SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૯ સન્મતિપ્રકરણ કાડ-૩ – ગાથા-૩૨-૩૩ દ્વિવિધ પ્રયોગ જ વસસા, ઉત્પાદ પ્રથમ અવિશુદ્ધ રે ! તે નિયમઈ સમુદયવાદનો, યતનઈ સંયોગ જ સિદ્ધરે ૯-૧૯ || જિનવાણી પ્રાણી સાંભળો. સહજઈ થાઈ, તે વિસસા, સમુદાય એકત્વ પ્રકાર રે ! સમુદય અચેતન ખંધનો, વલી સચિત્ત મિશ્ર નિરધાર રે | ૯-૨૦ || જિનવાણી પ્રાણી સાંભળો. ઇત્યાદિ ગાથાઓ તથા તેનું વિવેચન દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસના વિવેચનમાંથી જોઈ લેવું. ઉત્પાદની જેમ વિનાશના ભેદો પણ આમ જ છે જે હવે પછીની ૩૪ મી ગાથામાં સમજાવાશે. પ્રશ્ન - ઉત્પાદના જે જે પ્રકારો ઉપર જણાવ્યા, તેમાં ધયણુકાદિ સૂથમ સ્કંધોના તથા બાદરસ્કંધોના તથા ધર્માસ્તિકાયાદિ ત્રણ અમૂર્તદ્રવ્યોના ઉત્પાદ જણાવ્યા. ૧ બાદર સ્કંધો ૨ સૂક્ષ્મ સ્કંધો અને ૩ આકાશાદિ ત્રણ અમૂર્ત દ્રવ્યો, આટલાના જ પાના નંબર ૨૯૮ ઉપર દોરેલા ચિત્ર પ્રમાણે ત્રણ પ્રકારના ઉત્પાદ તમે સમજાવ્યા. પરંતુ પરમાણુ નામનું જે પુગલદ્રવ્ય છે તથા જીવાસ્તિકાયનામનું જે દ્રવ્ય છે. આ બે દ્રવ્યના ઉત્પાદના પ્રકારો ઉપરના ભેદમાં ગણાવ્યા નથી. તેનું શું કારણ? અથવા સમુદાયકૃત પ્રયત્નજન્ય, સમુદાયકૃત વિશ્રા અને ઐકત્વિક વિશ્રસા આ ત્રણ પ્રકારના ઉત્પાદમાંથી પરમાણુ તથા જીવના ઉત્પાદ કયા ભેદમાં આવે? અથવા તેઓના ઉત્પાદ માટે બીજા કોઈ પ્રકારો હોય? અથવા તેઓના ઉત્પાદના પ્રકારો કેમ ન જણાવ્યા ? ઉત્તર - અન્યદર્શનકારો (નૈયાયિક વૈશેષિકો) જે જે પદાર્થોને ઈશ્વરકર્તક માને છે ઈશ્વરના પ્રયત્નથી જન્ય માને છે. તેની જ સામે પ્રધાનતાએ આ ઉત્પાદની ચર્ચા પ્રસ્તુત છે. ઈશ્વરકર્તક આ જગત નથી. પણ સ્વયંસિદ્ધ છે. આવું સમજાવવાનો આશય ગ્રંથકારશ્રીનો હોય એમ લાગે છે. તેથી ઈશ્વરપ્રયત્નજન્ય કાર્યોના જ ઉત્પાદની ચર્ચા અહીં કરી છે. ઈશ્વરકર્તકવાદી પણ પરમાણુને અને જીવને ઈશ્વરના પ્રયત્નથી જન્ય માનતા નથી. તેથી તે બન્નેના ઉત્પાદની ચર્ચા અહીં ન કરી હોય તેમ લાગે છે. પરમાણુ વિનાનું સમસ્ત પુગલદ્રવ્ય અનેક અવયવોથી બનેલું છે તેથી ત્યાં અવયવ-અવયવીભાવ નૈયાયિક-વૈશેષિક માને છે અને તેને જ ઈશ્વરપ્રયત્નજન્ય તથા અનિત્ય માને છે તેથી તેના જ ઉત્પાદની ચર્ચા લીધી છે. ઈશ્વરકર્તકવાદીના મતે પરમાણુ પણે રહેલાં પૃથ્વી-જલ-તેજ અને વાયુ નિત્ય હોવાથી અજન્ય જ છે. તેથી તેના ઉત્પાદની ચર્ચા ન કરી હોય એમ લાગે છે. તથા આકાશને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy