________________
૩૭૦ કાષ્ઠ-૩ – ગાથા-૬૦
સન્મતિપ્રકરણ કુમારાવસ્થા વાળા સામે, ૨૫ થી ૫૦ વર્ષના યુવાન જીવો સામે અને ૫૦ વર્ષથી ઉપરની ઉંમરના પ્રૌઢ અનુભવીઓ સામે નવતત્ત્વ અને છ દ્રવ્યોના સ્વરૂપની પ્રરૂપણા ભિન્ન ભિન્ન રીતે થાય છે. તથા તત્ત્વજિજ્ઞાસુ જીવોની સામે ગુરૂ-શિષ્યભાવે જાણે તત્ત્વ સમજાવતા હોઈએ તેવી રીતે પ્રરૂપણા થાય છે અને જિગીષભાવવાળા જીવોની સામે વાદિ-પ્રતિવાદીભાવે સાચું તત્ત્વ સિદ્ધ કરવાની નીતિ રીતિ મુજબ તત્ત્વપ્રરૂપણા થાય છે. પ્રરૂપણા કરતી વખતે આ દ્રવ્યભેદ જાણીને તેના ઉપયોગ રાખીને જ તત્ત્વ સમજાવવું જોઈએ. સામેનો જીવ શિષ્યભાવે જાણવા માગે છે કે વાદિ-પ્રતિવાદિભાવે જાણવા માગે છે. તે જોઈને બોલવું જોઈએ. તત્ત્વોની પ્રરૂપણા કરનારા એવા પ્રરૂપકે આ વાતનો પુરેપુરો ખ્યાલ રાખવો જોઈએ.
(૨) ગુજરાતનું ક્ષેત્ર હોય તો ગુજરાતી ભાષામાં, મહારાષ્ટ્રનું ક્ષેત્ર હોય મરાઠી ભાષામાં, મારવાડનું ક્ષેત્ર હોય તો મારવાડી ભાષામાં તત્ત્વ પ્રરૂપણા કરવી જોઈએ એમ જુદા જુદા ક્ષેત્ર આશ્રયી સમજવું. વળી જે ક્ષેત્રમાં વધારે પડતા ક્રિયારૂચિ વાળા જીવો હોય ત્યાં જ્ઞાનની પ્રરૂપણા અને જ્યાં વધારે પડતા જ્ઞાનની રૂચિવાળા જીવો હોય ત્યાં ક્રિયાની પ્રરૂપણા કરવી જોઈએ. વળી જે તે ક્ષેત્રમાં રાજા પ્રધાનાદિની પ્રકૃતિ કેવી છે? તે જોઈને પ્રરૂપણા કરવી.
(૩) અવસરને ઉચિત પ્રરૂપણા કરવી જોઈએ. ચાતુર્માસનો કાલ હોય ત્યારે ચાતુર્માસમાં કરવા યોગ્ય ધર્મ તત્ત્વની પ્રરૂપણા, પર્યુષણના કાલે પર્યુષણને યોગ્ય, જ્ઞાનપંચમીના કાલે જ્ઞાનને યોગ્ય, નવપદની ઓળીના કાલે નવપદની આરાધનાને યોગ્ય પ્રરૂપણા કરવી જોઈએ. વાદવિવાદકાલે વાદી-પ્રતિવાદીભાવે સમયોચિત વાદ-વિવાદના નિયમોને સાચવીને તત્ત્વપ્રરૂપણા કરવી જોઈએ.
(૪) શ્રોતાઓના પ્રસન્નભાવ હોય ત્યારે સૂક્ષ્મ તત્ત્વચર્ચા, શ્રોતાઓના અપ્રસન્નભાવ હોય ત્યારે ઉપરછલ્લી જ તત્ત્વચર્ચા, શ્રોતાઓના મધ્યસ્થ ભાવ હોય ત્યારે મધ્યસ્થ રીતે તત્ત્વચર્ચા કરવી જોઈએ. શ્રોતાઓના તત્ત્વ જાણવા માટેના જેવા જેવા ભાવો હોય તે જોઈને જ પ્રરૂપણા કરવી હિતાવહ છે.
(૫) એક-બે-ત્રણ-ચાર-પાંચ વર્ષ આદિના ચારિત્ર પર્યાયવાળા મુનિઓની સામે આ ચારિત્રવાળા જીવો જેમ જેમ વધારે ઘડાયા હોય, વધારે વધારે અનુભવી બન્યા હોય તેમ તેમ સૂક્ષ્મ સૂક્ષ્મ તત્ત્વચર્ચા કરીએ તો જ ઉપકાર થાય છે. માટે શ્રોતાના ચારિત્રાદિ પર્યાયને તથા વયપર્યાય જ્ઞાનપર્યાય આદિને ધ્યાનમાં રાખીને તત્ત્વપ્રરૂપણા કરવી જોઈએ.
(૬) ગુજરાતનું જ ક્ષેત્ર ભલે હોય પણ સ્મશાનવાળી ભૂમિ (દેશ) હોય, ચૌટાવાળી ભૂમિ (દેશ) હોય, ગૃહસ્થના ઘરવાળી ભૂમિ હોય, અને ઉપાશ્રય-જ્ઞાનશાળા જેવી વ્યાખ્યાનભૂમિ હોય તો જુદી જુદી રીતે તત્ત્વપ્રરૂપણા કરવી જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org