SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૩ – ગાથા-૭૦ ૩૯૩ જ્ઞાનમાં તથા તેમની વાણીમાં અસત્યતા સંભવતી જ નથી. તેથી યથાર્થદૃષ્ટા છે અને વીતરાગ તથા સર્વજ્ઞ હોવાથી યથાર્થવક્તા છે. આ રીતે જગત સ્વયં અનેકાન્તાત્મક છે તેથી તીર્થકર ભગવંતો તે જગતને તેવું દેખે છે અને તેવું જ વર્ણવે છે તેથી ભગવંતો અનેકાન્તવાદના પ્રરૂપક (સમજાવનારા) કહેવાય છે. જૈનદર્શનકારોએ અનેકાન્તવાદ થાપ્યો નથી. અનેકાન્તતા તો સ્વતઃ છે જ. ભગવંતોએ તો તે અનેકાન્તતા માત્ર બતાવી જ છે. સાંખ્ય-મીમાંસક-નૈયાયિક-વૈશેષિક-બોદ્ધ-ચાર્વાક કે વેદાન્ત ઇત્યાદિ દર્શનોના નેતાઓ પરિપૂર્ણ જ્ઞાની કે વીતરાગી નથી. તે સઘળા ઋષિમુનિઓ છે કે જે પોતપોતાની માન્યતા પ્રમાણે પોતાની સાધનાદશામાં વર્તનારા છે એટલે પોત પોતાની બુદ્ધિને અનુસારે કલ્પના કરીને (અનુમાન દ્વારા) જગતનું સ્વરૂપ સમજાવનારા છે અને કલ્પના હંમેશાં એકદેશીય હોવાથી એકાન્તતાવાળી છે. તેથી સત્ય હોતી નથી. માટે તે સર્વે મિથ્યાવાદી છે. - સાંખે નિત્યવાદ થાપ્યો છે. બૌદ્ધોએ અનિત્યવાદ થાપ્યો છે તૈયાયિક-વૈશેષિકોએ ક્યાંઈક નિત્યવાદ અને ક્યાંઈક અનિત્યવાદ થાપ્યો છે. વેદાન્તિઓએ અભેદવાદ થાપ્યો છે. તેઓની જેમ જૈનદર્શનકારોએ અનેકાન્તવાદ થાપ્યો છે. આમ ક્યારેય પણ ભુલેચુકે બોલવું નહી કે સમજવું નહીં. જૈનદર્શનકારોને “અમારું આમ માનવું છે” આવો મત ક્યારેય પણ હોતો નથી. મત છદ્મસ્થોને જ હોય છે. આગ્રહ પણ છઘસ્યોને જ હોય છે. જૈનદર્શનકારો તો જગત અનેકાન્તાત્મક છે એમ કેવલજ્ઞાનથી સાક્ષાત્ દેખે છે અને દેખીને જગતના જીવોને જેવું છે. તેવું સમજાવે છે. માટે યથાર્થદૃષ્ટા છે અને યથાર્થ ઉપદેશક છે. પણ મતાવલંબી નથી. તેથી “જૈનમત” આવો શબ્દપ્રયોગ પણ ક્યારેય ન કરવો. જિનેશ્વર ભગવંતોને મત (મતિજ્ઞાન) હોતો જ નથી. તેઓ દેખીને યથાર્થ કહેનારા માત્ર છે. હવે જો જગત પોતે જ અનેકાન્તાત્મક હોય તો અનેકાન્તવાદ સમજ્યા વિના અને સ્વીકાર્યા વિના કેમ ચાલે ? તેથી જે અનેકાન્તવાદ માન્યા વિના લોકના વ્યવહારો સંભવતા જ નથી તેવા અનેકાન્તવાદને અને તેથી જ સકલભાવાના ગુરૂતમસ્થાનીય એવા અનેકાન્તવાદને અમારા ભાવપૂર્વક વારંવાર નમસ્કાર. // ૬૯ ગ્રંથનો ઉપસંહાર અને સમાપ્તિ - भई मिच्छादंसणसमूहमइयस्स अमयसारस्स । जिणवयणस्स भगवओ संविग्गसुहाहिगम्मस्स ।। ७० ।। भद्रं मिथ्यादर्शनसमूहमयस्य अमृतसारस्य । जिनवचनस्य भगवतः संविग्नसुखाधिगम्यस्य ।। ७० ।। Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy