________________
૧૩૬
કાડ-૨ – ગાથા-૮
સન્મતિપ્રકરણ કંઈક એવો વિચાર મનમાં કરવો જોઈએ કે આગમના બન્ને સૂત્રપાઠોના અર્થની વધારે સંગતિ કેમ થાય ?
સહવાદીની પ્રધાન આ ત્રણ દલીલો ક્રમવાદીની સામે છે. એક દલીલ તો એ છે કે ગાથા ૫ માં બન્ને આવરણોનો ક્ષય સાથે થતો હોવા છતાં જ્ઞાનનું હોવાપણું માનવું અને દર્શનનું હોવા પણું ન માનવું આ તર્કસંગત નથી. તથા ગાથા ૬ માં બીજી દલીલ એ છે કે પાંચે જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય સાથે હોવા છતાં જેમ કેવલજ્ઞાન હોય છે. પણ અત્યાદિ જ્ઞાનો ભિન્ન પણ હોતાં નથી તેવી જ રીતે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયનો ક્ષય સમાન હોવા છતાં કેવલજ્ઞાનથી કેવલદર્શન જુદુ - સમયાતરે હોતું નથી. તથા ગાથા ૭ માં ત્રીજી દલીલ એ છે કે બન્નેને જૈનશાસ્ત્રોમાં સાદિ-અનંત કહ્યાં છે. સમયાન્તરે માનવાથી આ પાઠ પણ સંગત થતો નથી. આવી ત્રણ દલીલોથી તેઓનું કહેવું છે કે પ્રત્યેક સમયોમાં કેવલીપણામાં દર્શન અને જ્ઞાન બન્ને સાથે જ હોય છે. ક્રમશર હોતાં નથી. બન્ને આવરણોનો ક્ષય જો સાથે થાય છે. તો તેનાથી અનાવૃત એવા બન્ને ગુણો સાથે જ પ્રગટ થાય છે.
ટીકામાં કહ્યું છે કે - સીદપર્યવસાને વનજ્ઞાનતને, #મોપો તુ દ્વિતીય तयोः पर्यवसानमिति कुतोऽपर्यवसितता ? तेन क्रमोयोगवादिभिः सूत्रासादनाभीरुभिः "केवलणाणे णं भंते, गोयमा, सांतिए अपजवसिए" इत्यादि आगमे साद्यपर्यवसानताभिधानं केवलज्ञानस्य केवलदर्शनस्य च द्रष्टव्यं पर्यालोचनीयं भवति ।। ७ ॥
સહવાદી પોતાનો પક્ષ વધારે મજબૂત કરે છે - संतम्मि केवले दसणम्मि, णाणस्स संभवो णत्थि । केवलणाणम्मि य दंसणस्स तम्हा सणिहणाइं ॥ ८ ॥ सति केवले दर्शने, ज्ञानस्य सम्भवो नास्ति । केवलज्ञाने च दर्शनस्य तस्मात्सनिधने ।। ८ ।।
ગાથાર્થ - કમોપયોગવાદ માનવામાં કેવલદર્શન હોતે છતે કેવલજ્ઞાનનો સંભવ નથી. અને કેવલજ્ઞાન હોતે છતે કેવલદર્શનનો સંભવ નથી. તેથી તે બન્ને ગુણો સનિધન (સાત્ત) બને છે. | ૮ |
વિવેચન - આ ગાથાનો ભાવાર્થ લગભગ સાતમી ગાથાના વિવેચનમાં આવી જ ગયો છે. સાર એ છે કે ક્રમવાદ સ્વીકારવામાં કેવલદર્શન હોય છે ત્યારે કેવલજ્ઞાન હોતું નથી અને કેવલજ્ઞાન હોય છે ત્યારે કેવલદર્શન સંભવતું નથી. આવી વાત થાય છે. પરંતુ ત્યાં પહેલી વાત તો એ છે કે બન્ને આવરણીય કર્મોના અભાવવાળા નિરાવરણ આત્મામાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org