SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ કાષ્ઠ-૨ – ગાથા-૩૪ થી ૩૬ સન્મતિપ્રકરણ પ્રશ્ન - કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં વૃદ્ધિ-હાનિ તો થતી નથી. પ્રગટ થયેલાં તે કદાપિ ચાલ્યાં જતાં નથી તો તેમાં પર્યાયો કેવી રીતે સમજવા ? ઉત્તર - જે સમયે કેવલી પરમાત્મા સંસારમાંથી નિર્વાણ પામે છે. મુક્તિએ જાય છે. ત્યારે સંઘયણ આદિના સંબંધવાળું કેવલજ્ઞાન અને કેવલદર્શન છે. તે કેવલજ્ઞાન અને કેવલદર્શન સંઘયણ આદિના સંબંધવાળા ભાવપણે નાશ પામે છે. અને અશરીરીભાવે કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થાય છે. તેથી તે બન્નેમાં ઉત્પાદ અને વ્યય પણ પર્યાયસ્વરૂપે અવશ્ય છે જ. સંસારી સર્વે જીવોના આત્મા દેહની સાથે લોહાગ્નિ અને ક્ષીર-નીરની જેમ પરસ્પર એવા એકમેક સંબંધવાળા છે કે દેહગતપર્યાયો આત્માના પણ કહેવાય છે. લોહ અને અગ્નિ આ બન્ને દ્રવ્યો એવાં એકમેક થયેલાં છે કે અગ્નિગત દાહાત્મક પર્યાય લોહનો પણ ગણાય છે. કારણ કે જેમ અગ્નિ બાળે છે તેમ અગ્નિથી તપેલો લોહ પણ બાળે જ છે. એટલે દાહધર્મ અગ્નિનો જેમ છે. તેમ પરસ્પર મિશ્રણતાના કારણે લોહનો પણ છે. તેવી જ રીતે દેહગત સંઘયણ, લંબાઈ-પહોળાઈનું પરિમાણ, સશરીરીઅવસ્થા, વર્ણાદિ ગુણોવાળાપણું, રૂપિપણું, માનવભવપણું, ઇત્યાદિ દેહસંબંધી અનેકપર્યાય બન્ને દ્રવ્યોની મિશ્રણતાના કારણે આત્માના પણ કહેવાય છે. સંઘયણ એટલે હાડકાંની રચના, આ પૌગલિક સ્થિતિ હોવાથી દેહગતપર્યાય છે. તો પણ તે આત્મા પ્રથમ સંઘયણનામકર્મના ઉદયવાળો હોવાથી અને શરીરની સાથે અન્યોન્ય ભાવવાલો હોવાથી આત્માનો પર્યાય પણ કહેવાય છે. તેવી જ રીતે છ ફુટની ઉંચાઈ દોઢ ફુટની પહોળાઈ વિગેરે પરિમાણપર્યાય દેહગત હોવા છતાં તન્મયતાના કારણે આ પુરૂષ (પુરૂષનો આત્મા) છ ફુટ ઉંચો અને દોઢ ફુટ પહોળો આમ કહેવાય છે. આ રીતે બાકીના પર્યાયો પણ દેહગત હોવા છતાં તન્મયતાના કારણે આત્માના પણ ગણાય છે. તથા આત્મા અને કેવલજ્ઞાન આદિ ગુણો કથંચિ ભિન્નભિન્ન હોવાથી આત્માના જે જે પર્યાયો છે. તે તે પર્યાયો કેવલજ્ઞાન-કેવલદર્શનના પણ ગણાય છે. આત્મા એ દ્રવ્ય છે. અને કેવલજ્ઞાનાદિ તે ગુણો છે. દ્રવ્ય અને ગુણો એકાન્ત ભિન્ન કે એકાન્ત અભિન્ન નથી. તથા જે ગુણો છે. તેને પર્યાયો પણ કહેવાય છે. ટીકામાં કહ્યું છે કે - જે વર્ષમનાર/વસંદૃનનો ભવસ્થ વેવન: आत्मपुद्गलप्रदेशयोरन्योन्यानुवेधाद् व्यवस्थितेः - विशेषपर्यायास्ते सिध्यत्समयेऽपगच्छन्ति, तदपगमे तदव्यतिरिक्तस्य केवलज्ञानस्याप्यात्मद्रव्यद्वारेण विगमात्, अन्यथाऽवस्थातुरवस्थानाम् आत्यन्तिकभेदप्रसक्तेः केवलज्ञानं ततो विगतं भवतीति सूत्रकृतोऽभिप्रायः । Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy