________________
૧૯૩
સન્મતિપ્રકરણ
કાર્ડ-૨ – ગાથા-૩૪ થી ૩૬ આ કેવલજ્ઞાન અને કેવલદર્શન તેરમા ગુણઠાણાના પ્રથમ સમયે ઉત્પત્તિ પામે છે માટે સાદિ છે. પરંતુ પછીથી ક્યારેય ચાલ્યું જતું નથી, યાવત્ અનંતકાળ રહે છે. તેથી અપર્યવસિત છે. આમ હોવાથી આ બન્ને સાદિ-અનંત છે. પરંતુ તે કેવલજ્ઞાન-કેવલદર્શનમાં સમયે-સમયે હવે ઉત્પાદ-વ્યય થતા જ નથી, સદાકાળ ધ્રુવ જ રહે છે. અર્થાત્ ઉત્પાદ-વ્યય વિનાનું કેવલ એકલું ધૃવત્વ જ રહે છે. આવું કેટલાક આચાર્યો માને છે. સંસારી જીવોમાં દેવ-નરક-તિર્યંચ અને મનુષ્ય આદિ ભાવે જન્મ-મરણ થાય છે. તથા બાલ-યુવત-વૃદ્ધત્વ રૂપે ઉત્પાદ-વ્યય દેખાય છે. તેવા પ્રકારના ઔદયિકભાવવાળા ઉત્પાદ-વ્યય ત્યાં કેવલજ્ઞાનકેવલદર્શનમાં કંઈ દેખાતા નથી, તથા મતિ-શ્રુત આદિ જ્ઞાનોમાં લાયોપથમિક ભાવ હોવાથી સમયે સમયે હીનાધિકતા થવા રૂપ પર્યાયો દેખાય છે. કેવલજ્ઞાન અને કેવલદર્શન * ક્ષાવિકભાવના છે તેથી તેમાં આવા હાનિ-વૃદ્ધિ થવારૂપ પર્યાયો પણ દેખાતા નથી, પ્રથમ સમયે જેવું અને જેટલું પ્રગટ થયું છે. તેવું અને તેટલું જ કાયમ રહે છે. માટે આ બન્નેમાં કેવલ એકલું ધૃવત્વ જ હોય છે. ઉત્પાદ-વ્યય હોતા નથી. આ પ્રમાણે કેટલાક આચાર્યો માને છે કે જેઓની દૃષ્ટિ દ્રવ્યાર્થિકનય તરફ વધારે ઢળેલી છે. (પર્યાયને જોવામાં અને સમજવામાં ઉપેક્ષાભાવવાળી દ્રષ્ટિ જેઓની છે તેઓ આમ કહે છે.)
ટીકામાં કહ્યું છે કે - “વત્રજ્ઞાનં સીદપર્યવસતતિ ર્શિત સૂત્રે રૂચેતાવાપી गर्विताः केचन विशेष पर्यायं पर्यवसितत्वस्वभावं विद्यमानमपि नेच्छन्ति, ते च न सम्यग्वादिनः ।
ગ્રન્થકારશ્રી તેઓને સમજાવતાં કહે છે કે તમે તો “સાદિ અપર્યવસિત” આવા શબ્દના વાચ્યાર્થીમાત્રમાં જ વ્યામોહિત (ભ્રમિત) થઈ ગયા, શાસ્ત્રોક્ત યથાર્થતત્ત્વ જ ભૂલી ગયા, “સાદિ અનંત” શબ્દ સાંભળીને મન ફાવે તેવી એકનયાશ્રિત કલ્પના જ કરી બેઠા છો, બીજા નય તરફ દૃષ્ટિપાત પણ કરતા નથી. આ તમારી મોટી ભૂલ છે. કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં દ્રવ્યાર્થિકનયને આશ્રયી જેવું સાદિ-અનંતપણું છે. તેવું જ પર્યાયાર્થિક નયને આશ્રયી સાદિ-સાન્તપણું પણ છે જ, તે આ પ્રમાણે સમજવું.
જિનેશ્વર પરમાત્માના કથન પ્રમાણે કોઈ પણ પદાર્થ ઉત્પાદ-વ્યય- અને ધૃવત્વથી રહિત નથી. જે કોઈ ભાવ ઉત્પાદાદિ ત્રણ ધર્મોથી રહિત છે. તે આ સંસારમાં છે જ નહીં અર્થાત્ અસત્ છે. જેમ કે શશશૃંગ, વધ્યાપુત્ર, આકાશપુષ્પ ઇત્યાદિ, અને જે કોઈ સત્ છે તે પદાર્થ આ ત્રણ ધર્મવાળો જ છે. તથા આ ત્રણે ધર્મવાળો જે પદાર્થ હોય તે જ સત્ છે. આ વાત કેમ ભુલી જાઓ છો? તેથી કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ સત્ હોવાથી ઉત્પાદાદિ ત્રણે ધર્મવાળાં જ છે. કેવલ એકલું ધૃવત્વ આ બન્નેમાં નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org