________________
૧૪) કાર્ડ-૨ – ગાથા-૧૦
સન્મતિપ્રકરણ સમયમાં સાથે હોવું આ સઘળું નિરાવરણ કેવલીમાં અસંભવિત છે. છપ્રસ્થમાં જ આવરણ હોવાથી આ બધું સંભવે છે. તેથી આ બન્ને વાદીઓએ પોતાના પક્ષમાં જે જે દોષો આવે છે. તે તે બરાબર દેખવા જોઈએ. ૯ /
બે પ્રશ્નો પુછવા દ્વારા કરાયેલી અભેદવાદીની ઉપરોક્ત દલીલથી ક્રમવાદી અને સહવાદી બન્ને નિરુત્તર થવાના કારણે કંઈક વિજય તરફ ઢળેલા અભેદવાદી સિદ્ધાન્તકાર બીજી પણ અનેક યુક્તિ રૂપી શસ્ત્રોથી આ બન્ને વાદીઓની સામે જાણે યુદ્ધની કેલિ (કીડારમત) કરતા હોય તેમ ગાથા ૧૦ થી ૧૪ સુધી પાંચ ગાથામાં કહે છે કે -
जइ सव्वं सायारं, जाणइ एक्कसमएण सव्वण्णु । जुज्जइ सया वि एवं, अहवा सव्वं ण याणाइ ॥ १० ॥ यदि सर्वं साकारं, जानाति एकसमयेन सर्वज्ञः । युज्यते सदाऽप्येवमथवा सर्वं न जानाति ॥ १० ॥
ગાથાર્થ - જો સર્વજ્ઞ પરમાત્મા (નિરાવરણ થવાથી) એક જ સમયમાં સર્વ વસ્તુને સાકારપણે જાણે છે અને જુએ છે. તો સર્વકાલ સર્વાપણું અને સર્વદશીપણું હોવું જોઈએ. અથવા સર્વને જાણતા નથી એવો અર્થ ફલિત થાય છે. ૧oil
વિવેચન - ગ્રન્થકાર શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી અભેદવાદી છે. કેવલીમાં જ્ઞાનદર્શન જેવો ભેદ હોતો જ નથી. એક જ ચેતનાશક્તિ છે તેનાં જ ક્રિયાની વૈવિધ્યતાના કારણે જ્ઞાન અને દર્શન એવાં બે નામો છે આમ માને છે. તેથી તેઓ એકોપયોગવાદી અથવા અભેદવાદી કહેવાય છે. તેઓ ક્રમવાદીને અને સહવાદીને એમ બન્નેને એક પછી એક એવા ઘણા દોષો ગાથા ૧૦ થી ૧૪ માં આપે છે. કારણ કે ક્રમવાદી ભલે સમયાન્તરે જ્ઞાન અને દર્શન માને અને સહવાદી ભલે એક જ સમયમાં જ્ઞાન અને દર્શન સાથે માને, પરંતુ આખરે આ બન્ને મતોમાં જ્ઞાન અને દર્શનનો ભેદ તો મનાયેલો જ છે. તે જ વાતનો આ ગ્રન્થકર્તાને વિરોધ છે. સમયાન્તરે હોય કે એક સમયમાં સાથે હોય પણ નિરાવરણ એવા કેવલી પરમાત્મામાં જ્ઞાન-દર્શનનો ભેદ હોય, આ વાત આ ગ્રંથકારશ્રીને માન્ય નથી. તેથી આ બન્નેથી જુદી માન્યતા ધરાવનારા ગ્રંથકારશ્રી આ બન્ને પ્રતિપક્ષોને નીચે મુજબ દોષ આપે
(૧) કેવલી ભગવાન જો સર્વજ્ઞ બન્યા છે અને તેમનાં બધાં જ આવરણો ક્ષીણ થઈ ચુક્યાં છે. ગુણોનો પ્રતિબંધ કરે તેવું કોઈ પણ ઘાતકર્મ અંશમાત્રથી પણ બાકી રહ્યું નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org