________________
સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૪૧
૩૨૫ સહેજે સહેજે સમજાઈ તેવી છે. પરંતુ ઉપરોક્ત છએ દ્રવ્યોમાં (વ્યક્તિવાર અનંતા પણ દ્રવ્યોમાં) ના કોઈ પણ એક એક દ્રવ્યમાં એક એક સમયમાં અનંતા નાશ, અનંતા ઉત્પાદ અને અનંતી સ્થિતિઓ છે. આમ ઉત્પાદાદિ ત્રણે પણ ધર્મો એક એક સમયમાં સર્વદ્રવ્યોમાં અનંત અનંત છે. તે આ ગાળામાં સમજાવે છે -
ટીકાનો પાઠ - સ્મિન્ સાથે વ્યસ્થ વદવ ૩ ભવન્તિ ઉત્પમાન सडख्या विगमा अपि तस्यैव तदैवोत्पद्यन्ते, विनाशमन्तरेणोत्पादस्यासम्भवात् । न हि पूर्वपर्यायाविनाशे उत्तरपर्यायः प्रादुर्भवितुमर्हति, प्रादुर्भावे वा सर्वस्य सर्वकार्यताप्रसक्तिः, तदकार्यत्वं वा कार्यान्तरस्येव स्यात् । स्थितिरपि सामान्यरूपतया तथैव नियता, स्थितिरहितस्योत्पादस्याभावात्, भावे वा शशशृङगादेरप्युत्पत्तिप्रसङग्रात् ।
કોઈ પણ દ્રવ્ય પરિણામી સ્વભાવવાળું હોવાથી પ્રતિસમયે પરિણામ પામે જ છે. પ્રતિ સમયે કોઈ પણ દ્રવ્યના પર્યાય બદલાય જ છે. આ વાત તો સમજાવાઈ જ ચુકી છે. ત્યાં કોઈ પણ એક સમયમાં જે જે દ્રવ્યનું જે જે પરિણમન થાય છે. તે ભિન્ન ભિન્ન અનેક ગુણોને આશ્રયી અનેક જાતનું પરિણમન થાય છે. જેમ કે એક પુરૂષે સંસાર છોડીને સંયમ લીધો ત્યારે તેનામાં રહેલાં અનેક સંસારી સગપણોનો (પિતાપણુ-પુત્રપણું-પતિપણુ-ભાઈપણુંજમાઈપણુ-બનેવીપણુ-ભાણેજપણું-ભત્રીજાણુ-દાદાપણું વિગેરે અનેક સગપણરૂપ પર્યાયોનો) એકી સાથે નાશ થયો, તથા સંસારીપણું ધનવાનપણું-ઘરવાળાપણુ-અવિરતિપણું અસંયમીપણુંકુટુંબીપણું વિગેરે પણ અનેક પર્યાયોનો નાશ થયો. આ ઘણા નાશ એક સમયમાં થયા. તે સમજાવ્યું. તથા શિષ્યપણુ-ગુરુભાઈપણું-સાધુપણું-મહાવ્રતધારીપણું-સંયમીપણુ-વિરતિધરપણુંમુનિપણું, શિષ્ય-પ્રશિષ્યપણું વિગેરે અનેક પર્યાયોનો ઉત્પાદ પણ તે જ એક સમયમાં થયો. તથા તે તે પૂર્વપર્યાયોના નાશ કાલે અને તે તે ઉત્તરપર્યાયોના ઉત્પાદકાલે દ્રવ્યની તે તે પર્યાયપરિવર્તનકાલે આધાર સ્વરૂપે મૂલભૂત દ્રવ્યરૂપે સ્થિતિ હોવાથી સ્થિતિ પણ તેટલી થઈ અર્થાત્ અનંત થઈ.
આ રીતે કોઈ એક જીવ મનુષ્ય મરીને દેવ થયો. તે એક જ સમયમાં મનુષ્યપણુંદારિક શરીરધારીપણું-બે જ્ઞાનવાળાપણું-કવલાહારીપણું અનેક સાંસારિક સગપણવાળાપણું એમ માનવભવ સંબંધી આ તમામ પર્યાયોનો આપણી દ્રષ્ટિએ ઘણા, પણ જ્ઞાનીની દ્રષ્ટિએ અનંતા પર્યાયોનો એકી સાથે નાશ થાય છે. અને દેવપણુ-વૈક્રિયશરીરપણુ-ત્રણજ્ઞાન વાળાપણુંલોમાહારીપણુ-દેવ-દેવીઓની સાથે અનેકપ્રકારના સાંસારિક સંબંધોવાળાપણું વિગેરે દેવભવ સંબંધી અનેક પર્યાયોની એકી સાથે એક જ સમયમાં ઉત્પત્તિ થાય છે અને નાશ પામતા તથા ઉત્પન્ન થતા તે તે પર્યાયોમાં દ્રવ્યની અનેક પર્યાય સાથે રહેવાપણા રૂપે અનંતી સ્થિતિ
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org