________________
૩૨૬ કાડ-૩ – ગાથા-૪૨
સન્મતિપ્રકરણ પણ રહેલી છે. આ રીતે પ્રતિસમયે ૧૫૮ માંની કેટલીક કર્મ પ્રકૃતિઓના ઔદયિક ભાવજન્ય અને કેટલીક કર્મપ્રકૃતિઓના ક્ષયોપશમભાવજન્ય અને કેટલાક પારિણામિકભાવજન્ય પર્યાયો આ જીવદ્રવ્યમાં પ્રતિસમયમાં બદલાય છે. જે જ્ઞાનીની દૃષ્ટિએ બહુ-બહુ (અનંત) ઉત્પાદ, બહુ-બહુ (અનંત) વ્યય અને બહુ બહુ (અનંત) ધ્રુવત્વ રહેલું છે.
દૂધમાંથી દહીં બન્યું” આ કાર્ય ભલે ૧૨ કલાકે થાય છે પરંતુ તેમાં પ્રતિસમયે કંઈક ને કંઈક પર્યાયાન્તર થાય જ છે. તો જ બાર કલાકે દૂધનું દહીં જોવા મળે છે. હવે પ્રતિસમયે જે સ્વરૂપ બદલાય છે. તેમાં વર્ણ પણ બદલાય છે. સ્વાદ પણ મોળાપણામાંથી ખાટાપણાનો થાય છે. એટલે કે બદલાય છે. ગંધ પણ જુદી જ જણાય છે. સ્પર્શ પણ દ્રવીભૂતને બદલે કઠીનતાવાળો અનુભવાય છે. આકાર પણ જામેલો થાય છે આ રીતે દૂધ સંબંધી વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ વિગેરે ઉપરોક્ત વર્તમાન પર્યાયાનો તથા ખીર બનવાની યોગ્યતારૂપ પર્યાય, દૂધપાક બનવાની યોગ્યતા રૂપ પર્યાય, માવો-પેંડા વિગેરે પદાર્થો બનવાની યોગ્યતા રૂપ પર્યાય આમ અનેક પ્રકારની શક્તિરૂપે રહેલા પર્યાયોનો પણ એકી સાથે નાશ થાય છે એ જ રીતે દહીં સંબંધી વર્ણાદિ અનેક પર્યાયોનો ઉત્પાદ તથા શિખંડ-છાશ-માખણકઢી-રાઈતું આદિ અનેક પદાર્થો બનવાની યોગ્યતારૂપ અનેક પર્યાયોનો ઉત્પાદ તે જ એક સમયમાં એકી સાથે થાય છે. તથા તે તે પર્યાય આશ્રયી દ્રવ્યની અનેક પ્રકારની સ્થિતિ પણ
ત્યાં વર્તે જ છે. આમ સર્વદ્રવ્યમાં સર્વસમયમાં પૂર્વસમયવત અનંત-અનંત પર્યાયોના નાશ, ઉત્તરસમયવર્તી અનંત-અનંત પર્યાયોના ઉત્પાદ તથા તે તે પર્યાયસ્વરૂપે અનંત-અનંત પ્રકારે દ્રવ્યની ધ્રુવતા તે તે દ્રવ્યમાં પ્રતિસમયે રહેલાં છે તેથી મૂલ ગાથામાં વંદુ વિ દાંતિ ૩Uાય, ૩UાયસT વિમ, અને ડિફર, આ જે પાઠ છે તે બહુ જ સાચી રીતે કહેવાયેલો છે તેના મર્મને બરાબર સમજવા પ્રયત્ન કરવો જરૂરી છે. આ જ વિષય ઉપર જીવના પર્યાયો સંબંધી ઉદાહરણ આપીને વધારે સ્પષ્ટ આગલી ૪૨ મી ગાથામાં ગ્રંથકારશ્રી સમજાવે છે. ll૪૧||
વાવ-મUT-વ-જિરિયા-રૂવાડું-વિનો વાવિ ! संजोयभेयओ जाण, तो वि दवियस्स उप्पाओ ।। ४२ ॥ વાવ-મન-વન-ક્રિય-રૂપવિ-તિવિશેષતો વાપિ | संयोगभेदतो जानीहि, ततोऽपि द्रव्यस्योत्पादः ॥ ४२ ॥
ગાથાર્થ - કાયા-મન-વચન-ક્રિયા-રૂપાદિ- અને ગતિ વિશેષથી તથા સંયોગથી અને ભેદથી (વિભાગથી) દ્રવ્યના અનેક પ્રકારે ઉત્પાદ થાય છે. આમ હે જીવ! તું જાણ. ૪રા.
વિવેચન - શરીરધારી સંસારી સર્વે પણ જીવો ત્રસ સ્થાવર સૂક્ષ્મ-બાદર સંજ્ઞીઅસંજ્ઞી એમ અનેક ભેદયુક્ત છે. સિદ્ધ અવસ્થાના સર્વે પણ જીવો અશરીરી છે. જે જે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org