________________
૧૯૮ કાર્ડ-૨ – ગાથા-૩૪ થી ૩૬
સન્મતિપ્રકરણ અવશ્ય પરિવર્તન પામે છે. (ફક્ત તેઓ મોહોદયવાળા ન હોવાથી ક્ષીણમોહી હોવાથી સમસ્ત વિશ્વને જોવા છતાં અને જાણવા છતાં તેવા પ્રકારના હાવભાવવાળા કે વિકારોવાળા પર્યાયો તેઓમાં બનતા નથી.) સીનેમાનાં ચિત્રો જોનારાં સ્ત્રી-પુરૂષો જ્ઞાનવાળાં પણ બને છે અને વિકારોવાળાં પણ બને છે. આ મહાત્માઓ સર્વદ્રવ્યોમાં પરિવર્તન પામતા પર્યાયોના માત્ર જ્ઞાનવાળા જ બને છે. મોહોદય નથી. તેથી તેવા પ્રકારના વિકારોવાળા બનતા નથી.
આ રીતે કેવલી પરમાત્મામાં પણ જગદ્દવર્તી સર્વે દ્રવ્યોના સર્વ પર્યાયોને જોવા અને જાણવા રૂપે જ્ઞાન અને દર્શનમાં પરિવર્તન થાય જ છે. ફક્ત મોહોદયજન્ય વિકારો નથી તેથી તેમાં સર્વદ્રવ્યોના સર્વપર્યાયોને જોવા-જાણવા રૂપે ઉત્પાદ-વ્યય પણ છે જ.
પ્રશ્ન - કેવલી પરમાત્માને જે સમયે કેવલજ્ઞાન અને કેવલદર્શન થયાં, તે જ સમયે સર્વે દ્રવ્યોના સૈકાલિક સર્વે પણ પર્યાયો જોઈ જ લીધા છે. જાણી જ લીધા છે. કોઈ ભાવ અજ્ઞાત રહ્ય જ નથી. તો હવે બીજા-ત્રીજા સમયે શું જુએ અને શું જાણે ? દ્રવ્યોમાં થયેલા અતીત પર્યાયોને અને ભાવિમાં આવનારા અનાગતપર્યાયોને પણ ભગવાને પ્રથમસમયે જ જાણી લીધા છે જોઈ લીધા છે. કોઈ પણ જાતનું અજ્ઞાતપણે તેઓમાં રહ્યું જ નથી. તો દ્વિતીયાદિ સમયોમાં આ કેવલીભગવાન શું દેખે ? અને શું જાણે ?
ઉત્તર - કેવલી ભગવાને પ્રથમ સમયે જ સર્વદ્રવ્યોના અતીત- અને અનાગત પર્યાયોને જાણી લીધા છે. આ વાત સર્વથા સાચી છે. પરંતુ જે જે અતીતપર્યાયો જેટલા કાલવિશિષ્ટ છે. તેટલા કાલવિશિષ્ટ પણે જાણે છે અને જુએ છે તેમાં ૧ સમય પસાર થતાં સર્વે અતીતપર્યાયો ૧ સમયાધિક અતીતકાલપણે બદલાઈ જ ગયા, તે પર્યાયોને તેવા સ્વરૂપે કેવલી ભગવાન બીજા સમયે જ જુએ છે અને જાણે છે પ્રથમ સમયે નહીં, કારણ કે પ્રથમ સમયે તે પર્યાયો તેવા સમયાધિક અતીતકાળવાળા હતા જ નહીં એવી જ રીતે ભાવિપર્યાયોને પણ કેવલીભગવાન પ્રથમ સમયે જરૂર જાણે છે અને દેખે છે. પરંતુ જેટલા કાલવિશિષ્ટ
ભાવિમાં બનવાના છે તેટલા કાલવિશિષ્ટ ભાવિપણે જાણે છે અને દેખે છે તેમાં ૧ સમય પસાર થતાં ભાવિમાં થનારા તમામ પર્યાયો ૧ સમયગૂનભાવિકોલપણે બદલાઈ જ ગયા, તે પર્યાયોને તેવા કાલવિશિષ્ટપણે કેવલીભગવાન બીજા સમયમાં જ જાણે છે. પ્રથમ સમયમાં નહીં. કારણ કે પ્રથમ સમયે તે પર્યાયો તેવા હતા જ નહીં. તેથી પૂર્વ સમયમાં કેવલી ભગવાન તેવા ભાવોને તેવા કાલ વિશિષ્ટપણે જાણતા જ નથી. કારણ કે શેય દ્રવ્ય જ તેવું નથી. આ વાત આપણે એક ઉદાહરણથી સમજીએ.
એક જીવનો પ્રથમ ભવ ગાયનો, બીજો ભવ ઘોડાનો, ત્રીજો ભવ માનવનો, ચોથો ભવ દેવનો અને પાંચમો ભવ ધારો કે માછલાનો છે. તેમાંથી બે ભવ અતીત છે. ત્રીજો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org