________________
૧૩૪
કાષ્ઠ-૨ – ગાથા-૭
સન્મતિપ્રકરણ भण्यते, क्षीणावरणे यथा मतिज्ञानं जिने न सम्भवति । तथा क्षीणावरणीये विश्लेषतो दर्शनं नास्ति ।। ६ ।।
ગાથાર્થ - ક્ષીણ આવરણ વાળા ભગવાનમાં જેમ મતિજ્ઞાન સંભવતું નથી. એમ જેમ કહેવાય છે. તેમ ક્ષીણાવરણવાળા ભગવાનમાં કેવલજ્ઞાનથી ભિન્ન સમયે કેવલદર્શન હોતું નથી. / ૬ છે.
વિવેચન - સહવાદીએ ક્રમવાદીની સામે ઉપરની પાંચમી ગાથામાં જે દલીલ કરી કે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થવાથી જેમ કેવલજ્ઞાન પ્રગટ થાય છે તેમ ત્યાં જ દર્શનાવરણીય - કર્મનો પણ ક્ષય થયેલ હોવાથી કેવલદર્શન પણ સાથે જ થવું જોઈએ - સમયાન્તરે નહીં. આ દલીલની સાથે સહવાદી બીજી દલીલ પણ કરે છે કે
બારમા ગુણસ્થાનકના ચરમ સમયે મતિજ્ઞાનાવરણ આદિ પાંચ જ્ઞાનાવરણીયકર્મનો જો કે ક્ષય થાય છે. છતાં તેરમાં ગુણસ્થાનકના પ્રથમ સમયે મતિજ્ઞાન આદિ ચાર જ્ઞાનો ભિન્નપણે = ક્રમોપયોગપણે સંભવતાં નથી. ફક્ત એક કેવલજ્ઞાન જ હોય છે એમ કહેવાય છે. કારણ કે જ્યારે સૂર્ય પ્રકાશે છે ત્યારે તારા આદિ અપ્રકાશમાન કહેવાય છે. એમ કેવલજ્ઞાન પ્રગટે છે ત્યારે મત્યાદિજ્ઞાનો અપ્રકાશમાન કહેવાય છે. તેવી જ રીતે કેવલજ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી થયેલા કેવલજ્ઞાનની જેમ કેવલદર્શનાવરણીય કર્મના ક્ષયથી થયેલ કેવલદર્શન પણ વિશ્લેષથી એટલે કે ભિન્નપણે હોતું નથી. સાથે જ હોય છે.
પાંચે જ્ઞાનાવરણીયકર્મનો ક્ષય એકીસાથે સમાન હોવા છતાં ફક્ત એક કેવલજ્ઞાન જ હોય છે. મત્યાદિ શેષ ચારજ્ઞાનો જુદાં હોતાં નથી. તેમ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય એમ બન્ને કર્મોનો ક્ષય એકીસાથે સમાન હોવાથી વિશ્લેષરૂપે = ભિન્નરૂપે = સમયાન્તર પણે કેવલદર્શન હોતું નથી. અર્થાત્ બન્ને આવરણોનો ક્ષય સાથે જ થતો હોવાથી તેના ક્ષયના કારણે બન્ને ગુણો તેરમાના પ્રથમસમયે સાથે જ પ્રગટ થાય છે.
ટીકામાં કહ્યું છે કે - યથા શીવરને મશ્રિતવિધિમન:પર્યાયજ્ઞાનાનિ જિને ન संभवन्तीत्यभ्युपगम्यते, तथा तत्रैव क्षीणावरणीये विश्लेषतो = ज्ञानोपयोगादन्यदा दर्शनं न संभवतीत्यप्यभ्युपगन्तव्यम्, क्रमोपयोगस्य मत्याद्यात्मकत्वात् तदभावे तदभावात् ॥ ६ ॥
સહવાદી કહે છે કે ક્રમવાદીને આગમ વિરોધ પણ આવશે. सुत्तम्मि चेव साई, अपज्जवसियं ति केवलं वुत्तं । सूत्तासायणभीरूहिं तं च दट्ठव्वयं होइ ॥ ७ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org