SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ કાડ-૧ – ગાથા-૨૬ ૫૦. સન્મતિપ્રકરણ નથી, તેમ જ તખ્તઓ પોતે જ પટરૂપે પરિણામ પામે છે. માટે કથંચિત્ અભિન્ન છે. પણ “તસ્તુઓમાં તખ્તઓથી ભિન્ન એવું પટનામનું કોઈ અવયવી દ્રવ્ય સમવાય સંબંધથી વર્તે છે” આ વાત બરાબર નથી. તથા સુવર્ણ (સોનું) તે જ કડુ-કુંડલ નથી, કારણ કે લગડી રૂપે રહેલું સુવર્ણ કડા-કંડલનું કાર્ય કરતું નથી. છતાં સુવર્ણ જ કડા-કુંડલ રૂપે પરિણામ પામે છે. અત્યન્ત ભિન્ન પણ નથી. આ જ વાત અનુભવસિદ્ધ, શાસ્ત્રસિદ્ધ અને વિરોધવિનાની છે. “સુવર્ણ નામના અવયવભૂત દ્રવ્યમાં કડા-કુંડલ નામનો અવયવી પદાર્થ (અત્યન્ત ભિન્ન એવો) સમવાય સંબંધથી વર્તે છે.” આવું કેટલાક દર્શનકારો જે માને છે તે વાત બરાબર નથી. પૂજ્યપાદ ગ્રન્થકાર શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજા આ જ ગ્રન્થના ત્રીજા કાંડની ગાથા ૪૮ થી પ૫ માં આ જ વાત બહુ જ સુંદર રીતે સમજાવવાના છે. જૈન દર્શનનો આ પ્રાચીન ન્યાય ભણવાથી અવશ્ય સમજાશે કે ઈતરદર્શનોની એકાન્તવાદની સઘળી માન્યતાઓ મિથ્યાવાદ રૂપ છે. કારણ કે જગતના ભાવો તેવા નથી અને તે તે દર્શનકારોએ પોતપોતાની મતિ પ્રમાણે તેવા તેવા કલ્પી-કલ્પીને મુક્યા છે. તેથી તે સઘળાં કલ્પનાકૃત દર્શનો છે. માટે જ “મત” કહેવાય છે. માન્યતા (અર્થાતુ) કલ્પના કહેવાય છે. બૌદ્ધનો મત આવો, સાંખ્યનો મત આવો, વૈશેષિકનો મત આવો. આમ બોલાય છે. જૈનદર્શનકાર કેવલજ્ઞાનથી જગતના ભાવોને પ્રત્યક્ષ જોઈને જેમ છે તેમ કહેનારા છે કલ્પના કરનારા નથી. કલ્પના કરવા વાળું મતિ-શ્રુતજ્ઞાન તેઓને હોતું નથી. વસ્તુસ્વરૂપને પ્રત્યક્ષ દેખનારૂં જ્ઞાન હોય છે. તેઓ સાક્ષાત્ દૃષ્ટા છે અને જોઈને જેમ છે તેમ કહેનારા છે. આમ બોલવું જોઈએ. જૈનદર્શનકારો આ રીતે યથાર્થવાદી છે. કલ્પના કરીને વસ્તુસ્વરૂપ પ્રતિપાદન કરનારા નથી. તેથી જ ત્રણે કાળે સર્વ પ્રતિવાદીઓ દ્વારા જૈન તીર્થકર ભગવન્તોનું વચન અપરાભવનીય તથા અબાધિત હોય છે. અને નિર્વિવાદ સત્ય હોય છે. / ૨૨-૨૩૨૪-૨૫ છે. કોઈ પણ સ્થાને અપાતા ઉદાહરણની સાર્થકતા અને ગુણવત્તા જણાવે છે - लोइयपरिच्छयसहो, निच्छयवयणपडिवत्तिमग्गो य । अह पण्णवणाविसउत्ति, तेण वीसत्थमुवणीओ ॥२६॥ (लौकिकपरीक्षकसुखदो निश्चयवचनप्रतिपत्तिमार्गश्च । અથ પ્રજ્ઞાપનાવિષય તિ, તેને વિશ્વાસાર્થકુપનોત: રદ્દ ) ગાથાર્થ - ઉદાહરણ એ લૌકિક અને પરીક્ષક પુરુષોને (તત્ત્વ સમજવાનું અને સમજાવવાનું સરળ પડવાથી) સુખ આપનાર છે, તથા શાસ્ત્રવચનોને ઠોરાબંધ સ્વીકાર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy