________________
૩૮૬
કાડ-૩ – ગાથા-૬૬-૬૭
સન્મતિપ્રકરણ જૈનશાસ્ત્રોનો ઊંડો અભ્યાસ, ઊંડું ચિંતન-મનન, ગહન એવા નયવાદનો પ્રવેશ, સાપેક્ષદષ્ટિતા, અનેકાન્તદૃષ્ટિનો યથાર્થ ઉઘાડ, વિવેકપૂર્વકનું મર્યાદાવાળું કથન, આ બધા ગુણો મેળવ્યા વિના બહાર-બહારના ભાવોથી જે પ્રસિદ્ધિ મેળવે છે અને બાહ્ય ભાવોના આડંબરમાં જેઓ રાચે માચે છે. પોતાની જાતને મોટી માની લઈ જેઓ સ્વચ્છેદપણે પ્રવર્તે છે. તે જૈનશાસનના આરાધક નથી, પણ વિરાધક તો છે પરંતુ તદુપરાંત તે જૈનશાસનના પ્રત્યેનીક (દુશમન-શત્રુ-અર્થાત્ વૈરી) પણ છે. આટલા બધા ભારે ભારે શબ્દો લખવાનું કારણ એ છે કે આ જીવની બાહ્યમહત્તા જેમ જેમ વધે છે તેમ તેમ તે મહત્તા જ સાચા મૂલમાર્ગે આવવામાં ઘણી ઘણી બાધક બનતી જાય છે. અને તે પોતે તો સંસારમાં ડુબે છે પણ તેના હાથે બીજા પણ અનેકજીવો ઉન્માર્ગે દોરાય છે. અને સંસાર સાગરમાં ડુબે છે. આ જ મોટુ નુકશાન છે. બહારથી પ્રસિદ્ધિ પામેલાને સાચુ કોઈ કહી શકતું નથી. તે જીવ પોતાની ભૂલ પોતાની જાતે જોતો નથી. કોઈનું સાંભળતો નથી. કદાચ કોઈ કંઈ કહે તો તે જીવનો ભક્ત વર્ગ જ તે મુનિનો ઘણો પક્ષ કરીને સાચું હિત કહેનારાને દબાવી દે છે. તેથી બાહ્ય મહત્તા જ પડતીનું કારણ બને છે.
૧. બહુશ્રુતપણાની પ્રસિદ્ધિ, ૨ જૈનસમાજમાં માનવંતાપણું, અને બહુશિષ્યગણ પરિવાર. આ ત્રણે બાહ્યવિભૂતિઓ છે. આના દ્વારા પદવીની પ્રાપ્તિ કે પદવીનો મોહ વધતો જાય છે આવી અવસ્થા પામેલા જીવને કોઈ ગીતાર્થ ભવભીરૂ મહાત્મા જલ્દી જલ્દી સાચો માર્ગ કહેવા હિમ્મત કરતું નથી. કારણ કે બાહ્યવિભૂતિ વાળો આ આત્મા સાચી હિતશિક્ષા હવે ન પણ સાંભળે અને ન પણ સ્વીકારે આવી ભીતિ મનમાં રહે છે. કદાચ હિંમત કરે અને ઉપદેશ અથવા શિખ આપે તો ઉપરોક્ત ત્રણે બાહ્ય વિભૂતિઓ ઘણી બાધા ઉભી કરે છે. આવા મુનિ પ્રત્યે અંજાયેલો અને રાગી બનેલો શિષ્યગણ પરિવાર જ તથા ભક્તગણ પરિવાર જ આ મુનિનો મજબૂત પક્ષ લઈને ઉપદેશકની સામે સખત વિરોધ કરે છે. સકલ સભા સમક્ષ ઉપદેશકને જ દબાવી દે છે. જેથી કોઈ સત્ય કહેવા તૈયાર થતું નથી અને થાય તો તે સત્ય કહેનાર પણ દબાઈ જાય છે. અને આવા જીવનો સ્વછંદ વધતો જાય છે માટે તે જૈનશાસનનો પ્રત્યેનીક બને છે. આ સ્વચ્છંદતા અનાદિની છે. મજબૂત છે. ગાઢ છે. અને મોહનીયકર્મનો ક્ષયોપશમ કર્યા વિના તથા અંતરંગ આત્મપરિણતિ સુધાર્યા વિના બહારની આ વિભૂતિઓ સ્વચ્છંદતાની પોષક અને વર્ધક બને છે. તેથી આ આત્મા જૈનશાસનનો વૈરી (શત્રુ) બની જાય છે.
જો જૈન આગમશાસ્ત્રોનું સૂક્ષ્મ રીતે ચિંતન-મનન-અભ્યાસ તથા વાચનાનું આદાન પ્રદાન આ જીવનમાંથી નીકળી જાય અને માન સન્માન શિષ્યગણ પરિવારાદિ બાહ્યવિભૂતિ વધી જાય તો તેની જ આળ પંપાળમાં પરોવાયેલા જીવો અધ્યાત્મમાર્ગથી ચલિત થઈ પૌગલિક આયોજનોના ભાવોમાં જ સતત રચ્યા-પચ્યા બની જાય છે. અને તે તે પૌગલિક ભાવોની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org