SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ કાડ-૨ – ગાથા-૪ ૧૩૦ સન્મતિપ્રકરણ “ભેદવાદી” તરીકે અહીં સમજાવવામાં આવ્યા છે. બન્ને ગુણોને સાથે માને છે માટે સહવાદી, છતાં એક સમયમાં પણ જ્ઞાનથી દર્શન અને દર્શનથી જ્ઞાન ભિન્નતત્ત્વ છે. આવાર્યગુણનો ભેદ હોય તો જ આવારક કર્મનો ભેદ હોય એમ માનીને બન્ને ગુણોને ભિન્ન માનતા હોવાથી ભેદવાદી પણ કહેવાય છે. (૩) ત્રીજો મત એવો છે કે કેવલી પરમાત્મામાં દર્શન અને જ્ઞાનનો ભેદ જ સંભવતો નથી. એક જ શક્તિ છે અને તે એક શક્તિનાં જ બે નામો છે. આ પરમાત્મા સર્વજ્ઞ અને સર્વદશ હોવાથી દર્શન પણ માત્ર સામાન્યધર્મોનો જ ગ્રાહક નહીં પણ સર્વધર્મોનો ગ્રાહકગુણ છે અને જ્ઞાન પણ માત્ર વિશેષ ધર્મોનો જ ગ્રાહક નહીં પણ સર્વધર્મોનો ગ્રાહક ગુણ છે. સામાન્યમાત્રને જાણવું તે દર્શન અને વિશેષ માત્રને જાણવું તે જ્ઞાન આ પરિભાષા છદ્મસ્થ જીવોને આશ્રયી ભલે હોય પરંતુ કેવલીમાં આ પરિભાષા ન લાગે. જો આમ ન લઈએ તો કેવલી પરમાત્માને સર્વજ્ઞ-સર્વદશીને બદલે વિશેષજ્ઞ અને સામાન્યદર્શી અર્થાત્ અલ્પજ્ઞ અને અલ્પદર્શી કહેવા પડે. આ માન્યતા ધરાવનારાઓમાં પ્રધાનપણે ગ્રંથકારશ્રીનું (પૂજ્યપાદ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી મ.સાહેબનું) નામ છે. આ માન્યતાવાળાને અભેદવાદી કહેવાય છે. અથવા સમાનવાદી પણ કહેવાય છે. આ રીતે પ્રથમ ક્રમોપયોગવાદ છે. (કે જેમાં મુખ્ય જિનભદ્રગણિજી મ. શ્રી છે) બીજો ભેદવાદ અથવા સહવાદ છે (આ માન્યતામાં મુખ્ય શ્રી મલવાદી સૂરીશ્વરજી છે.) અને ત્રીજો અભેદવાદ અથવા સમાનવાદ છે. આ માન્યતામાં પ્રધાનપણે શ્રી સિધ્ધસેન દિવાકરસૂરીશ્વરજી છે. આ રીતે ૧ ક્રમોપયોગવાદ, ૨ ભેદવાદ, અને ૩ અમેદવાદ આ ત્રણની ચર્ચા અહીંથી શરૂ થાય છે. તે ધ્યાનથી સાંભળવા જેવી છે. પૂજ્યપાદ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મ.શ્રી આ ગાથાથી આ વિષયની લંબાણપૂર્વક ચર્ચા શરૂ કરે છે. તેઓ સૌ પ્રથમ પૂજ્યપાદ શ્રી જિનભદ્રગણિજી આદિની માન્યતાવાળો ક્રમોપયોગવાદનો પક્ષ આ ગાથામાં ટાંકે છે. કેટલાક આચાર્યો (એટલે કે શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ આદિ) કેવલીના ઉપયોગની બાબતમાં એમ કહે છે કે “નયા ના ડું તફયા | પાસરૂ નિત્તિ' જિનેશ્વર પરમાત્મા જ્યારે જાણે છે. ત્યારે જોતા નથી. તેથી જ્યારે જુએ છે ત્યારે જાણતા નથી. આ પાઠ લખીને જણાવે છે કે આવું માનવાની પાછળ તેઓને “સૂત્રપાઠનું” અવલંબન એ મોટું કારણ છે. તે તે સૂત્રપાઠોનો શબ્દમાત્રપણે તેવો તેવો અર્થ કરવામાં તીર્થંકર પરમાત્માની આશાતના લાગશે આવો પણ ભય જેઓને નથી તે આચાર્યો આમ માને છે. તે સૂત્રપાઠ આ પ્રમાણે છે. ટીકામાં “તીર્થશાતનાબીરવ:'' કહ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy