________________
સન્મતિપ્રકરણ
કાણ્ડ-૧ – ગાથા-૨૨ થી ૨૫
अयं जनो नाथ तव स्तवाय, गुणान्तरेभ्यः स्पृहयालुरेव । विगाहतां किन्तु यथार्थवादमेकं परीक्षाविधिदुर्विदग्धः || २ ||
હે પરમાત્મા ! તમારામાં અનંત ગુણો છે. તે સર્વે ગુણો ગાવાની મારી અભિલાષા છે. પરંતુ ‘યથાર્થવાદ” નામનો તમારો એક ગુણ આ ગ્રન્થમાં ગાઈશ. (જે ગાયે છતે સર્વે ગુણો ગવાઈ ગયા જાણવા). યથાર્થવાદ નામનો એક મહાગુણ ગાવાથી સર્વે ગુણો ગવાઈ જાય છે.
તથા તેઓએ જ આ જ અન્યયોગવ્યવચ્છેદિકામાં કહેલ છે કે અન્ય સઘળાં દર્શનો એક એક બાજુ ઢળેલી એકાન્તદૃષ્ટિ વાળાં હોવાથી બીજાની વાતને સાંભળવામાં વૈરાયમાન મનોવૃત્તિ વાળાં હોવાથી અતિશય મત્સરી (ઈર્ષ્યાળુ) છે. તેઓ પરસ્પર લઢ્યા જ કરે છે. હે પરમાત્મા ! તમારે તો કોઈને કંઈ કહેવું જ પડતું નથી. કારણ કે તમે તો બધા જ નયોને અવિશેષણપણે સમજાવતા હોવાથી તમારૂં શાસન આવું ઈર્ષ્યાળુ અને વૈરાયમાણ મનોવૃત્તિવાળું નથી. તે શ્લોક આ પ્રમાણે -
अन्योन्यपक्षप्रतिपक्षभावाद् यथा परे मत्सरिणः प्रवादाः । नयानशेषानविशेषमिच्छन्, न पक्षपाती समयस्तथा ते ।। ३० ।।
૪૯
ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણેને અપેક્ષાવિશેષે સાથે સંકળાયેલા માનવા, નિત્યાનિત્ય, ભિન્નાભિન્ન, અસ્તિ-નાસ્તિ, સામાન્ય-વિશેષ, વાચ્ય-અવાચ્ય આમ વિરોધી ભાવોને પણ સાપેક્ષપણે એક દોરામાં યથાસ્થાને સમન્વય કરીને ગોઠવવા એ જ જૈનદર્શનકારની ખુબી છે. આ જ સાચી અમૃતવાણી છે. શાસ્ત્રકારે ભલે આ ગાથામાં રત્નાવલીનું એક ઉદાહરણ આપ્યુ હોય, પણ અનેકાન્તવાદ સમજવા - સમજાવવા આ એક જ ઉદાહરણ છે એમ નથી. ડગલે અને પગલે અનેક ઉદાહરણો આ વાતને સમજાવનારાં છે. સંસારના સર્વ ભાવો અનેકાન્તતાથી જ ભરેલા છે.
માટીમાંથી બનતો ઘટ માટીથી કંઈક અધિક વિશિષ્ટ પણ છે અને માટીરૂપ પણ છે. ઘટકાલે જલાનયનાદિ કુંભસ્થાપનાદિ જે કાર્યો થાય છે તે માટી કાલે થતાં ન હતાં અને ઘટકાલે થાય છે. તેથી તે ઘટ માટીથી વિશિષ્ટ છે. અને તેથી જ “ઘટપણાની’’ શોભાને પામે છે. છતાં ઘટકાલે માટીનામનું સામાન્ય ચાલ્યું જતું નથી. તે ઘટ માટીમય જ રહે છે.
તન્તુઓ પરસ્પર નિરપેક્ષ રહે તો પટ (વસ્ત્ર) આવા વ્યપદેશને પામતા નથી તથા પટનું કાર્ય શીતત્રાણાદિ કરતા નથી. પરંતુ તાણા-વાણા રૂપે પરસ્પર વણાયા છતા સાપેક્ષ થવાથી પટવ્યપદેશને પણ પામે છે અને શીતત્રાણાદિ પટનું કાર્ય પણ કરે છે. તન્તુઓ માત્ર તે પટ નથી અર્થાત્ પટ એ તત્ત્તઓથી કંઇક વિશિષ્ટ છે કારણ કે તન્તુકાલે પટકાર્ય થતું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org