________________
૩૫૦ કાડ-૩ – ગાથા-૫૧-૫૨
સન્મતિપ્રકરણ શક્તિથી ઘટ સત્ હોવા છતાં પણ ઉત્પત્તિથી અસત્ પણ છે. સાંખ્યોએ એકાન્ત સર્વથા કારણમાં કાર્ય સત્ માન્યું છે. તે માટે તેને બૌદ્ધો તથા વૈશેષિકો દોષ આપે છે. અને આપી શકે છે. તથા એકાન્ત સત્ માનવાથી આવા પ્રકારના દોષો અવશ્ય આવે જ છે. આ કારણથી તે દોષો સાચા છે. એવી જ રીતે બૌદ્ધ-વૈશેષિકોએ કાર્ય થયા પહેલાં કારણમાં કાર્યને સર્વથા અસત્ માન્યું છે. તેથી તેને પણ દોષો આવે જ છે. કારણ કે એકાત્તે અસત્ નથી. ઉત્પત્તિની અપેક્ષાએ જેમ અસત્ છે. તેમ શક્તિની અપેક્ષાએ સત્ પણ છે. ઉત્પત્તિ થઈ નથી. તેથી જેમ દંડચક્રાદિ સામગ્રી લાવવી પડે છે. પ્રયત્નવિશેષ કરવો પડે છે. સર્વકારકો જોડવાં પડે છે. છતાં શક્તિથી સત્ પણ છે માટે ઘટ બનાવવા માટી જ લવાય છે. તન્ત લવાતા નથી. માટીમાં જ શક્તિથી ઘટ રહેલો છે. તેનુમાં નહીં. આમ શક્તિથી કારણમાં કાર્ય વિદ્યમાન છે. આમ માનવાથી તે તે કાર્ય કરવાના કાળે તે તે પ્રતિનિયત માટી-તન્ત આદિ કારણોનું જ આદાન-પ્રદાન થાય છે. ગમે તે કારણમાંથી ગમે તે કાર્ય નીપજતું નથી. તેથી ૩ની જેમ સત્ પણ બૌદ્ધ-વૈશેષિકોએ સ્વીકારી લેવું જોઈએ.
બન્ને દૃષ્ટિઓનો એકાન્ત આગ્રહ જો ત્યજી દેવામાં આવે અને યથાસ્થાને ગોઠવીને બન્નેનો સમન્વય જો કરવામાં આવે તો બધા જ દોષો ટળી જાય છે. દૃષ્ટિ પરિપૂર્ણ, યથાર્થ, નિર્મળ અને શુદ્ધ બને છે. વસ્તુતત્ત્વનું આવું જ વાસ્તવિક સ્વરૂપ છે. કારણમાં કાર્ય જે સત્ છે તે શક્તિની અપેક્ષાએ છે. તિરોભાવની અપેક્ષાએ છે. એટલે કાર્યને પ્રગટ કરવા માટે દંડચક્રાદિ સામગ્રીની આવશ્યકતા અને તેની ઉત્પત્તિને અનુરૂપ પ્રયત્નવિશેષની પણ આવશ્યકતા રહે જ છે. તે માટે જ ઉત્પત્તિ થયા પૂર્વે કારણકાલે વ્યક્ત કાર્યસંબંધી જલાધારાદિ વ્યવહારો સંભવતા નથી. આ જ પ્રમાણે કારણમાં કાર્ય અસત્ પણ જરૂર છે પરંતુ તે ઉત્પત્તિની અપેક્ષાએ અસત્ છે. સર્વથા અસત્ નથી. માટીમાં હજુ ઘટ પ્રગટ નથી થયો માટે અસત્ છે. પરંતુ શક્તિની અપેક્ષાએ અસત્ નથી, સત્ છે. માટીમાં જ ઘટ બનવાની શક્તિ છે. પત્થરમાં કે તખ્તમાં ઘટ બનવાની શક્તિ નથી. તેથી પ્રતિનિયત કારણમાં જ કાર્યની સત્તા શક્તિની અપેક્ષાએ હોવાથી પ્રતિનિયત કારણમાંથી જ પ્રતિનિયત કાર્ય થાય છે. ગમે તે કારણમાંથી ગમે તે કાર્ય થતું નથી.
આ રીતે વિચારતાં જે જે કારણમાં જે જે કાર્ય ઉત્પન્ન કરવાની શક્તિ છે. તે તે કારણમાંથી જ તે તે કાર્ય થાય છે. માટે તે તે કાર્ય તે તે પ્રતિનિયત કારણમાં શક્તિ અપેક્ષાએ સત્ છે. તથા કારણમાં શક્તિની અપેક્ષાએ કાર્ય જો સત્ છે તો જ પ્રગટ થાય છે જો કારણમાં કાર્ય શક્તિ અપેક્ષાએ સત્ ન જ હોત તો પ્રગટ ન જ થાત.
તથા પર્યાય પણે પ્રગટ થવા રૂપે, એટલે કે ઉત્પત્તિની અપેક્ષાએ પોત પોતાના કારણમાં તે તે કાર્ય અસત્ પણ અવશ્ય છે જ. તે માટે તેને ઉત્પન્ન કરવા સામગ્રીની અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org