SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૨૫-૨૬ ૨૭૭ ઉપકારીતત્ત્વો કદાચ ઓછો જણાય તો લાભ ઓછો થાય પણ નુકશાન તો ન જ થાય. પણ અપકારી તત્ત્વોને જો બરાબર ન જાણ્યાં હોય તો તેના ફંદામાં ફસાવા રૂપ નુકશાન થયા વિના રહે જ નહીં માટે અપકારીને તો બરાબર ઓળખી લેવા જોઈએ. તેથી આત્માના કલ્યાણ કરવાના અર્થ જીવોએ અજ્ઞાની-અહંકારી અને મિથ્થા દલીલબાજી કરનારા મિથ્યાત્વીઓનાં શાસ્ત્રો પણ હેયભાવે તેમાંથી બચવા સારૂં યોગ્ય અવસરે ગુરુનિશ્રાએ (પાકી વય થાય ત્યારે) ભણવાં જોઈએ. આ કારણે જિજ્ઞાસુ-મુમુક્ષુ આત્મહિતની અપેક્ષાવાળા શિષ્યોની બુદ્ધિના વિકાસ માટે જ આટલી લાંબી લાંબી તત્ત્વ ચર્ચા અમે અહીં કરી છે. તથા અન્ય જૈનશાસ્ત્રોમાં પણ યત્ર-તત્ર આવી ચર્ચા જે કરવામાં આવી છે. તે શિષ્યોના હિત માટે જ કરવામાં આવી છે. આ પ્રયોજન વિના જૈનશાસ્ત્રોમાં આવી મિથ્યાવાતોની કથાનો પ્રારંભ જ હોતો નથી. અંશમાત્રથી પણ આવી કથા (ચર્ચા) હોતી નથી. જીવનનો ઉપકાર કરવા માટે જેમ અમૃત જાણવા જેવું છે. તેમ જીવનના જ બચાવ માટે વિષને પણ ઓળખવું આવશ્યક છે. ટીકામાં કહ્યું છે કે - તત: શિષ્યવૃદ્ધિવશનમીત્રાર્થોથં તે: પ્રવિન્દઃ, રૂતરથા कथैवैषा नास्ति स्वसिद्धान्ते किमेते गुणा गुणिनो भिन्नाः, आहोस्विद् अभिन्नाः इति, अनेकान्तात्मकत्वाद् सकलवस्तुनः । તત્ત્વજિજ્ઞાસુ આત્માઓએ જાણી લેવું જોઈએ કે નૈયાયિક અને વૈશેષિક દ્રવ્યગુણોનો, દ્રવ્ય-પર્યાયોનો એકાન્તભેદ માને છે. તેથી તે દર્શનકારોને ભેદવાદી કહેવાય છે. તથા સાંખ્ય મીમાંસક વેદાન્ત દર્શન દ્રવ્ય-ગુણો વિગરેનો એકાન્ત અભેદ માને છે. તેથી તેઓને અભેદવાદી કહેવાય છે. જ્યારે જૈન દર્શનકારો ભેદભેદ (ઉભયવાદ-સ્યાદ્વાદઅનેકાન્તવાદ) જણાવે છે. કારણ કે જગતના પદાર્થોનું સ્વરૂપ જ તેવું છે. તેથી તેઓને યથાર્થવાદી કહેવાય છે. જૈન ભેદભેદને માનનારા છે કે ભદાભંદવાદી છે આમ નહીં, પરંતુ વસ્તુનું સ્વરૂપ જ ભેદાભદાત્મક હોવાથી તેમજ જાણનારા અને તેમજ કહેનારા એટલે કે યથાર્થવાદી છે જે વસ્તુ જેમ છે તે વસ્તુને તેમ કહેનારા છે. દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસની ઢાળ ત્રીજીમાં ગાથા ૧૫ માં પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રીએ કહ્યું છે કે - ભેદ ભણઈ નઈયાયિકોજી, સાંખ્ય અભેદ પ્રકાશ | જઈને ઉભય વિસ્તારતોજી, પામઈ સુજશ વિલાસ રે || ભવિકા, ધારો ગુરુ ઉપદેશ ને ૩-૧૫ II તથા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજશ્રી કૃત “અન્યયોગવ્યવચ્છેદિકા” નામના ગ્રંથમાં પણ કહ્યું છે કે – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy