________________
૧૩૫
સન્મતિપ્રકરણ
કાર્ડ-૨ – ગાથા-૭ सूत्रे एव सादि, अपर्यवसितमिति केवलमुक्तम् । सूत्राशातनाभीरुभिः, तच्च द्रष्टव्यं भवति ॥ ७ ॥
ગાથાર્થ - કેવલજ્ઞાન અને કેવલદર્શન એમ બન્નેને સૂત્રમાં જ સાદિ અપર્યવસિત કહેલાં છે. તેથી સૂત્રની આશાતનાના ભીરૂ એવા આચાર્યોએ તે સૂત્ર પણ દેખવું જોઈએ. આ ૭ //
વિવેચન - સહવાદી આચાર્ય ક્રમવાદી આચાર્યને કહે છે કે જો તમે આવો બચાવ કરો છો કે પાંચે આવરણોનો ક્ષય સાથે જ થાય છે તેથી મતિજ્ઞાનાદિ પાંચે જ્ઞાન પ્રગટ થયાં જોઈએ પણ તેમ ન થતાં ફક્ત એક કેવલજ્ઞાન જ પ્રગટ થાય છે. મત્યાદિ શેષ ચાર જ્ઞાનો આવરણોનો ક્ષય હોવા છતાં ત્યાં સંભવતાં નથી. તેવી જ રીતે કેવલદર્શનાવરણીયકર્મનો ક્ષય . ભલે થયો પરંતુ ત્યાં પ્રથમ સમયે વિશેષોપયોગ હોવાથી કેવલદર્શન હોતું નથી, પણ સમયાન્તરે જ હોય છે. તથા તમારી આ વાતને સિદ્ધ કરવામાં વં સમયે નારૂં, તે સમયે પાસ ઇત્યાદિ “સૂત્રપાઠ” ની સાક્ષીનું જ તમે આલંબન લો છો અને તે પાઠનું જ આલંબન અમને કહો છો તો અમે પણ તમને કહીએ છીએ કે
સૂત્રમાં જ કેવલજ્ઞાનને અને કેવલદર્શનને એમ બન્નેને સાદિ-અનંત કહેલાં છે. આ બન્ને ભાવો ઉત્પન્ન થયા પછી ભવસ્થાવસ્થામાં કે સિદ્ધસ્થાવસ્થામાં ક્યારેય પણ જતા રહેતા નથી. તેથી જ સાદિ-અનંત છે. પ્રતિસમયે સદા રહેનારાં છે.
“વUTI પુછા" गोयमा ! सातिए अपज्जवसिए' હે ભગવાન ! આ કેવલજ્ઞાની, આ કેવલજ્ઞાની, એમ કાલથી ક્યાં સુધી કહેવાય? હે ગૌતમ ! કેવલી કાલથી સાદિ-અનંત છે.
હવે જો સમયાન્તરે કેવલજ્ઞાન અને કેવલદર્શન થતાં હોય તો જ્ઞાન પછી દર્શન અને દર્શન પછી જ્ઞાન થવાથી બન્ને સાદિ-સાત્ત જ થશે. બન્નેમાંથી એક પણ સાદિ-અનંત ઘટશે નહીં. જો તમને “વફા નાફુ તા પાસ' ઇત્યાદિ સૂત્રપાઠનો જ વધારે આગ્રહ હોય અને જરા પણ અર્થભેદ કરવાની ઈચ્છા ન જ હોય તો તમારે કેવલજ્ઞાન-કેવલદર્શનને “સાદિ-અનંત” કહેનારૂં સૂત્ર સંગત થશે નહીં. તમારે તે સૂત્ર પણ જોવું જોઈએ. એક સૂત્રના અમુક અર્થનો આગ્રહ રાખતાં જો બીજા સૂત્રના અર્થનો ઉચ્છેદ જ થતો હોય તો તીર્થકર પ્રભુની આશાતનાના ભીરૂએ તે સૂત્ર પણ જોવું જોઈએ અર્થાત્ અન્ય સૂત્રની અસંગતિ થવાથી ત્યાં પણ તીર્થંકર પ્રભુની આશાતના થશે એવો ભય મનમાં સેવવો જોઈએ, અને ૧. પ્રજ્ઞાપતા સૂત્રમાં ૧૮ મા કાયસ્થિતિ વાદમાં દસમું જ્ઞાન દ્વાર. સૂત્ર નંબર ૧૩૫૧. જુઓ ગુરુપ્રાણ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત ભાગ-૨ પાના નંબર ૪૬૨.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org