SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ સન્મતિપ્રકરણ કાર્ડ-૧ – ગાથા-૫૦ છે તે ભવસ્થ જીવના પણ કહેવાય છે. જેમ કે વાસ્તવિક રીતે તો અગ્નિ જ બાળે છે તો પણ તHલોહ પણ બાળે છે એમ કહેવાય છે કારણ કે તપેલું લોહ પણ અગ્નિયુક્ત હોવાથી બાળે જ છે તથા વિષ તો વિષ છે જ, મારક છે જ, પરંતુ વિષથી મિશ્ર થયેલું દૂધ પણ વિષ જ કહેવાય છે. તે પણ મારક જ બને છે. એવી રીતે ભવસ્થ જીવ શરીરના યોગે રૂપી, આહારી, સંજ્ઞી વિગેરે શારીરિકપર્યાયવાળો કહેવાય છે અને શરીર પણ જીવગતજ્ઞાનાદિ પર્યાયવાળું કહેવાય છે. તે ૪૯ / બાહ્યભાવ અને અભ્યત્તરભાવની વ્યાખ્યા - ण य बाहिरओ भावो, अब्भंतरओ य अस्थि समयम्मि । णोइंदियं पुण पडुच्च, होइ अब्भंतर विसेसो ॥ ५० ॥ (न च बाह्यो भावोऽभ्यन्तरकश्चास्ति समये । नोइन्द्रियं पुनः प्रतीत्य, भवत्यभ्यन्तरविशेषः ॥ ५० ॥) ગાથાર્થ - અમુક ભાવો બાહ્ય જ છે અને અમુક ભાવો અત્યંતર જ છે. આવો ભેદ જૈનશાસ્ત્રોમાં નથી. પરંતુ નોઈદ્રિયને (મનને) આશ્રયી જૈનશાસ્ત્રોમાં અભ્યારપણાનો ભેદ છે. | પ0 | વિવેચન - જીવ અને પુગલ - આદિ દ્રવ્યોમાં તથા તેના ઉત્તરવિભાગમાં અમુક પદાર્થો બાહ્ય જ છે અને અમુક પદાર્થો સદાને માટે અભ્યત્તર જ છે આવો વિભાગ જૈન શાસ્ત્રોમાં નથી. અર્થાત્ દ્રવ્યોની બાબતમાં બાહ્યકાત કે અત્યંતરકાના નથી. એટલે કે ચૈિતન્ય-સુખ-દુઃખ-રાગ-દ્વેષ આદિ ભાવોનો અનુભવ કરનારૂં જીવ નામનું કોઈ એક વિશિષ્ટ તત્ત્વ આંતરિક જ છે અને વર્ણ-ગંધ-રસ-સ્પર્શાદિ ગુણોને ધારણ કરનારૂં પુગલદ્રવ્ય બાહ્ય જ છે. એટલે કે “જીવ કેવલ અત્યંતર અને પુદ્ગલ કેવલ બાહ્ય છે.” આવી ભ્રમણા પ્રાયઃ પ્રસિદ્ધ છે. પણ તે બરાબર નથી કારણ કે જો જીવ આતરિક જ હોય અને પુગલ બાહ્ય જ હોય તો આ બન્ને દ્રવ્યોને દૂધ-પાણીની જેમ કે લોહ-અગ્નિની જેમ પરસ્પર એકમેકતા કેવી રીતે થઈ શકે? જે આગલી ૪૮-૪૯મી ગાથામાં સમજાવવામાં આવી છે. તે એકમેકતા કેમ ઘટે ? જો જીવ અને પુગલ અન્યોન્ય પ્રવેશ પામ્યું છે અને દૂધ-પાણીની જેમ એકમેક થયેલાં છે. તો પુદ્ગલ (શરીર) બાહ્ય હોવાથી તેમાં સર્વત્ર અનુપ્રવેશ પામેલો આત્મા પણ કથંચિત્ બાહ્ય કહેવાશે. તેવી જ રીતે શરીરસંબંધી પુગલો આત્માના સર્વપ્રદેશોમાં સમ્મીલિત થવાના કારણે શરીર પણ આન્તરિક કહેવાશે. અને આ રીતે જો માનીએ તો આત્મા જેમ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy