SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૨ – ગાથા-૪૦-૪૧ અપ્રગટ હોય પણ સત્તાગત રીતે તો દ્રવ્યમાં સદા છે જ, તેથી પર્યાયો પણ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ ધ્રુવ છે અને પ્રગટ-અપ્રગટ ભાવે ઉત્પત્તિ-વિનાશ વાળા પણ છે. જેમ અકેવલિપર્યાય નાશ પામ્યો અને કેવલિપર્યાય ઉત્પન્ન થયો, તેવી જ રીતે તે કેવલિપર્યાય પણ પ્રતિસમયે જ્ઞેયતત્ત્વના પરિવર્તન પ્રમાણે ઉત્પાદ-વિનાશ પામે જ છે. આ રીતે પર્યાયો પર્યાયાર્થિકનયની અપેક્ષાએ આવિર્ભાવ-તિરોભાવ સ્વરૂપે ઉત્પાદ-વિનાશશાલી પણ છે. દ્રવ્ય હોય કે પર્યાય હોય, આમ બન્ને દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ ધ્રુવ અને પર્યાયાર્થિકનયની અપેક્ષાએ ઉત્પાદવ્યયવાળાં છે. તેથી બન્ને નયો જોડતાં દ્રવ્ય અને પર્યાયો બન્ને ઉત્પાદ-વ્યય અને ધ્રુવ સ્વરૂપવાળા છે. જો પર્યાયોને (વિશેષોને) દ્રવ્યથી (સામાન્યથી) એકાન્તે ભિન્ન માનીએ તો પર્યાયોમાં માત્ર ઉત્પાદ અને વ્યય જ આવે, ધ્રુવત્વ ન સંભવે, અને દ્રવ્યમાં માત્ર વત્વ જ સંભવે, ઉત્પાદ-વ્યય ન સંભવે એટલે કોઈ પણ દ્રવ્ય અથવા પર્યાય ત્રિપદીમય બનશે જ નહીં, અને ત્રિપદીમય જે ન હોય તે સત્ કહેવાય જ નહીં, તેથી પર્યાયોને (વિશેષોને) દ્રવ્યથી (સામાન્યથી) કથંચિદ્ અભિન્ન પણ માનવા જોઈએ. તો જ “જે આ મનુષ્ય અરાજા હતો તે જ મનુષ્ય ૩૦ વર્ષે રાજા બન્યો'' આમ સંસારમાં જેમ કહેવાય છે. તેમ જે આ જીવ અકેવલી હતો, તે જ કેવલી બન્યો આવો વ્યવહાર સુસંગત થાય છે. ૨૦૭ ઉપરની ચર્ચાથી સમજાશે કે જીવ અનાદિ-અનંત છે. અને કેવલજ્ઞાન કેવલદર્શન સાદિ-અનંત છે. આટલી મોટી (સ્થૂલ) વિશેષતા હોતે છતે પણ જીવ અને કેવલનો અભેદ કેમ હોય ? આવો (ગાથા ૩૭-૩૮માં) પ્રશ્ન કરીને જીવને કેવલજ્ઞાનથી એકાન્તે ભિન્ન માનવાનો ભેદવાદીનો જે આશય હતો. તે ખોટો છે. એકાન્તે ભેદ નથી. આમ સિદ્ધ કર્યું. જીવદ્રવ્ય જેમ દ્રવ્યપણે અનાદિ-અનંત જરૂર છે. પણ સાથે સાથે જીવ જુદા જુદા પર્યાયને આશ્રયી અનાદિ-સાન્ત, સાદિ-અનંત અને સાદિ-સાન્ત એમ ચારે ભાંગાવાળો પણ અપેક્ષાવિશેષે જરૂર છે. માત્ર ૧ ભાંગાવાળો નથી, જેમ કે આ જીવ, જીવપણે અનાદિઅનંત, અકેવલીપણે અનાદિ-સાન્ત, કેવલીપણે સાદિ-અનંત અને પ્રત્યેક સમય સમયના પરિવર્તન પ્રમાણે સાદિ-સાન્ત એમ ચારે ભાંગાવાળો છે. એવી જ રીતે કૈવલજ્ઞ ન-કેવલદર્શન પણ સત્તાગતપણે અનાદિ-અનંત, તિરોભાવે (અપ્રગટપણે) અનાદિ-સાન્ત, આવિર્ભાવે (પ્રગટપણે) સાદિ-અનંત અને પ્રતિસમયના જ્ઞેયતત્ત્વાનુસાર પરિવર્તન પ્રમાણે ઋજુસૂત્ર નયની અપેક્ષાએ સાદિ-સાન્ત એમ કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ ચારભાંગા વાળું જ છે. હવે જો જીવદ્રવ્ય અને કેવલજ્ઞાનાદિ પર્યાયો આ બન્ને ચારભાંગા વાળા જ હોય તો સ્થૂલ એવી (મોટી) વિશેષતા ક્યાં રહી ? કે જેથી એકાન્તભેદ માનવો પડે ? જો નયપૂર્વક વસ્તુતત્ત્વ વિચારીએ તો આ વસ્તુતત્ત્વ જરૂર સમજાય. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy