કાળ ચાલ્યો જાય છે. વિષયોના ભોગથી તૃપ્તિ થતી નથી. પણ તેની તૃષ્ણા વધે છે તથા વાસ્તવિકપણે તે સુખ જ નથી. કેવળ દુઃખના પ્રતિકારરૂપ છે. જયારે મુક્તિમાં રહેલું જે આત્મિકગુણોનું સુખ છે. તે અનંતકાળ સ્થાયિ સુખ છે સ્વાભાવિક છે. આત્મત્તિક છે. સકલવ્યાબાધારહિત છે. સર્વસુખાતિશાયિ સુખ છે. તથા સ્વાધીન સુખ છે. માત્ર સ્વદ્રવ્યને જ આભારી છે. તેના માટે ધનોપાર્જન કે કાલનિર્ગમન કરવો પડતો નથી. તેથી આ સુખ અનુપમ સુખ છે. આવા પ્રકારના અનુપમસુખવાળા મુક્તિસ્થાનને આ ભવનું આયુષ્ય પૂર્ણ થતાં જ નિકટના કાળમાં જ આ તીર્થકર ભગવન્તો પામવાના છે. તેથી ભાવિમાં ભૂતવો ઉપચાર કરીને આવા પ્રકારના અનુપમ સુખવાળા સ્થાન પામેલા એવા તીર્થંકર પરમાત્માઓ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org