SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ કાર્ડ-૩ – ગાથા-૧૭-૧૮ સન્મતિપ્રકરણ यथा सम्बन्धविशिष्टः सः पुरुषः पुरुषभावनिरतिशयः । तथा द्रव्यमिन्द्रियगतं, रूपादि विशेषणं लभते ॥ १८ ॥ ગાથાર્થ - વિક્ષિત એવા એક પુરૂષનો પિતા-પુત્ર-પૌત્ર-ભાણેજ અને ભાઈની સાથે “સંબંધમાત્ર” છે. આમ માનવું જોઈએ. કારણ કે તે પુરૂષ એકનો પિતા છે તેથી શેષ સર્વેનો તે કંઈ પિતા નથી. / ૧૭ || પુરૂષભાવપણે નિરતિશય (સામાન્યપણે) રહેલો તે પુરૂષ જેમ સંબંધમાત્રને લીધે વિશિષ્ટ (ભિન્ન ભિન્ન) જણાય છે તેમ ચક્ષુ આદિ ઇન્દ્રિયોની સાથે જોડાયેલું દ્રવ્ય રૂપાદિ વિશેષણને પામે છે. તે ૧૮ / ભાવાર્થ - એકાન્ત ભેદવાદીના પક્ષનું નિરસન કરતા એવા એકાન્ત અભેદવાદી તેની સામે પોતાના પક્ષની રજુઆત કરતાં નીચે પ્રમાણે એક ઉદાહરણ આપે છે. આ કહેનાર એકાત્ત અભેદવાદી છે. તેનું માનવું છે કે પ્રત્યેક દ્રવ્યો દ્રવ્યમાત્ર જ છે. અર્થાત્ સામાન્ય માત્ર જ છે. તેમાં ગુણો કે પર્યાયો જેવું વિશેષતત્ત્વ કોઈ છે જ નહીં દ્રવ્યતવી" દ્રવ્યમાત્ર જ છે. બીજું કંઈ છે જ નહીં. પુદ્ગલદ્રવ્ય જે છે તે દ્રવ્ય માત્ર સ્વરૂપ જ છે. તેમાં રૂપ-રસ-ગંધ-સ્પર્શ જેવા ગુણો કે પાંચ પ્રકારનાં સંસ્થાન આદિ પર્યાયો જેવું વિશેષતત્ત્વ કોઈ છે જ નહીં, જેમ એક વૃક્ષ છે. તે મૂળથી ફૂલ-ફળ-બીજ સુધી સર્વ પણ ભાગો વૃક્ષમાત્ર જ છે. પણ વૃક્ષ નામના સામાન્યને છોડીને મૂળ-થડ-શાખા-પ્રશાખાપર્ણ-ફૂલ-ફળ કે બીજ જેવા વિશેષ કોઈ છે જ નહીં. કારણ કે મૂળ પણ આખર તો વૃક્ષ જ છે. થડ પણ આખર તો વૃક્ષ જ છે. શાખા-પ્રશાખા પણ આખર તો વૃક્ષ જ છે આમ સર્વે પણ વિશેષ અંશો આખર તો વૃક્ષાત્મક જ છે. વૃક્ષનામના સામાન્યને છોડીને કોઈ વિશેષ હોય તો બતાવો ! તમને જે કોઈ વિશેષો દેખાય છે તે સર્વે પણ વૃક્ષાત્મક જ છે. એવી જ રીતે હાથ-પગ-મસ્તક-ઉદર આદિ જે કોઈ વિશેષો તમને જણાય છે. તે સર્વે પણ શરીરરૂપ સામાન્ય જ છે. શરીરાત્મક સામાન્યને છોડીને હાથ-પગ આદિ વિશેષો જેવું કોઈ તત્ત્વ છે જ નહીં. આમ સર્વત્ર સામાન્યમાત્ર જ છે, વિશેષો નથી. તેથી દ્રવ્ય જ માત્ર છે. પણ ગુણ-પર્યાયાત્મક વિશેષસ્વરૂપ કોઈ જુદુ તત્ત્વ જ નથી. આવું એકાન્ત અમેદવાદી (અદ્વૈતવાદી વેદાન્ત આદિ) દર્શનો માને છે. તે દર્શનકારો ભેદવાદીની સામે ઉપરોક્ત દલીલ કરે છે આ બન્નેની લડાઈમાં ભેદભેદવાદી જૈનાચાર્ય હાલ મૌન રહે છે. ભેદવાદીના પક્ષનું ખંડન અમેદવાદી દ્વારા કરાવીને ત્યારબાદ ભેદભેદવાદી ગ્રંથકારશ્રી એકાન્ત અમેદવાદીનું પણ ખંડન કરશે. અને બન્નેનો એકાન્તવાદ ઉચિત નથી. એમ સમજાવશે. તેથી હાલ આ બન્નેની તાર્કિક લડાઈ ભેદભેદવાદી ગ્રંથકારશ્રી માત્ર સાંભળે જ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy